તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

નવરાત્રિ:ખેલૈયાઓનો નવરાત્રિ મૂડ: પ્લાસ્ટિક મટીરિયલનાં વોશેબલ ચણિયા-ચોળી તૈયાર, પાઘડીમાં મોદી-શાહ-રૂપાણીની તસવીરો

અમદાવાદ2 દિવસ પહેલા
  • કૉપી લિંક

શહેરના ખેલૈયાઓમાં નવરાત્રિનો શોખ કોરોનાકાળમાં પણ મક્કમ રહ્યો છે. ત્યારે એક ખેલૈયા અનુજ મુદલિયારે ઘઉં ભરવાના પ્લાસ્ટિકના મટીરિયલમાંથી નવરાત્રિનાં ચણિયા-ચોળી તૈયાર કર્યાં છે તેમજ સાથે પાઘડી બનાવી છે, જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી વિજય રૂપાણીનો ફોટો લગાવ્યો છે. ઉપરાંત અન્ય કેટલાક નેતાઓના પણ ફોટા મૂક્યા છે. કોરોનાને ધ્યાનમાં રાખીને નવરાત્રિ પર પ્રતિબંધ છે. ત્યારે ખેલૈયાએ પ્લાસ્ટિકનાં ચણિયા-ચોળી બનાવ્યાં છે જે વોશેબલ છે, તેમાં કચ્છી અને સેમી કચ્છી વર્ક કરવામાં આવ્યું છે.

સુરતના એક ફેશન ઇન્સ્ટિટ્યૂટ દ્વારા પીપીઇ ચણિયા-ચોળી બનાવાયાં છે.
સુરતના એક ફેશન ઇન્સ્ટિટ્યૂટ દ્વારા પીપીઇ ચણિયા-ચોળી બનાવાયાં છે.

સુરતમાં બનાવવામાં આવ્યાં PPE ચણિયા-ચોળી
કોરોના મહામારીને લઈને સરકાર દ્વારા નવરાત્રિના આયોજન પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. જોકે ગુજરાતીઓ ગરબા માટે એટલા જ ઉત્સુક હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્યારે સુરતના એક ફેશન ઈન્સ્ટિટ્યૂટ દ્વારા પીપીઈ કિટમાં ચણિયા-ચોળી બનાવવામાં આવ્યાં છે. પીપીઈ કિટમાં ચણિયા-ચોળીની જેમ ભરતકામ કરવામાં આવ્યું છે, જેને બનાવવા માટે અંદાજે 10 જેટલા દિવસનો સમય લાગ્યો છે.

ગુજરાતમાં સરકારે ગરબાની પરમિશન આપવી જોઈતી હતી: ખેલૈયા
ગુજરાતમાં સરકારે ગરબાની પરમિશન આપવી જોઈતી હતી: ખેલૈયા

ડ્રોઈંગ, સ્કેચિંગ, ટિશિંગ અને કટિંગમાં વધુ સમય લાગ્યો
ફેશન ઈન્સ્ટિટ્યૂટની વિદ્યાર્થિની શ્વેતા મેંદપરાએ જણાવ્યું હતું કે આ ચણિયા-ચોળી બનાવવા માટે 10 દિવસથી મહેનત કરી રહ્યા હતા. ડ્રોઈંગ, સ્કેચિંગ, ટિશિંગ અને કટિંગમાં સમય ગયો હતો. આ વર્ષે કોરોના કારણે ગુજરાતમાં સેફ્ટી માટે આ કિટ પહેરી શકે છે. ગુજરાતમાં સરકારે ગરબાની પરમિશન આપવી જોઈતી હતી. આ પીપીઈ કિટ તમામ બાજુએથી બંધ છે. આ કિટ કોરોના સામે સેફ્ટી છે. આ કિટ નોર્મલ લોકો પણ ખરીદી શકે છે.

કોરોના સામે સેફ્ટીને લઈને આ પીપીઈ ચણિયા-ચોળી બનાવવામાં આવ્યાં છે.
કોરોના સામે સેફ્ટીને લઈને આ પીપીઈ ચણિયા-ચોળી બનાવવામાં આવ્યાં છે.

ગરબાનો અનુભવ સાથે પ્રોટેક્શન પણ આપશે
ફેશન ઈન્સ્ટિટ્યૂટનાં અંકિતા ગોયલે જણાવ્યું હતું કે દર વર્ષે ગરબા થાય છે. એમાં ગુજરાતીઓ વધારે ગરબા કરતા હોય છે. જોકે આ વર્ષે કોરોનાને અને સેફ્ટીને લઈને પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જોકે સેફ્ટીને લઈને આ પીપીઈ ચણિયા-ચોળી બનાવવામાં આવ્યાં છે. આ ડ્રેસ ગરબાનો અનુભવ સાથે પ્રોટેક્શન પણ આપશે. આ પીપીઈ ચણિયા-ચોળી સીટા અપ્રુવ્ડ છે. આ કિટમાં ગરબાની જેમ છે અલગ અલગ કલરનો ઉપયોગ થયા છે, ખેલૈયાઓના કેડિયાની ડિઝાઈન, ઘેરવાળી પીપીઈ કિટ સાથે જોડી બનાવવામાં આવી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે પરિવાર સાથે કોઇ ધાર્મિક સ્થળ પર જવાનો પ્રોગ્રામ બની શકે છે. સાથે જ આરામમાં સમય પસાર થશે. બાળકોને કોઇ ઉપલબ્ધિ મળવાથી ઘરનું વાતાવરણ સારું જળવાશે. નેગેટિવઃ- આળસના કારણે થોડા કામ અધૂરા રહ...

વધુ વાંચો