તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નેતાઓમાં કોરોના:એહમદ પટેલની કોરોના બાદ ફરી તબિયત બગડતા વેન્ટિલેટર પર રખાયા, નરહરિ અમીન અને તેમનાં પત્ની કોરોના પોઝિટિવ

અમદાવાદ5 મહિનો પહેલા
 • કૉપી લિંક
એહમદ પટેલ - ફાઇલ તસવીર - Divya Bhaskar
એહમદ પટેલ - ફાઇલ તસવીર
 • અમીન દંપતી અમદાવાદની હોસ્પિટલમાં દાખલ

કોંગ્રેસના રાષ્ટ્રીય કોષાધ્યક્ષ અને સાંસદ અહેમદ પટેલને કોરોના થયો હતો, તેવું રાજકીય સૂત્રોનું કહેવું છે. સૂત્રોના કહ્યા પ્રમાણે કોરોનામાંથી બહાર આવી ગયા પછી તેમની તબિયતમાં થોડા કોમ્પ્લિકેશન થયા હતા. જેને કારણે તેમની તબિયત એકાએક લથડતા તેમને દિલ્હીની મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવા પડયા છે, જ્યાં તેમને વેન્ટિલેટર પર લેવા પડયા છે. તેમની તબિયત લથડતા ગુજરાતમાંથી પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયા અને ગૌરવ પંડયા દિલ્હી દોડ્યા હતા. સાંસદ શકિતસિંહ ગોહિલ પણ હોસ્પિટલ દોડ્યા હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના નેતાઓએ નરહરિ અમીનના ખબરઅંતર પુછ્યાં
વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નરહરિ અમીન અને તેમના પત્ની નીતાબેન અમીનના કોરોના સંક્રમિત થવાના સમાચાર સાંભળીને બન્ને સાથે ટેલિફોનિક વાત કરીને ખબર અંતર પૂછ્યા હતા અને જલ્દીથી સ્વસ્થ થવાની શુભકામના પાઠવી હતી. આ ઉપરાંત દેશના ગૃહપ્રધાન અમિત શાહ, ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી, રાજયના શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, ગુજરાત રાજ્ય ભાજપ પ્રદેશ મહામંત્રી ભીખુભાઇ દલસાનિયા, તેમજ પ્રદેશ ભાજપના આગેવાનો, સરકારના મંત્રીઓ, પદાધિકારીઓ, ઉદ્યોગપતિઓ, સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો, ધાર્મિક સંસ્થાઓ તેમજ અન્ય અનેક લોકોએ તેમને જલ્દીથી સ્વસ્થ થવાની શુભકામનાઓ પાઠવી હતી.

અમીન દંપતીને યુએન મહેતામાં ખસેડાયા
બીજી બાજુ ગુજરાતના ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી તથા ભાજપના રાજ્યસભાના સાંસદ નરહરિ અમીન અને તેમનાં પત્નીને કોરોના પોઝિટિવ આવતાં અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ કરાયા છે. રાજ્યમાં કોરોના સંક્રમણમાં સતત વધારો થઇ રહ્યો છે. તાજેતરમાં રાજ્યસભાના સાંસદ અને કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલને પણ કોરોના પોઝિટિવ આવ્યો હતો.

ડોક્ટરોની ટીમ સતત સારવાર આપી રહી છે
એહમદ પટેલ થોડા દિવસ પહેલા જ કોરોના વાઇરસથી સંક્રમિત થયા હતા અને તેમાં તેમને લમ્સ ઇન્ફેક્શન થયું હતું. હાલ દિલ્હીના ખાનગી હોસ્પિટલના ડોક્ટરોની ટીમ એહમદ પટેલને સતત સારવાર આપી રહી છે. કોંગ્રેસના નેતા અર્જુન મોઠવાડિયા, અમિત ચાવડા, પરેશ ધાનાણી અને હાર્દિક પટેલ સહિતના નેતાઓએ ખબર અંતર પૂછ્યા છે. આ મામલે ગુજરાત કોંગ્રેસે જણાવ્યું છે કે, હાલ એહમદ પટેલની તબિયત સ્થિર છે અને સારવાર ચાલી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો