ટોપ સિંગર્સનો નવરાત્રિ પ્લાન:અમદાવાદના પાર્ટી પ્લોટ નહીં સોસાયટી-રિસોર્ટમાં આ સિંગર્સના તાલે નવરાત્રિ જામશે

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડાબે આદિત્ય ગઢવી અને જમણે ઇશાની દવે - ફાઇલ તસવીર - Divya Bhaskar
ડાબે આદિત્ય ગઢવી અને જમણે ઇશાની દવે - ફાઇલ તસવીર

નવરાત્રિને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે દરવર્ષે પોતાના તાલે અમદાવાદીઓને ઘુમાવતા અમદાવાદના સિંગર્સના આ વર્ષે નવરાત્રિના શું પ્લાન છે તે અંગે સિટી ભાસ્કરે તેમની સાથે વાત કરતા જાણવા મળ્યંુ હતું કે આ વર્ષે મોટા આયોજનો નહીં થાય તેમ છતાં અમદાવાદના આ આર્ટિસ્ટના તાલે અમદાવાદીઓ ગરબે ઘુમશે. સોસાયટી, પ્રાઇવેટ રિસોર્ટ, શેરી ગરબા અને સોશિયલ મીડિયા પર લાઇવ પર્ફોર્મન્સ આપતા આ આર્ટિસ્ટ નજરે પડશે.

નવરાત્રિનો શો તો અમદાવાદમાં જ થશે તે નક્કી છે
ગરબાના આયોજનને લઇને ઓર્ગેનાઇઝર્સ પણ અસમંજસમાં છે.ઇન્કવાયરી ઘણી છે. પણ હજુ સુધી કોઇ જ કન્ફર્મેશન નથી પણ શો અમદાવાદમાં જ થશે. તેમજ પોસ્ટ નવરાત્રિ યુએસએમાં શો થવાની શક્યતા છે. - આદિત્ય ગઢવી

પ્રાઈવેટ ગરબા માટે બુકિંગ છે
કોરોનાને કારણે આ વર્ષે હાલ તો કોઇ ખાસ ઇન્કવાયરી નથી 5-6 પ્રાઇવેટ ગરબાનું બુકિંગ છે. આ સાથે જ માત્ર નવરાત્રિ નહીં પણ પ્રિ-નવરાત્રિ પર્ફોર્મન્સ માટે પણ બુકિંગ થઇ ચૂક્યું છે. અને વિદેશમાં ગરબા માટે અત્યાર સુધી કોઇ ઇન્કવાયરી નથી. - ભૂમિક શાહ

સોસાયટીના ગરબામાં પર્ફોમ કરીશ
ક્લબ અને પાર્ટી પ્લોટમાં તો આ વખતે પર્ફોમ કરવું શક્ય નથી ત્યારે આ વર્ષે સોસાયટીમાં ચોક્કસથી પર્ફોમ કરીશ. જ્યાં સુધી વિદેશમાં ગરબાના પર્ફોર્મન્સની વાત છે તો હાલ એવું કોઇ આયોજન છે નહીં. - સંજય ઓઝા

પ્રીમિયમ સોસાયટી ગરબામાં પર્ફોમ કરીશ
પ્રિ-નવરાત્રિ માટે ગુજરાતના અલગ-અલગ વિસ્તારમાં ટ્રાવેલ કરવાનો છું, પણ નવરાત્રિમાં તો અમદાવાદમાં જ હોઇશ. મોટા આયોજનો ના થવાના હોવાથી આ વર્ષે પ્રીમિયમ સોસાયટી ગરબામાં પર્ફોમ કરીશ. આ સાથે જ સોશિયલ મીડિયાથી લાઇવ ટેલિકાસ્ટ પણ કરવામાં આવશે. - પાર્થ ઓઝા

