તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દબાણ દૂર:મકરબામાં નઝીર વોરા અને બાબાખાને ગેરકાયદે બનાવેલા રૂ.13 કરોડના નેહા ફ્લેટ તોડી પડાયા

અમદાવાદ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • પચાવી પાડેલી જમીન પર મંજૂરી વગર જ 6 માળમાં 20 ફ્લેટ અને શો-રૂમ તાણી બાંધ્યા હતા

જુહાપુરાના કુખ્યાત નઝીર વોરા અને તેના ભાઈ બાબાખાને મકરબામાં ગેરકાયદે બનાવેલા નેહા ફ્લેટ ગુરુવારે તોડી પડાયા હતા. બંને ભાઈઓએ ગેરકાયદે જમીન પચાવી પાડી, તેના પર મંજૂરી વિના જ નેહા ફ્લેટ નામથી 20 ફ્લેટ અને દુકાનોની સ્કીમ બનાવી હતી. 6 માળના આ બિલ્ડિંગમાં 20 ફ્લેટ તેમજ શો-રૂમ માટે દુકાનો બનાવાઇ હતી. આ ગેરકાયદે બાંધકામ તોડીને લગભગ 12થી 13 કરોડ રૂપિયાની વિવાદાસ્પદ જમીન ખુલ્લી કરી દેવાઈ છે.

નઝીર વોરા અને બાબાખાને મકરબા અમદાવાદ જિલ્લા પોલીસ હેડ ક્વાટર્સ પાસેની કરોડો રૂપિયાની કિંમતની જમીન મૂળ માલિકો પાસેથી પચાવી પાડ્યા બાદ, તે જમીન પર નેહા ફ્લેટ નામની 20 ફ્લેટ અને શો-રૂમ માટેની દુકાનોની સ્કીમ મૂકી હતી. આ બિલ્ડિંગ બનાવવા માટે નઝીર વોરા અને બાબા ખાને મ્યુનિ.કોર્પો. કે સરકારના કોઇપણ વિભાગની મંજૂરી લીધી ન હતી અને ગેરકાયદે જ બિલ્ડિંગ ઉભી કરાઇ હતી. આ વાત ધ્યાન પર આવતાં ઝોન-7 ડીસીપી પ્રેમસુખ ડેલુએ આ બિલ્ડિંગ તોડી પાડવા માટે કાગળ પરની કાર્યવાહી પૂરી કરીને ગુરુવારે મ્યુનિ.કોર્પો.ની ટીમ સાથે મળીને આ બિલ્ડિંગ તોડી પાડી હતી. ઉલ્લેખનીય છે કે આ પહેલા નઝીર વોરા અને સુલતાન ખાનનું ગેરકાયદે બાંધકામ તોડી પાડ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, બાબા ખાન એક કા તીન કૌભાંડી અભય ગાંધીનો ભાગીદાર હતો. આ લોકોએ બેથી ત્રણ ગણા પૈસા કરી આપવાની લાલચ આપી લોકોનો કરોડો રૂપિયાનો ફાંદો કર્યો હતો. અગાઉ પણ નઝીર વોરાના ત્યાંથી મોટાપાયે વીજ ચોરી પકડાઈ હતી.

અનેક લોકોની જમીન પચાવી પાડી હતી ડીસીપી ઝોન-7 પ્રેમસુખ ડેલુએ કહ્યું- જુહાપુરા અને આસપાસના વિસ્તારોમાં નઝીર વોરા, સુલતાન મિરઝા અને કાલુ ગરદન જેવા ગુંડા તત્વાઓ ઘણાં બધાં લોકોની જમીન ખોટી રીતે પચાવી પાડી હતી. ત્યારબાદ તે જમીન પર ગેરકાયદે બાંધકામ કરાયા હતા. તે તમામ બાંધકામની માહિતી મેળવીને તે તોડી પાડવા માટે કાગળ પરની કાર્યવાહી શરૂ કરી દેવાઇ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો