સુસાઇડ નોટમાં ઘટસ્ફોટ:અમદાવાદના નરોડા યુવક આપઘાત કેસમાં વળાંકઃ સુસાઇડ નોટમાં લખ્યું, સ્વામી અમૃતજીવનદાસે નેપાળ ટૂરના 17 લાખ ન આપતાં જીવ ટૂંકાવ્યો

અમદાવાદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમૃતજીવનદાસ ફ્લાઇટ કી ટિકિટ મેરે સે કરતે થે ઔર મેં ઉનસે પૈસે નહિ લેતા થાઃ સુસાઇડ નોટ, ડાબેથી મૃતક જૈમિન પટેલ અને સ્વામી અમૃતજીવનદાસ. - Divya Bhaskar
અમૃતજીવનદાસ ફ્લાઇટ કી ટિકિટ મેરે સે કરતે થે ઔર મેં ઉનસે પૈસે નહિ લેતા થાઃ સુસાઇડ નોટ, ડાબેથી મૃતક જૈમિન પટેલ અને સ્વામી અમૃતજીવનદાસ.
  • હરિભક્તો સાથે ફ્લાઈટમાં નેપાળ ગયા, ફર્યા પણ પૈસા આપવાના આવ્યા એટલે હાથ અદ્ધર કરી દીધા

શહેરના નરોડામાં રહેતા અને અગાઉ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સનું કામ કરતા યુવકે જુલાઈમાં કરેલા આપઘાતમાં નવો વળાંક આવ્યો છે. યુવકે તેના ફોઈના દીકરા અને નવી મુંબઈ ખાલાપુરના સ્વામિનારાયણ ગુરુકુળ થતા આણંદ વલ્લભ વિદ્યાનગર ગુરુકુળના સ્વામી અમૃતજીવનદાસ સાથેની 17 લાખની લેતીદેતી આપઘાત પાછળ કારણભૂત હોવાનો ઘટસ્ફોટ થયો છે. આ ઘટસ્ફોટમાં મૃતકની સુસાઇડ નોટના આધારે કરવામાં આવ્યો છે. મૃતકના ઘરેથી સુસાઇડ નોટની સાથે વિડિયો પણ મળી આવ્યો છે, જે બાબતે નરોડા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

પત્નીએ ઘઉંમાં નાખવાની ટેબ્લેટ અંગે પૂછ્યું, પણ પતિએ જવાબ ના આપ્યો અને બેભાન થઈ ગયા
મૂળ સાબરકાંઠાના પ્રવીણભાઈ પટેલ સિરોહીના મકાવલ ગામમાં રહી ખેતીકામ કરે છે. તેમનો મોટો દીકરો જૈમિન પત્ની દીપિકા સાથે નરોડામાં સ્વામિનારાયણ ફ્લેટમાં રહેતો હતો અને ઘરેથી જહાન હોલિડે સોલ્યુશન નામથી ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સનું કામ કરતો હતો. ગત 14 જુલાઈના રોજ દીપિકા બહેન ઘરે હતાં અને પતિ જૈમિન પણ ઘરે હતાં. આ દરમિયાન બપોરે બેઠક રૂમમાં જૈમિનભાઈ કામ કરતા હતા ત્યારે ઘઉંમાં નાખવાની સેલફોસ નામની ટેબ્લેટ બાબતે દીપિકાબહેને પતિ જૈમિનભાઈને પૂછ્યું હતું. જોકે એ બાબતે તેમણે જવાબ આપ્યો ન હતો. બાદમાં જૈમિનભાઈ બેભાન થઈ જતાં તેમને બાપુનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં બીજા જ દિવસે તેમનું મૃત્યુ થયું હતું.

મૃતકના ફોઈનો દીકરો અને આ કેસનો આરોપી પિનાકિન પટેલ.
મૃતકના ફોઈનો દીકરો અને આ કેસનો આરોપી પિનાકિન પટેલ.

‘અમૃતજીવનદાસ ફ્લાઇટ કી ટિકિટ મેરે સે કરતે થે, ઔર મેં ઉનસે પૈસે નહિ લેતા થા’
અંતિમવિધિ પૂરી કરી પરિવાર નરોડાના ઘરે આવ્યો ત્યારે જૈમિનભાઈની બેગમાંથી સુસાઈડ નોટ મળી હતી. આ સુસાઈડ નોટમાં તેમણે લખ્યું છે કે ‘મેં આત્મહત્યા ક્યોં કર રહા હૂ વો મેં પાપા આપકો બતાના ચાહતા હૂ, મુજે પાપા માફ કર દેના. મેરા ખુદ કા હિંમતનગર મેં ટ્રાવેલ્સ કા બિઝનેસ થા. મેરી ટ્રાવેલ કંપની કા નામ જહાન હોલિડે સોલ્યુશન થા. મેં મેરી ફઇ કે વહાં રહેતા થા ઔર ફઇ કે લડકે પિનાકિન પટેલ કે કારણ અમૃતજીવનદાસ સ્વામી કે સાથ મુલાકાત હુઈ થી ઔર અમૃતજીવનદાસ કો મૈંને મેરે બિઝનેસ કે બારે મેં બતાયા થા. અમૃતજીવનદાસ ફ્લાઇટ કી ટિકિટ મેરે સે કરતે થે, ઔર મેં ઉનસે પૈસે નહિં લેતા થા. સ્વામી ભગવાન કા રૂપ હોતે હૈ ઉનસે કયા પૈસે લેના ઐસા મેં સોચતા થા’

‘પિનાકિન કો પૂછા તો ઉસને મના કર દિયા કી ઉસકો અમૃતજીવનદાસને કુછ નહિ દિયા હે’
મૃતક સુસાઈડ નોટમાં આગળ લખે છે ‘બાદ મેં ઉન્હોને હરિભક્તો કો નેપાલ લે જાને કે લિયે મેરે સે બુકિંગ કરવાયા ઔર મૈને રૂ.40 લાખ કા ક્વોટેશન દિયા થા. ઔર ઉન્હોને વો પાસ ભી કર દિયા થા. બાદ મેં ઉન્હોને 22.84 લાખ કા પેમેન્ટ કિયા. જો બાકી થાય વો પેમેન્ટ ગુજરાત આને કે બાદ મેં દેને કા ઉન્હોને બોલા થા. લેકિન મુજે આગે ભી દેના પડતા હૈ ઇસલિયે યે મંજુર નહિ થા. તબ અમૃતજીવનદાસજીને પિનાકીન દે દેગા એસા બોલા થા. બાદ મેં ટુર હુઈ ઔર મેરા પેમેન્ટ નહિં આયા થા. પિનાકીન કો પૂછા તો ઉસને મના કર દિયા કી ઉસકો અમૃતજીવનદાસને કુછ નહિ દિયા હે. લોગો સે ઈકઠે કર કે મૈંને કુછ વ્યવસ્થા કી ઔર મેં ડૂબ ગયા ફિર મૈંને બિઝનેસ બંધ કર દિયા ઔર મેં અહેમદાબાદ આ કે જોબ શુરુ કરને લગા. મેરી ફઈ કે એક લડકેને આત્મહત્યા કી થી, ઉસસે મૈને કુછ પૈસે નહિં લિયે થે તબ ભી વો કેસ મેરે પે ચલ રહા હૈ. મેરા એક હી અનુરોધ હૈ કી. મેરે હક કા પૈસા મેરે મા બાપ કો મિલે તાકી મેરા કર્ઝા ચૂકાને કે લિયે સોના ગિરવી રખા થા વો છુડા શકે’

સુસાઈડ નોટમાં મૃતકની 8 સહી, પોલીસે દુષ્પ્રેરણનાનો ગુનો નોંધ્યો
આ લખાણની સાથે મૃતક જૈમિનભાઈએ આઠ વાર સહી કરી હતી. તેની સાથે સાથે તેના મોબાઈલમાં બે વિડિયો પણ મળી આવ્યા હતા, જેમાં તેણે પિનાકિન અને અમૃતજીવનદાસને કારણે તે આપઘાત કરે છે તેવું જણાવ્યું હતું. અમૃતજીવનદાસ પાસેથી 17 લાખ લેવાના નીકળતા હોવાથી તે દેવામાં ડૂબી ગયા હતા, જેને કારણે તેમણે આપઘાત કર્યો હોવાનું સામે આવતાં પોલીસે પુરાવાઓના આધારે પિનાકિન પટેલ અને નવી મુંબઈ ખાલાપુરના સ્વામિનારાયણ ગુરુકુળ થતા આણંદ વલ્લભ વિદ્યાનગર ગુરુકુળના અમૃતજીવનદાસ સામે દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...