સાયબર ક્રાઈમ:અમદાવાદમાં ઝૂમ એપ્લિકેશનમાં ઓનલાઈન ક્લાસિસ દરમિયાન વિદ્યાર્થીની માતા વિશે બિભત્સ મેસેજો કર્યા

અમદાવાદ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
ઝૂમ એપ્લિકેશન પર ભણતા બાળકો સાથે રોજ માતા બેસતી હતી ( પ્રતિકાત્મક તસવીર) - Divya Bhaskar
ઝૂમ એપ્લિકેશન પર ભણતા બાળકો સાથે રોજ માતા બેસતી હતી ( પ્રતિકાત્મક તસવીર)
  • મેસેજના સ્ક્રિન શોટ લઈને વિદ્યાર્થીની માતાએ શિક્ષક અને પ્રિન્સિપાલને જાણ કરી
  • સાયબર ક્રાઈમમાં અરજી કર્યા બાદ પોલીસે ત્રણ મહિને બે ઝૂમ આઈડી ધારકો સામે ગુનો નોંધ્યો

અમદાવાદમાં સાયબર ક્રાઈમના કેસોમાં દિવસે દિવસે વધારો થઈ રહ્યો છે. હાલમાં સ્કૂલોમાં ઓફલાઈનની સાથે સાથે ઓનલાઈન શિક્ષણ ચાલુ છે. ત્યારે શહેરની મણિનગરની એક સ્કૂલના ઝૂમ એપ્લિકેશનમાં ઓનલાઈન ક્લાસ દરમિયાન વિદ્યાર્થીની માતા વિશે બિભત્સ મેસેજો કરાયા હતાં. આ મેસેજના સ્ક્રિન શોટ લઈને વિદ્યાર્થીની માતાએ શિક્ષક અને પ્રિન્સિપાલને જાણ કરી હતી. બાદમાં સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં તેમણે અરજી આપી હતી. પોલીસે આ કેસમા ત્રણ મહિના બાદ બે ઝૂન આઈડી ધારક સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

ક્લાસીસ દરમિયાન બાળકો સાથે માતા બેસે છે
પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદના ઇસનપુર વિસ્તારમાં રહેતા યુવકને બે બાળકો છે. જેઓ મણિનગર ઇસ્ટમાં હેબ્રોન પ્રાઇમરી ઈંગ્લિશ સ્કૂલમાં અભ્યાસ કરે છે. એક ધો. 2 અને એક સિનિયર કે.જીમાં અભ્યાસ કરે છે. કોરોના કાળથી તેમના બંને બાળકોના ઓનલાઇન ઝૂમ કલાસીસ લેવામાં આવે છે. બંને બાળકો સાથે ઓનલાઇન ઝૂમ એપ્લિકેશનમાં લેવાતાં ક્લાસમાં તેમની પત્ની પણ સાથે બેસે છે.

પોલીસે બે ઝૂમ આઈડી ધારકો સામે ગુનો નોંધ્યો ( પ્રતિકાત્મક તસવીર)
પોલીસે બે ઝૂમ આઈડી ધારકો સામે ગુનો નોંધ્યો ( પ્રતિકાત્મક તસવીર)

પોલીસે બે ઝૂમ આઈડી ધારકો સામે ગુનો નોંધ્યો
24 જુનના રોજ કલાસ દરમ્યાન બે ઝૂમ આઈડી ધારકે બંને બાળકોની માતા વિશે બિભત્સ મેસેજો કર્યા હતા. જેના સ્ક્રીન શોટ તેમની પત્નીએ લીધા હતા. જે સ્કૂલના ટીચર તેમજ પ્રિન્સિપાલને જાણ કરી હતી. બાદમાં સાયબર ક્રાઈમમાં ફરિયાદની અરજી આપી હતી. બાદમાં પોલીસે ત્રણ મહિના બાદ આ કેસમાં બે ઝૂમ આઈડી ધારકો સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...