ગાંજાની હેરાફેરીનો પર્દાફાશ:અમદાવાદમાં CTM ટોલ પ્લાઝા નજીકથી 62 કિલો ગાંજાના જથ્થા સાથે બે શખ્સોની NCBએ ધરપકડ કરી

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
આરોપીઓની ફાઈલ તસવીર - Divya Bhaskar
આરોપીઓની ફાઈલ તસવીર
  • શહેર પોલીસ અને ગાંધીનગરની એજન્સીઓની શંકાસ્પદ ભૂમિકા હોવાની ચર્ચા

અમદાવાદ શહેરના CTM ટોલ પ્લાઝા પાસે 62 કિલો ગાંજાનો જથ્થો લઈને આવી રહેલા બે શખ્સોને NCBની ટીમે પકડી પડ્યા હતા. ગાંજાનો 62 કિલોનો જથ્થો ક્યાંથી અને કેવી રીતે લાવ્યા તે અંગે સઘન પુછપરછ હાથધરી છે. જોકે આ કેસમાં શહેર પોલીસ અને ગાંધીનગર સુધીની એજન્સીઓની ભૂમિકા શંકાસ્પદ હોવાની ચર્ચા ઉઠી છે.

પોલીસ માદક પદાર્થોના વેચાણ પર નિયંત્રણ લાવી શકી નથી
ગુજરાત NCBની ટીમ શહેરમાં ચાલી રહેલા માદક પદાર્થોના વેપલાને અટકાવવા માટે સઘન પેટ્રોલીંગ કરી રહી હતી કેમકે, પોલીસની મોટી ધોશ હોવા છતાં પોલીસ માદક પદાર્થોના વેચાણ પર નિયંત્રણ લાવી શકી નથી.દરમિયાનમાં CTM ટોલ પ્લાઝા પાસે કેટલાક શખ્સો ગાંજાની મોટો જથ્થો લઈને પસાર થઈ રહ્યા છે તેવી માહિતી આધારે એNCBની ટીમે વોચ ગોઢવીને ગાંજાનો જથ્થો લઈ જઈ રહેલા બે શખ્સોને પકડી પાડયા હતા.

62 કિલો ગાંજો જપ્ત કર્યો
આ બન્ને શખ્સો પાસેથી 62 કિલો ગાંજો જપ્ત કર્યો છે. બાદમાં બંન્ને આરોપીની પુછપરછ કરતા પોતાના નામ વીરેન્દ્રસિંહ અને રાજીવ જણાવ્યું હતુ. હાલ NCBની ટીમે બંન્ને આરોપીની ધરપકડ કરીને 62 કીલો ગાંજાનો જથ્થો જપ્ત કરી બંન્ને આરોપીની સઘન પુછપરછ હાથ ધરી હતી.