તાલીમ:નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશન દ્વારા સુરતમાં જીઓટેકનિકલ ઈન્વેસ્ટિગેશન લેબમાં સિવિલ એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓને તાલીમ અપાશે

અમદાવાદ4 મહિનો પહેલા
આ લેબોરેટરી ઇન્વેસ્ટિગેશન સાધનોથી  સુ-સજ્જ છે
  • સંપૂર્ણ ઓટોમેટિક અને સેમી-ઓટોમેટિક ગ્રાઉન્ડ સ્ટાન્ડર્ડ ટેસ્ટિંગ મશીન પ્રોજેકટ સાઇટ પર મૂકવામાં આવ્યા

મુંબઈ અમદાવાદ હાઈ સ્પીડ રેલ પ્રોજેક્ટનું કામ ગતિ પકડી રહ્યું છે. ત્યારે નેશનલ સ્કિલ ડેવલોપમેન્ટ પ્રોગ્રામ અંતર્ગત NHSRCL( નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન) દ્વારા સિવિલ એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ માટે સુરતમાં સ્થાપવામાં આવેલી જીઓ ટેકનિકલ ઈન્વેસ્ટિગેશન લેબ ખાતે તાલીમ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે.

188 લેબ ટેક્નિશિયન્સ દ્વારા રોજના 3500 ટેસ્ટ થઈ શકે
આ લેબોરેટરીને એશિયાની સૌથી મોટી જીઓટેકનિકલ લેબોરેટરી ગણવામાં આવે છે. 900 વ્યક્તિ માટે (500 ફિલ્ડ પર અને 400 લેબોરેટરીમાં) રોજગારી પેદા કરી છે. એન્જિનિયર્સ, ટેક્નિશિયન્સ અને કુશળ મજૂરો સહિત આ લેબોરેટરી ઇન્વેસ્ટિગેશન સાધનોથી સુ-સજ્જ છે. આ સુવિધાથી જીઓ ટેકનિકલ એન્જિનિયર્સ અને 188 લેબ ટેક્નિશિયન્સ દ્વારા રોજના 3500 ટેસ્ટ કરી શકે છે.

આ સુવિધાથી જીઓ ટેકનિકલ એન્જિનિયર્સ અને 188 લેબ ટેક્નિશિયન્સ દ્વારા રોજના 3500 ટેસ્ટ કરી શકે છે.
આ સુવિધાથી જીઓ ટેકનિકલ એન્જિનિયર્સ અને 188 લેબ ટેક્નિશિયન્સ દ્વારા રોજના 3500 ટેસ્ટ કરી શકે છે.

વિદ્યાર્થીઓને સાધનો સાથે પરિચિત કરવામાં આવે છે
તાલીમ દરમ્યાન વિદ્યાર્થીઓને સાધનો સાથે પરિચિત કરવામાં આવે છે.જેમાં વિવિધ જીઓટેકનિકલ ઇન્વેસ્ટિગેશનમાં વાપરવામાં આવે છે. આ ઉપરાંત, લેક્ચર્સ, ફિલ્ડ ટેસ્ટ, જેવા કે લેબોરેટરી ટેસ્ટ દ્વારા જમીનની લાક્ષણિક્તા નક્કી કરવા માટે પ્લેટ લોડ ટેસ્ટ, પાઇલ લોડ ટેસ્ટનું પણ ડેમોન્સ્ટ્રેશન આપવામાં આવે છે.આ સુવિધા સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનૉલોજી (SVNIT) સુરતની 35 વિદ્યાર્થીઓની પહેલી બેચે મેળવી જ લીધી છે.

તાલીમ દરમ્યાન વિદ્યાર્થીઓને સાધનો સાથે પરિચિત કરવામાં આવે છે
તાલીમ દરમ્યાન વિદ્યાર્થીઓને સાધનો સાથે પરિચિત કરવામાં આવે છે

ટેસ્ટિંગ મશીન પ્રોજેકટ સાઇટ પર મૂકવામાં આવ્યા
MAHSR પ્રોજેકટએ સ્થાનિક જીઓટેક ઇન્વેસ્ટિગેશન સેટ અપને તેમના જૂના સાધનોને અપગ્રેડ કરવામાં વેગ/પ્રોત્સાહન પણ આપેલ છે.વલસાડ,સુરત,વડોદરા,આણંદ અને અમદાવાદ ખાતે લગભગ 15 લેબોરેટરીઓએ તેમનું માળખું જે પ્રોજેકટમાં અનુપાલન કરવા જરૂરી છે તેને આંતરરાષ્ટ્રીય ધોરણો મુજબ અપગ્રેડ કરેલ છે.સંપૂર્ણ ઓટોમેટિક અને સેમી-ઓટોમેટિક ગ્રાઉન્ડ સ્ટાન્ડર્ડ ટેસ્ટિંગ મશીન પ્રોજેકટ સાઇટ પર મૂકવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...