ભારત સરકાર દ્વારા દર 3 વર્ષે નેશનલ એચિવમેન્ટ સરવે યોજાય છે. જેમાં ધોરણ 3,5,8 અને 10ના વિદ્યાર્થીઓની આઉટક્રમ આધારિત ક્ષમતાનો સરવે કરવામાં આવે છે. છેલ્લે આ સરવે 2017-18માં યોજાયો હતો. ત્યારે આજે અમદાવાદની 206 સ્કૂલોમાં ધોરણ 3,5,8 અને 10ના વિદ્યાર્થીઓ NASની પરીક્ષા આપી રહ્યાં છે. આ વર્ષે દિવાળી વેકેશન દરમિયાન આજે 12 નવેમ્બરે NASની પરીક્ષા યોજાઈ રહી છે. દિવાળી વેકેશન હોવા છતાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા આવ્યા છે.
કેટેગરી મુજબ સ્કૂલો અને વર્ગોની પસંદગી કરાઈ
2020માં આ પરીક્ષા યોજાવવાની હતી. પરંતુ કોરોનાને કારણે પરીક્ષા યોજાઈ શકી નહોતી. જેથી આ વર્ષે પરીક્ષા યોજાઇ રહી છે.આ પરીક્ષામાં અમદાવાદની 206 સ્કૂલો પસંદ કરવામાં આવી છે. જેમાં AMC સ્કૂલ બોર્ડ હસ્તકની 25 સ્કૂલોના 2042 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. સવારે 10 વાગ્યા થી પરીક્ષા શરૂ થઈ છે. જેમાં ધોરણ પ્રમાણે અલગ અલગ સમય રાખવામાં આવ્યો છે. આ પરીક્ષા અને સર્વે માટે કેટેગરી મુજબ સ્કૂલો અને વર્ગોની પસંદગી કરવામાં આવી છે.
ગુજરાતમાં કુલ 6064 સ્કૂલોમાં આ સરવે યોજાશે
ગુજરાતમાં કુલ 6064 સ્કૂલોમાં આ સરવે યોજાશે. ધોરણ 3માં ભાષા, ગણિત અને પર્યાવરણ, ધોરણ 5માં ભાષા,ગણિત અને પર્યાવરણ, ધોરણ 8માં ભાષા,ગણિત,વિજ્ઞાન, સા.વિજ્ઞાન અને અંગ્રેજીની પરીક્ષા યોજાશે. તથા ધોરણ 10માં પણ મુખ્ય વિષયોની પરીક્ષા યોજાઈ રહી છે. DIET, GCERTની કેપૅસીટી બિલ્ડ કરી શકાશે.રાષ્ટ્રીય શિક્ષણ નીતિ -2020 ને ટ્રેક કરવામાં મદદ થશે. આ પરીક્ષા કેન્દ્રના શિક્ષણ વિભાગ દ્વારા લેવામાં આવતી હોવાથી પરીક્ષા કેન્દ્ર પર નિરિક્ષકો પણ મૂકવામાં આવ્યા છે. જેથી પરીક્ષા કેન્દ્ર પર સામાન્ય પરીક્ષા કરતા અનેક પ્રતિબંધ મૂકવામાં આવ્યા છે.
વિદ્યાર્થીના શિક્ષણની સ્થિતિ જાણી શકાશે
કેન્દ્ર સરકાર દ્વારા વિદ્યાર્થીઓમાં શિક્ષણની ગુણવત્તા જાણવા દર ત્રણ વર્ષ સરવે કરવામાં આવે છે.ઓનલાઈન શિક્ષણથી વિદ્યાર્થીના શિક્ષણ અંગે શુ ફેરફાર થયો તે પણ જાણી શકાશે અને તેના પરિણામ આધારે ભવિષ્યમાં બાળકો માટે નવી શિક્ષણ નીતિ ઘડવાનો માર્ગ મોકળો બનશે. વિદ્યાર્થીઓ તેમજ શાળાઓની પણ શિક્ષણ અંગેની શું સ્થિતિ છે તે જાણી શકાશે. આ સરવે અને પરીક્ષાથી જે તે રાજય અને જિલ્લામાં વિષય વાર વિદ્યાર્થીઓનું પર્ફોમન્સ જાણી શકાશે. આ સરવેના આધારે શિક્ષકો, સુપરવાઈઝરી સ્ટાફની તાલીમ નિયત થશે. DIET,GCERTની કેપૅસીટી બિલ્ડ કરી શકાશે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ -2020ને ટ્રેક કરવામાં મદદ થશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.