ઉજવણી:ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી જીસેટ દ્વારા રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી કરવામાં આવી

અમદાવાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સ્વામી વિવેકાનંદજીએ ન માત્ર આધ્યાત્મિક્તા પરંતુ ફિલોસોફી, સામાજીક જીવન , વ્યવસાય વગેરે વિષયોમાં ચીંતન કરીને ભારતભરમાં જાગૃકત્તા કેળવવાનું ઉમદા કાર્ય કરેલ છે.
  • “વિવેકાનંદ, વ્યક્તિત્વ એવં વિચાર” વિષય પર વ્યાખ્યાન યોજાયું.

ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે સતત કાર્યરત રહે છે. આ ઉપરાંત આપણા સ્વતંત્ર સેનાનીઓ અને રાષ્ટ્રને સર્વોચ્ચ સ્થાન પર પહોંચાડનારા મહાનુભાવોના આદર્શોનું સિંચન આજની યુવા પેઢીમાં થાય તે માટે સમયાંતરે અનેક નીતનવા કાર્યક્રમો જીટીયુ દ્વારા યોજવામાં આવે છે. આજરોજ 12 જાન્યુઆરી સ્વામી વિવેકાનંદજીની જન્મજ્યંતિ અને રાષ્ટ્રીય યુવા દિવસના ઉપલક્ષે જીટીયુ સંચાલિત ગ્રેજ્યુએટ સ્કૂલ ઑફ એન્જિનિયરીંગ એન્ડ ટેક્નોલોજી (જીસેટ) દ્વારા “વિવેકાનંદ, વ્યક્તિત્વ એવં વિચાર” વિષય પર વ્યાખ્યાન યોજીને રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી કરી હતી હતી.

જીટીયુના કુલપતિ પ્રો. ડૉ. નવીન શેઠ અધ્યક્ષ સ્થાને હાજર રહીને જણાવ્યું હતું કે , વિવેકાનંદજીના આદર્શો અને મૂલ્યોને આજની યુવાપેઢીએ આત્મસાત કરીને પોતાના જીવનમાં ઉતારવા જોઈએ. આ પ્રસંગે મુખ્ય મહેમાન અને વક્તા તરીકે વિશ્વ સંવાદ કેન્દ્રના ટ્રસ્ટી હરેશ ઠક્કર, જીટીયુના કુલસચિવ ડૉ. કે. એન. ખેર અને જીટીયુ જીસેટના ડાયરેક્ટર ડૉ. એસ. ડી. પંચાલ ઉપસ્થિત રહ્યા હતાં.

“વિવેકાનંદ, વ્યક્તિત્વ એવં વિચાર” વિષય પર સંબોધતાં હરેશભાઈ ઠક્કરે જણાવ્યું હતું કે, સ્વામી વિવેકાનંદજીએ ન માત્ર આધ્યાત્મિક્તા પરંતુ ફિલોસોફી, સામાજીક જીવન, વ્યવસાય વગેરે વિષયોમાં ચીંતન કરીને ભારતભરમાં જાગૃકત્તા કેળવવાનું ઉમદા કાર્ય કરેલ છે. યુવા વર્ગ માટે સ્વામી વિવેકાનંદજીનું જીવન વ્યક્તિત્વ વિકાસથી લઈને જીવન ઘડતરની દરેક ક્ષણ માટે પથદર્શક સાબિત થાય છે. ઉજવણી પ્રસંગે વર્તમાન પરિસ્થિતીને ધ્યાનમાં રાખીને સરકારની ગાઈડલાઈન પ્રમાણે સ્ટાફગણ અને વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતાં. કાર્યક્રમના સફળ આયોજન બદલ જીટીયુના કુલપતિ અને કુલસચિવએ જીટીયુ જીસેટના તમામ કર્મચારીઓને અભિનંદન પાઠવ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...