તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર:NCBનું સૌથી મોટું ઓપરેશન, વલસાડ જિલ્લાના ડુંગરી ગામે 4.5 કિલો એમ.ડી ડ્રગ્સ અને 85 લાખ રોકડ સાથે ફેક્ટરી ઝડપાઈ

અમદાવાદએક મહિનો પહેલા
  • એમ.ડી ડ્રગ્સના જથ્થા સાથે બે આરોપીઓ ઝડપાયા
  • અમદાવાદ NCBની ટીમ દિવસોથી આરોપીઓ પર નજર રાખી રહી હતી

ગુજરાતમાં ગેરકાયદેસર ડ્રગ્સના વેચાણના વિરોધ મોટું સૌથી ઓપરેશન કરવામાં આવ્યું છે. જેમાં અમદાવાદ નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરોની ટીમે રાજ્યમાં પહેલીવાર ડ્રગ્સના મેન્યુફેક્ચરિંગ યુનિટ પર દરોડા પાડી 4.5 કિલો એમ.ડી ડ્રગ્સના જથ્થા સાથે 2 આરોપીઓની ધરપકડ કરી છે. વલસાડ જિલ્લાના ડુંગરી ગામે કરવામાં આવેલી આ રેડ 20 કલાક સુધી ચાલી હતી. નોર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરોની ટીમને રેડ દરમિયાન 85 લાખ રૂપિયાની રોકડ રકમ પણ મળી આવી હતી.

વલસાડના ડુંગરી સ્થિત બંધ પડેલા યુનિટમાં કેટલાક સમયથી નશામાં વપરાતું અને પ્રતિબંધક એમડી ડ્રગ્સનું ઉત્પાદન થઇ રહ્યા હોવાની માહિતી રાજ્યના નારકોટ્રિક્સ વિભાગને મળતા મંગળવારે રેઇડ કરવામાં આવી હતી. બંધ કંપનીમાં ડ્રગ્સનું ઉત્પાદન કરનાર અને વેચાણ કરનાર બે આરોપીની એનસીબીએ ધરપકડ કરીને તેમની પાસેથી 4.5 કિલો ડ્રગ્સનો જથ્થો અને 85 લાખ રૂપિયા રોકડા કબજે લીધા હતા.

કેન્દ્રના ગૃહમંત્રાલય અતર્ગત આવતા અમદાવાદ ઝોનલના નારકોટ્રિક્સ કંટ્રોલ બ્યુરોના યુનિટે મંગળવારે સવારે વલસાડ નજીકના ડુંગરીગામે આવેલી ક્લેન્ડેસ્ટાઇન સાઇક્રોથ્રોપિક ડ્રગ્સ મેન્યુફેકચરિંગના બંધ યુનિટમાં મેફેડ્રિંન ડ્રગ્સ (એમડી)ને બનાવીને વેચાણ થતું હોવાની માહિતીના પગલે 12થી વધુ અધિકારીની ટીમ સાથે પહોંચી હતી. ડુંગરીમાં એમડી ડ્રગ્સ બનાવીને ગુજરાત સહિત અન્ય રાજ્યમાં વેચાણ કરતા હતા. એનસીબીની ટીમે ડ્રગ્સ બનાવવામાં મુખ્ય સૂત્રધાર પ્રકાશ પટેલ અને ડ્રગ્સનું વેચાણ અને માર્કેટિંગ કરનાર સોનું રામનિવાસની ધરપકડ કરી હતી. એનસીબીએ આ બંને આરોપી પાસેથી 4.5 કિલો એમડી ડ્રગ્સનો જથ્થો તથા રોકડા રૂપિયા 85 લાખ કબજે લીધા હતા. પોલીસે બંધ કંપનીને સીલ મારીને આરોપીને વધુ તપાસ અર્થે અમદાવાદ એનસીબી કાર્યાલયમાં લઇ ગઇ હતી.

ભૂતકાળમાં સુરત ડ્રગ્સ કેસના તાર પણ વાપીમાં જોડાયા હતા
ભૂતકાળમાં સુરત શહેરના વિસ્તારમાંથી પણ એમડી ડ્રગ્સ વેચવાનું મોટું કૌભાંડ ઝડપાયું હતું. જેમાં વાપીના નામાંકિત લોકોની સંડોવણી બહાર આવી હતી. સુરત ડ્રગ્સ કેસમાં પણ વાપી નજીકના લવાછા વિસ્તારમાંથી પોલીસે ડ્રગ્સ સપ્લાઇના કેસમાં એક આરોપીની ધરપકડ કરી હતી. આમ વલસાડ જિલ્લાનો વાપી શહેર ડ્રગ્સને લઇ હંમેશા ચર્ચાનો વિષય બન્યો છે.

ડ્રગ્સ બનાવતી કંપની કોની હતી તે અંગે મૌન
અમદાવાદ સ્થિત એનસીબી ઓફિસમાંથી બુધવારે એમડી ડ્રગ્સના ઓપરેશનની એક પ્રેસનોટ બહાર પાડી હતી. જોકે, આ પ્રેસનોટમાં કંપની ક્યા આવેલી હતી? આરોપીઓ કોણ છે અને જે બંધ કંપનીમાં એમડી ડ્રગ્સનું ઉત્પાદન થઇ રહ્યું હતું એની કોઇ જ માહિતી આપવામાં આવી નથી.

ફેક્ટરીમાંથી 4.5 કિલો એમ.ડી ડ્રગ્સ મળ્યું
વલસાડ જિલ્લામાં રાજ્યમાં ચાલતા સૌથી મોટા ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ થયો છે. 4.5 કિલો એમ.ડી ડ્રગ્સની સાથે પ્રકાશ પટેલ અને સોનું રામ નિવાસ નામના બે વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓના જુદા જુદા ઠેકાણા પર રેડ દરમિયાન 85 લાખ રૂપિયા રોકડ પણ મળી આવ્યું હતું. જે આ ડ્રગ્સના વેચાણથી થયેલી આવક હોવાનું નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરોનું માનવું છે. ડ્રેગ્સના રેકેડ પર દરોડા માટે નાર્કોટિક્સની ટીમ ઘણા દિવસોથી આરોપીઓ પર નજર રાખી રહી હતી.

ફેક્ટરીમાંથી ઝડપાયેલો ડ્રગ્સનો જથ્થો
ફેક્ટરીમાંથી ઝડપાયેલો ડ્રગ્સનો જથ્થો

ડ્રગ્સનું મેન્યુફેક્ચરિંગ યુનિટ પકડાવવાનો રાજ્યનો પ્રથમ કિસ્સો
રાજ્યમાં પહેલીવાર આ પ્રકારના ડ્રગ્સનું મેન્ચુફેક્ચરિંગ યુનિટ પકડાયું છે. સાથે જ આરોપીઓ પાસેથી મોટી સંખ્યામાં ડ્રગ્સ તથા રોકડ રકમ જર્ત કરાઈ છે. NCBની ટીમ હવે આ મામલે વધુ તપાસ કરશે અને ગેરકાયદેસર MD ડ્રગ્સના નેટવર્ક સુધી પહોંચવાનો પ્રયાસ કરશે. મોટી સંખ્યામાં ડ્રગ્સનું રેકેડ મળતા આ મામલે હવે આખી લિંક સામે આવી શકે છે. મેફેડ્રોન ડ્રગ્સનું સેવન કરનારા લોકોમાં વધુ લોકપ્રિય હોય છે.

ડ્રગ્સ બનાવાતું હતું તે ફેક્ટરીની તસવીર
ડ્રગ્સ બનાવાતું હતું તે ફેક્ટરીની તસવીર

એક આરોપી ડ્રગ્સ બનાવતો, બીજો માર્કેટિંગ કરતો
NCBની રેડમાં પકડાયેલા ડ્રગ્સના આરોપીઓમાંથી એક પ્રકાશ પટેલ ફેક્ટરીમાં ડ્રગ્સ બનાવતો હતો. જ્યારે સોનું રામ નિવાસ આ ડ્રગ્સનું માર્કેટિંગ કરીને તેનું વેચાણ કરતો હતો. નોંધનીય છે કે, ડ્રગ્સ રાખવાના ગુનામાં NDPS એક્ટ હેઠળ ઓછામાં ઓછી 10 વર્ષની જેલની સજા તથા 2 લાખ રૂપિયાનો દંડ થઈ શકે છે.

NCBએ જપ્ત કરેલા 85 લાખ રોકડ
NCBએ જપ્ત કરેલા 85 લાખ રોકડ
ડ્રગ્સ બનાવવા વપરાતા સાધનની તસવીર
ડ્રગ્સ બનાવવા વપરાતા સાધનની તસવીર
ફેક્ટરીમાં ડ્રગ્સનું વેચાણ કરાતું
ફેક્ટરીમાં ડ્રગ્સનું વેચાણ કરાતું

ફ્લેટમાં 10 કલાક નાર્કોટિક્સની કાર્યવાહી ચાલી
નાર્કોટિક્સ બ્યુરો ટીમ પહેલેથી જ આરોપીઓની ગતિવિધિઓ પર નજર રાખી રહી હતી. જેથી બંને આરોપીઓ ફ્લેટ પર આવતા જ ટીમના 10થી 12 અધિકારીઓ પારડી કેન પ્લાઝા બિલ્ડિંગ પર એક દોઢ વાગે આવ્યા હતા અને બંનેને દબોચી ફ્લેટમાં રાત્રે 10:30 વાગ્યા સુધી કાર્યવાહી કરી હતી. જે બાદ બંને આરોપીને અમદાવાદ લઈ જવા માટે રવાના થયા હતા.

દરોડા દરમિયાન અવરજવર બંધ કરી દેવાઇ
NCB ટીમ પારડી કેન પ્લાઝા એપાર્ટમેન્ટમાં આવ્યા બાદ તેમની કાર્યવાહી દરમિયાન લોકોની અવર જવર પર રોક લગાવી દેવામાં આવી હતી. એપાર્ટમેન્ટમાં બહારથી આવતા લોકોના પ્રવેશ ઉપર પ્રતિબંધ કરી દીધા હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું. અચાનક આ રીતે કાર્યવાહી કરતા સ્થાનિકોમાં અનેક ચર્ચા સાથે ડર પણ ફેલાયો હતો. એનસીબીએ બંને આરોપીની ધરપકડ કરતા સ્થાનિક રહીશોમાં ચર્ચાનો વિષય બન્યો હતો. બંને આરોપીને તપાસ અર્થે અમદાવાદ લઇ જવાયા હતાં.

આરોપી દોઢ માસ અગાઉ જ ફ્લેટ ભાડે રાખી રહેતા હતા
ડ્રગ્સના કારોબારમાં ઝડપાયેલો આરોપી સોનુ પારડી શહેરમાં દમણીઝાપા ખાતે કેન પ્લાઝા એપાર્ટમેન્ટના ફ્લેટ નંબર 101માં રહેતો હતો. આરોપી છેલ્લા દોઢ માસ પહેલા જ ફ્લેટ ભાડે રાખી રહેવા આવ્યો હતો. જોકે લોકોને શંકા ન જાય તે માટે થોડા દિવસ ફેમિલીને પણ લાવ્યો હતો. મંગળવારે નાર્કોટિક્સના 12 અધિકારીઓ બપોરે પારડી આવ્યા હતા અને બિલ્ડીંગનો ઘેરો કર્યો હતો. આરોપીને ઝડપી લીધો હતો. તે દિવસે આરોપી સોનુ તેના સાથી પ્રકાશ પટેલ સાથે એક પેશન બાઇક પર આ ફ્લેટમાં આવ્યો હતો. ત્યારે જ બંનેને ઝડપવામાં ટીમને સફળતા મળી હતી.