અમદાવાદના ક્રાઈમ ન્યૂઝ:NDPSના કેસમાં એક બાદ એક આરોપીની પૂછપરછમાં ચેઈન ખૂલતાં 5 આરોપી પડકાયા

અમદાવાદ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
5 આરોપીની પોલીસે ધરપકડ કરી - Divya Bhaskar
5 આરોપીની પોલીસે ધરપકડ કરી
  • 20 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે ક્રાઈમ બ્રાન્ચે 4 દિવસે પહેલા એસ.જી હાઇવેથી 3 આરોપીઓને ઝડપ્યા હતા

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે 4 દિવસ પહેલા 20 ગ્રામ એમડી ડ્રગ્સના જથ્થા સાથે એસ.જી હાઇવે પરથી 3 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. ત્યારબાદ આરોપીઓની પૂછપરછ કરતા એક બાદ એક નામ ખુલ્યા એમ સાંકળ બનીને 5 આરોપીઓના નામ ખુલ્યા હતા. જેની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે અને પાંચમા આરોપીઓ પાસેથી પિસ્તોલ પણ કબ્જે કરી છે.

ડ્રગ્સ કેસમાં આખી ચેઈન સિસ્ટમક્રાઈમ બ્રાન્ચે 3 આરોપીઓ શરૂઆતમાં ઝડપાયા હતા. જેમાંથી મોહમદ રાહીલ કુરેશીની પૂછપરછમાં સામે આવ્યું હતું કે, તેને મોહમદ શાહીદ પાસેથી ડ્રગ્સ લીધું હતું. જેથી શાહીદની ધરપકડ કરતા મોહમદ તોસિફનું નામ સામે આવ્યું હતું. તોસિફની ધરપકડ કરતા અરફાક શેખનું નામ સામે આવ્યું હતું.

અરફાકની ધરપકડ કરતા અહેમદ હુસેનનું નામ સામે આવ્યું અને અહેમદ હુસેનની ધરપકડ કરતા જિશાન મેમણનું નામ સામે આવ્યું હતું. જિશાન મેમણની ધરપકડ કરી ત્યારે એક પિસ્તોલ અને 8 કારતૂસ પણ કબ્જે કર્યા હતા. હાલ ક્રાઈમ બ્રાન્ચે વધુ 5 આરોપીઓની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

યુવકે પ્રેમિકા સાથે શારીરિક સંબંધ બાંધી મિત્ર સાથે પણ બંધાવ્યાં
ચાંદખેડાનો વિચિત્ર કિસ્સો યુવકે પ્રેમિકા સાથે સંબંધ બાંધી મિત્ર પાસે પણ બંધાવ્યો હતો. આ મામલે હવે યુવતી સગર્ભા બનતાં વિવાદ ઉભો થયો છે. બનાવ સંદર્ભે ચાંદખેડા પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે. જે યુવક સાથે પ્રેમ કરી તેને સર્વસ્વ સોંપી દીધું. તે જ યુવકે પ્રેમિકાને મિત્ર સાથે પણ સંબંધ બાંધવા મજબુર કરી હતી. બબ્બે યુવકોની વાસનાનો ભોગ બનનાર યુવતી સગર્ભા બનતાં આખો મામલો સામે આવ્યો હતો. આખરે યુવતીના પરિવારજનોએ યુવતીના પ્રેમીને માર માર્યો હતો. બનાવ સંદર્ભે ચાંદખેડા પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ આદરી છે.

ચાંદખેડામાં રહેતા રવિને નજીકમાં રહેતી વંદના સાથે મિત્રતા બંધાઇ હતી. બન્નેની મિત્રતા પ્રેમમાં પરીણમી હતી. રવિએ વંદના સાથે નિકટતા કેળવી તેની સાથે સંબંધો બાંધ્યા હતા. હવે રવિએ વંદનાને પોતાના મિત્ર રાકેશ સાથે પણ સંબંધ બાંધવા મુજબુર કરી હતી. હવે કઇ મજબુરી હતી કે વંદનાએ પ્રેમી રવિના મિત્ર રાકેશ સાથે પણ સંબંધ બાંધવા પડ્યા.

રાકેશ અને રવિ સાથેના સંબંધોને કારણે વંદના સગર્ભા બનતાં સમગ્રા મામલો સામે આવ્યો હતો અને વંદનાના પરિવારજોએ રવિને માર માર્યો હતો. જોકે આ દુષ્કર્મ અંગે યુવતીએ ચાંદખેડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ફરીયાદને કારણે રવિ અને રાકેશ ભુગર્ભમાં ઉતરી ગયા હતા. બીજી તરફ પોલીસે તેમને ઝડપી લેવા કવાયત આદરી છે. (પાત્રોના નામ બદલ્યા છે.)

અન્ય સમાચારો પણ છે...