તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
નેશનલ મેડિકલ કમિશન દ્વારા UG મેડિકલની પરીક્ષાઓમાં બહારના એક્ઝામિનર્સની નિમણૂંક કરવાના નિયમો અંતર્ગત ખાસ છુટછાટો આપવામા આવી છે. જે અંતર્ગત યુનિવર્સિટીઓ રાજ્યની જ અન્ય યુનિવર્સિટીઓના પરીક્ષકોને બોલાવી શકશે. જો કે ફાઈનલ થીયરી પરીક્ષાઓમાં યુનિવર્સિટીઓએ પરીક્ષા બાદ ઉત્તરવહીઓનું સેન્ટ્રલ એસેસમેન્ટ કરાવવાનું રહેશે.આ ઉપરાંત પરીક્ષા પુરી થયાં બાદ સેન્ટ્રલ એસેસમેન્ટમાં જ દરેક વિદ્યાર્થીઓની ઉત્તરવહીની ચકાસણી કરવાની રહેશે.
પરીક્ષકોના નિયમોમાં મેડિકલ કમિશને છુટછાટો આપી
ગ્રેજ્યુએશન મેડિકલ રેગ્યુલેશન અંતર્ગત દરેક યુનિ.એ મેડિકલની ફાઈનલ પરીક્ષાઓમાં ફરજીયાત રાજ્ય બહારની યુનિવર્સિટીઓમાં એક્ઝામિનર્સ બોલાવી નિમવાના હોય છે.જેથી પરીક્ષાઓમાં કોઈ ગેરરીતિ ન થાય અને પારદર્શિતા રહે. કોરોનાની પેન્ડેમિક સ્થિતિમાં નેશનલ મેડિકલ કમિશન દ્વારા ચાલુ વર્ષે પરીક્ષાઓમાં ખાસ છુટછાટો આપી છે.અગાઉ UG-PGની પરીક્ષાઓમાં છુટ આપ્યા બાદ હવે લેવાનારી UGની ફાઈનલ મેડિકલ પરીક્ષાઓને લઈને પણ મેડિકલ કમિશનને છુટ આપતો સર્ક્યુલર કર્યો છે.જે અંતર્ગત દરેક યુનિવર્સિટીઓ એ પરીક્ષામાં રાજ્ય બહારના જ એક્ઝામિનર્સ બોલાવવવા પ્રાથમિક આપવાની રહેશે.પરંતુ જો તે શક્ય ન બને તો જે તે યુનિ.રાજ્યની જ અન્ય યુનિવર્સિટીઓમાંથી પરીક્ષકો બોલાવી શકશે.
પરીક્ષકોએ ફરજીયાત પરીક્ષા સ્થળે ફિઝિકલી હાજર રહેવાનું રહેશે
રાજ્યની એક જ હેલ્થ કે મેડિકલ યુનિ.ના કેસમાં એક કોલેજ બીજી કોલેજમાંથી પરીક્ષકો બોલાવી શકશે. પરીક્ષકોએ ફરજીયાત પરીક્ષા સ્થળે ફિઝિકલી હાજર રહેવાનું રહેશે. આ ઉપરાંત એમબીબીએસની થીયરી પરીક્ષામાં ઉત્તરવહીઓનું મુલ્યાંકન સેન્ટ્રલ એસેસમેન્ટ પ્રોગ્રામ હેઠળ જ કરવાનું રહેશે. મેડિકલ કમિશન દ્વારા ૨૦૧૯-૨૦માં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓની બેચથી લાગુ પડે તેમ આ છુટછાટો લાગુ કરી છે.યુનિ.ઓએ કેટલા એક્ઝામિનર્સની જરૃર પડશે તે પણ અગાઉથી ફિક્સ કરવાનું રહેશે અને ચોક્કસ આયોજન કરવાનું રહેશે.
પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.