ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ કાર્યાલય "કમલમ" ખાતે રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સ્વયંસેવક અભિયાન કાર્યક્રમ આજે શરૂ કરાયો છે. જેમાં દરેક જિલ્લામાંથી 4 કાર્યકરો આવ્યા હતા. આ કાર્યક્રમમાં આવનારા સમયમાં જો સંભવિત ત્રીજી લહેર આવે તો કઈ રીતે કામગીરી કરવી તે માટે પ્રશિક્ષણ આપવાનું આયોજન કરવામાં આવ્યું છે. કોરોનાનાં ત્રીજી લહેર સામે લડવાની તૈયારી માટે કેન્દ્રીય સુચના પ્રમાણે કામ કરાશે.
શકમંદ વ્યક્તિની પ્રાથમિક તપાસ કરાશે
સ્વયંસેવક લોકોને જો શકમંદ કોઈ વ્યક્તિ જણાશે તો તેની પ્રાથમિક તપાસ કરાવામાં આવશે. હવે જિલ્લા કક્ષાએ ત્યાર બાદ, મંડળ કક્ષાએ સ્વાસ્થ્ય સેવક પહોંચે તે માટે ભાજપ દ્વારા કામગીરી કરવાનું આયોજન કરવામાં આવશે. સાથે જ ઓન લાઈન રજિસ્ટ્રેશન અને ફીડબેકની વ્યવસ્થા કરવામાં આવશે.
બેઠકમાં સંગઠન મહામંત્રી રત્નાકર સહીતના હોદ્દેદારો ઉપસ્થિત
આ બેઠકમાં રાષ્ટ્રીય સહસંગઠન મહામંત્રી શિવપ્રકાશ, પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકર અને પ્રદેશ મહામંત્રી તથા સ્વાસ્થ્ય સ્વયંસેવક અભિયાનના પ્રદેશ ઇન્ચાર્જ રજની પટેલની ઉપસ્થિતિમાં યોજાઇ હતી. કાર્યક્રમમાં પ્રદેશ મહામંત્રીઓ પ્રદીપસિંહ વાઘેલા, ભાર્ગવ ભટ્ટ, ડૉક્ટર સેલના સંયોજક ડૉ.ધર્મેન્દ્ર ગજ્જર, સોશિયલ મીડિયા સહકન્વીનર મનન દાણી, રાજકીય પ્રતિસાદ અને પ્રતિક્રિયા વિભાગના સંયોજક ડૉ.ઋત્વિજ પટેલ, આઈ.ટી વિભાગના સહ કન્વીનર મહેશ મોદી સહિત પ્રદેશના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.