તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માસ્ક મામલે મારામારી:વૈષ્ણોદેવી સર્કલ પાસે માસ્ક નહીં પહેરેલા યુવકે પોલીસ સાથે મારામારી કરી, નખોરીયા માર્યા પછી બે પગ વચ્ચે સ્કૂટર ઘુસાડ્યું

અમદાવાદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક

એક્ટિવા પર 3 સવારીમાં માસ્ક પહેર્યા વગર સ્કૂટર લઈને નીકળેલા યુવાનને ટ્રાફિક પોલીસના જવાને રોકીને માસ્ક વગર રૂ.1 હજાર દંડ ભરવાની વાત કરતા તે યુવાને સ્કૂટર ચલાવી દેતા પોલીસ કર્મચારીના બંને પગ વચ્ચે ઘુસી ગયું હતું. ત્યારબાદ તે યુવાને પોલીસ કર્મચારી સાથે ગાળા-ગાળી અને ઝપાઝપી કરી નખોરીયા માર્યા હતા અને વર્દીના શર્ટનું બટન પણ તોડી નાખ્યું હતું.

એસ.જી. 1 ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા રાજુસિંહ લાલસિંહ વૈષ્ણોદેવી સર્કલ પાસે ટ્રાફિક નિયમન કરી રહ્યા હતા. ત્યારે 2 મહિલા અને 1 પુરુષ એક્ટિવા ઉપર આવ્યા હતા. જેમાં એક્ટિવા ચાલક યુવાને માસ્ક પહેર્યુું ન હતું. જેથી રાજુસિંહે તેમને રૂ.1 હજાર દંડ ભરવા કહ્યું હતું.

જોકે, યુવાને રાજુસિંહ સાથે ઝપાઝપી કરી નખોરીયા માર્યા હતા અને શર્ટનું બટન પણ તોડી નાખ્યું હતું. સાથે જ દંડ નહીં ભરવાનું કહીને સ્કૂટર ચલાવવાનો પ્રયાસ કર્યો હતો જેમાં રાજુસિંહને પગે ઈજા થઇ હતી. રાજુસિંહે તેમની પૂછપરછ કરતા સ્કૂટર ચાલકે પોતાનું નામ ચિનમય ઉર્ફે દિવ્યેશ નરસિંહભાઈ મેર(ઉં.29, વિશ્વકર્મા સોસા., કામેશ્વર સ્કુલ નજીક) જણાવ્યું હતું. આ અંગે રાજુસિંહે એસ.જી. હાઈવે 1 ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ચિનમય વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો