તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
નરોડા રહેતા યુવકનું પૈસા માટે કારમાં અપહરણ કરી મારઝૂડ કરી જો પૈસા નહીં આપે તો જાનથી મારી નાખવાની ધમકી આપી ચાર શખ્સો ફરાર થઈ ગયા હતા. જતાં જતાં આ ચારેય શખસોએ યુવકની કારની ચાવી પડાવી જબરદસ્તી કરી કાર પણ પડાવી લીધી હતી. આ અંગે નરોડા પોલીસે ચારેય શખસના વિરુદ્ધમાં ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
ફરીયાદીએ 6 મહિના પહેલા વધારે ભાવના કારણે કામની ના પાડી હતી
નરોડાના વૃંદાવન સોસાયટીમાં રહેતા અને લોન કન્સલ્ટન્સીનું કામ કરતા મયુર ચૌહાણને છ મહિના પહેલા રાંધેજા ખાતે મકાન જોવા ગયા હતા. તે વખતે રાંધેજા ચોકી પાસે રહેતા ભોગીલાલ પટેલ સંપર્કમાં આવ્યા હતા. મયુરભાઈને મકાનનું કામ કરાવવું હોવાથી ભોગીલાલને બારી એલ્યુમિનિયમ સેક્શનનું કામ કરવા માટે આવ્યું હતું. જો કે ભોગીલાલનો ભાવ વધારે લાગતા તેમને કામ કરવાનું ના પાડી હતી. જો કે ભોગીલાલે માલ મંગાવ્યો હોવાનું કહીને મયુરભાઈ પાસે રૂ.40 હજાર માંગ્યા હતા. જો કે મયુરભાઈએ તે પૈસા આપ્યા ન હતા. જેથી અવારનવાર ભોગીલાલ તથા તેનો દીકરો કેવિન પૈસાની માંગણી કરતો ફોન કરી ધાકધમકી આપતો હતો.
શનિવારે મારઝૂડ કરી કારમાં બેસાડી દીધા
શનિવારે ભોગીલાલનો દીકરા કેવિને પટેલ તેના મિત્ર લકી પટેલ અને બે અજાણ્યા શખ્સોને લઈને મયુરભાઈના ઘર પાસે આવ્યો હતો, ત્યારબાદ મયુરભાઈને ઘરની બહાર આવવાનું કહેતા મયુરભાઈ ઘરની બહાર આવ્યા હતા, ત્યારે કેવિન,લકી અને બે અજાણ્યા શખસોએ મયુરભાઈ સાથે મારઝૂડ કરીને જબદસ્તી કરી કારમાં બેસાડી પૈસા આપવા માટે દબાણ કરતા હતા. ત્યારબાદ મયુરભાઈનું અપહરણ કરી બોપલ લઈ ગયા હતા, ત્યાં પણ આ ચારેય જણાએ તેમની સાથે પૈસાની માંગણી કરી મારઝૂડ કરી હતી. એટલું જ નહીં મારઝૂડ કરી પૈસા નહીં આપે તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. ત્યારબાદ મયુરભાઈને શાહીબાગ ખાતે ઉતારી દીધા હતા અને તેમની કારની ચાવી જબરદસ્તી કરી પડાવી લીધી હતી અને મયુરભાઈની ગાડી લઈને આ ચારેય શખસો ફરાર થઈ ગયા હતા. આ અંગે મયુરભાઈની ફરિયાદના આધારે નરોડા પોલીસે કેવિન પટેલ, લકી પટેલ અને બે અજાણ્યા શખ્સોના વિરુદ્ધમાં અપહરણ,મારઝુડ સહિતની કલમો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.