ગરબા માટે યુનિક આઈડિયા તૈયાર કર્યા છે
આ વર્ષે રિસોર્ટ કે બેંક્વેટ સાથે ટાઇઅપ કરવાનો વિચાર કરી રહ્યો છું. જેથી મોટા કોર્પોરે્ટસના લોકો પોતાની ટીમ સાથે ત્યાં ગરબાને સારી રીતે એન્જોય કરી શકે. આ સાથે જ લોકો ગરબા રમવા તરફ આકર્ષાય તે માટે ક્રિએટીવ થીમ, ફૂડ સેક્શન અને ફોટોબુથ પણ તૈયાર કરી રહ્યા છીએ. - અરવિંદ વેગડા, સિંગર

શેરી ગરબાનો ટ્રેન્ડ આવ્યો, 10 ઇન્કવાયરી છે
શેરી ગરબાનો કોન્સેપ્ટ ફરી એકવાર ટ્રેન્ડમાં છે. જેને કારણે અત્યાર સુધીમાં 10 જેટલી અલગ-અલગ ઇન્કવાયરી છે. પણ આયોજકો કન્ફર્મેશન માટે સરકારી ગાઇડલાઇનની રાહ જોઇ રહ્યા છે. ટીમે વેક્સિનના બન્ને ડોઝ લઇ લીધા છે. - મોસમ-મલકા, સિંગર્સ

વર્ચ્યુઅલ નવરાત્રિની ડિમાન્ડ આ વર્ષે પણ છે
આ નવરાત્રિમાં ફીલ્ડના પ્રોજેક્ટ અત્યાર સુધી એક પણ નથી પણ વિદેશ તેમજ ગુજરાતમાંથી વર્ચ્યુઅલ નવરાત્રિનાં પ્રોજેક્ટ ઘણા આવ્યા છે. ટીમ સાથે આજ પ્રોજેક્ટને લઇને તૈયારી થઇ ચૂકી છે. આ વર્ષે કોર્પોરેટ્સ હાઉસમાં વર્ચ્યુઅલ ગરબા પર્ફોર્મન્સના પણ ઘણા પ્રોજેક્ટ છે. - જિગરદાન ગઢવી

પ્રાઈવેટ ફાર્મ હાઉસ માટે ચાર કન્ફર્મેશન છે
મોટા આયોજન તો થવાના નથી પણ પ્રાઈવેટ ફાર્મ હાઉસમાં કોર્પોરેટ તેમજ કેટલાક ફ્રેન્ડ્સ મળીને અમે આયોજન કરી રહ્યા છીએ. જેમાં અમે અમારા ગ્રૂપ સાથે પર્ફોમ કરીશું. ચાર જગ્યાએ એક-એક દિવસનો શો કન્ફર્મ છે. - શ્યામ-સૌમિલ- આરતી

પ્રાઈવેટ ગરબામાં પર્ફોમ કરવા જઈશું
નવરાત્રિ દરમ્યાન પ્રાઇવેટ ગરબા અને સોસાયટીમાં પર્ફોમ કરવાની છું. ઉપરાંત નવરાત્રિમાં એક આલબ્મ પણ લોન્ચ થવા જઇ રહ્યું છે. હાલ વિદેશમાં પર્ફોમ કરવા જવાનો કોઇ જ પ્લાન નથી. - ઈશાની દવે

વિદેશમાં ગરબાનું હાલ કોઈ આયોજન નથી
નવરાત્રિ દરમિયાન વિદેશમાં પર્ફોમ કરવા જવાનું આયોજન હતું. પરંતુ હાલ તે મોકૂફ રાખ્યું છે. તેમજ લોકલ ગરબાના આયોજન માટે ઈન્કવાયરી છે પણ તેમાં બજેટના ઇશ્યૂ હોવાને કારણે હાલ પૂરતુ કોઈ કન્ફર્મેશન મળ્યું નથી. - હિરલ બ્રહ્મભટ્ટ

અન્ય સમાચારો પણ છે...