​​​​​​​આઝાદીનો અમૃત મહોત્સવ:ગુજરાત યુનિવર્સિટી ખાતે 'શ્રેષ્ઠ ભારત કે પાંચ પ્રકલ્પ' અંતર્ગત ગૌ અને પ્રાકૃતિક ખેતી પર રાષ્ટ્રીય સેમિનાર યોજાયો

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

ગુજરાત યુનિવર્સિટી ખાતે આઝાદીના અમૃત મહોત્સવ શ્રેષ્ઠ ભારત કે પાંચ પ્રકલ્પ અંતર્ગત પ્રકલ્પ-3 ગૌ અને પ્રાકૃતિક ખેતી સંદર્ભે રાષ્ટ્રીય સેમિનારનું આયોજન સ્કૂલ મનોવિજ્ઞાન તત્વજ્ઞાન અને શિક્ષણ વિભાગ ખાતે બપોરે 12.00 કલાકે આયોજિત થયેલ હતો. આ પ્રસંગે ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ પ્રોફે.ડો.હિમાંશુ પંડ્યા સાહેબ સાથે મુખ્ય મહેમાન તરીકે જગન્નાથ કુંજ વિહારી સ્વેની અધ્યક્ષ એન.એસ.સી.એફ. ગુજરાત અને ડો.નાગરાજન હેગડે સંસ્થાપક ચેરમેન તથા એમ.ડી હાઇટેક એગ્રીકલ્ચર બેંગલુરુ કર્ણાટક ઉપસ્થિત રહ્યા હતા.

આ સાથે જ પ્રકલ્પ-3ના કન્વીનર પ્રોફે.ડો.મયુરીબેન ભાટિયા અને આ સમિતિના સદસ્યો આઝાદીના અમૃત મહોત્સવ શ્રેષ્ઠ ભારત કે પાંચ પ્રકલ્પ સમિતિના કોર્ડીનેટર ડો.દિલીપ ચારણ, સિન્ડીકેટ સદસ્ય ડો.વનરાજસિંહ ચાવડા, સેનેટ સભ્ય અને પ્રોફેસર ડો.મુકેશ ખટીક સમિતિના કો-કોર્ડિનેટર ડો.યોગેશ પારેખ, અનુસ્નાતક ભવનોના અધ્યક્ષ અધ્યાપકો અધિકારીઓ સાથે અનુસ્નાતક કક્ષાના વિધાર્થીઓ અને સંશોધકો ઉપસ્થિત રહ્યા હતા

સેમિનારની શરૂઆત દિપ પ્રાગટયથી ઉપસ્થિત મહાનુભાવો, કન્વીનર સાથે સમિતિના સદસ્યો દ્વારા કરવામાં આવેલ હતું ત્યારબાદ ઉપસ્થિત બંને મહાનુભાવોનું સ્વાગત મોમેન્ટો અને રુદ્રાક્ષની માળાથી માનનીય કુલપતિ અને કન્વીનર દ્વારા કરવામાં આવેલ હતું. સેમિનાર પ્રારંભે પ્રકલ્પ-3ના કન્વીનર પ્રોફે. ડો. મયુરીબેન ભાટિયા દ્વારા શાબ્દિક આવકાર પ્રવચન આપવા સાથે મહેમાનનો વિગતે પરીચય આપવામાં આવેલ હતો. સમિતિના કોર્ડિનેટર ડો. દિલીપ ચારણ દ્વારા શ્રેષ્ઠ ભારત કે પાંચ પ્રકલ્પ અંતર્ગત કરવામાં આવતી વિવિધ કામગીરી અને પાંચ પ્રકલ્પો વિશે માહિતી રજૂ કરવામાં આવેલ હતી.

પ્રાસંગિક ઉદ્દબોધન કરતા ગુજરાત યુનિવર્સિટીના કુલપતિએ હાલની વિવિધ આરોગ્યલક્ષી સમસ્યાઓ જોતા તેમજ બદલાતા વાતાવરણ સાથે ચોક્ક્સપણે પ્રાકૃતિક ખેતી પર જ આગળ વધવું જ પડશે એ જણાવેલ હતું. સાથે જ પ્રોફે. ડો. મયુરીબેન ભાટિયાના પ્રાસંગિક આવકાર પ્રવચનમાં જ ગૌ શબ્દના સંસ્કૃતમાં 21 અર્થ થાય એ સંદર્ભે કન્વીનર અને પ્રોફે. ડો. મયુરીબેન ભાટિયાને આ સંદર્ભે વધુમાં સંશોધન સાથે જાગરૂકતા થાય તે સૂચન તેમજ ગૌ આધારિત વિવિધ પ્રોડક્ટ બાબતોની સ્વાસ્થય અને આરોગ્ય સાથે પુરાતન સમયથી વર્તમાન સમય સુધી અને ભવિષ્યમાં પણ એટલી જ મહત્ત્વતા રહેશે એ સંદર્ભે વિવિધ ઉદાહરણો સાથે ઉદ્દ્બોધન સાથે શુભેચ્છા પાઠવી હતી. ઉપકુલપતિ ડો.જગદીશ ભાવસાર સેમિનાર સંદર્ભે શુભેચ્છા સંદેશ પાઠવેલ હતો.

આ સેમિનારના મુખ્ય વકતાઓ પૈકી જગન્નાથ સ્વેની એન.એસ.સી ફાઉન્ડેશન ગુજરાત દ્વારા ઓર્ગેનિક એટલે શું તે સ્પષ્ટ કરી સજીવ્વ ખેતીનું મહત્ત્વ સમજાવ્યું ગાયની વિશિષ્ટતાઓ જણાવી ગાયપાલનથી સ્વદેશી વસ્તુઓના વપરાશ અને આ સંદર્ભે રોજગારીની તકોનું મહત્ત્વ સમજાવ્યુ હતું. સાથે સાથે ફેમિલી ડોકટરની જગ્યાએ ફેમિલી ફાર્મર કાઉ હોસ્ટેલ અને વિવિધ ખ્યાલોનો પરિચય કરાવ્યો હતો. ડો.નાગરાજન હેગડે સંસ્થાપક ચેરમેન તથા એમ.ડી હાઇટેક એગ્રીકલચર બેંગલુરુ કર્ણાટક પદ્ભાવન અને તદ્દ્ભવતી અનુસાર મનુષ્યને ભાવના અનુસારે સમજાવતા તેમની કંપનીના કાર્યક્ષેત્રને ટાંકીને ઓર્ગેનિક પ્રોડક્ટ સાથે ઓર્ગેનિક ખેતી વિશે વિગતે સમજાવેલ હતું તેનું ફળ મળે છે. કાર્યક્રમનું સંચાલન પ્રોફે.ડો.આનંદ વસાવા સાહેબે કરેલ હતું સાથે આ પ્રસંગે પ્રકલ્પ 3 સમિતિના તમામ સદસ્યો સુધાંશુ જાંગીડ, ડો.કિરણસિંહ રાજપૂત ડો.મમતા બ્રહ્યભટ્ટ ડો.આનંદ વસાવા સહિત અધ્યાપકો અને સંશોધકો હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...