તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકી:નરોડાથી એસપી રિંગરોડ: સ્ટ્રીટ લાઈટો ન હોવાથી રોજ રાત્રે અંધારપટ છવાઈ જાય છે

અમદાવાદ22 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • 4 કિ.મી. સુધી સ્ટ્રીટ લાઈટ ન હોવાના કારણે રોજ રાત્રે અહીં બે અકસ્માત થતા હોય છે

નરોડા કેનાલ ક્રોસ કરીને રિંગરોડ તરફ આગળ વધો એટલે મેગાસિટીના જ આ વિસ્તારમાં અંધારપટ છવાઈ જાય છે. રોજના બે નાના મોટા અકસ્માત થાય છે કેમ કે અહીં 4 કિમીના રોડ પર સ્ટ્રીટ લાઈટ જ નથી. ક્યાંક ક્યાંક લાઈટનો થાંભલો હોય તો બંધ હાલતમાં જ છે. આ એવો રોડ છે જેના પર અમદાવાદથી રિંગરોડ થઈ દહેગામ અને બાયડ-મોડાસા તરફનો હાઈવે છે એટલે એસટી બસો અને કપચીના ટ્રકો રાત પડે એટલે બેફામ થઈ જતાં હોય છે અને એકલ દોકલ વાહન ચાલકને અડફેટે લઈ લેતા હોય છે. આ રોડ પર આવેલી 50 રેસિડેન્સીના 10 હજાર લોકો તેમજ નરોડા ગામ અને હંસપુરાના સ્થાનિકોની માંગણી છે કે આ રોડ પહોળો થાય અને બંન્ને તરફ સ્ટ્રીટ લાઈટો ચાલે તો અકસ્માત પણ ઘટે.

મહત્વનો માર્ગ લાઈટ વિના સૂમસામ લાગે છે
મારે નરોડાથી હંસપુરાવાળા અંધારપટથી ભરેલા રોડ પરથી પસાર થવાનું થાય છે. આ રોડ પર રોજ નાના મોટા બે અકસ્માત થાય છે જેનું કારણ છે હાઈવે પરની લાઈટોનો અભાવ. અહીં સ્ટ્રીટ લાઈટ ચાલુ હાલતમાં નથી જેને લઈને એકલ દોકલને ગમેતે વાહન અડફેટે લઈ લે છે. ટોરેન્ટ પાવર અને સ્થાનિક તંત્રને અનેક રજૂઆત કરી છે પણ તેનો કોઈ ઉકેલ આવ્યો નથી. મેગા સિટીમાં આવા મહત્વના માર્ગ ઉપર જ સ્ટ્રીટ લાઈટો મહિનાઓથી બંધ હોય તે કેમ ચાલે? -મનોજ સુરતી, એડવોકેટ

સાંજે 7થી નરોડા રોડ પર અંધારપટ છવાય છે
નરોડાથી એસપી રિંગરોડ તરફથી દહેગામ થઈ બાયડ-મોડાસાનો વાહન વ્યવહાર સક્રિય રહે છે. સાંજે 7 પછી અહીં અંધારપટ છવાઈ જાય છે જેથી કરીને નરોડાથી એસપી રિંગરોડ રહેતાં હજારો સ્થાનિકો ટુ વ્હીલર લઈને કે બીજા સાધન મારફતે જતાં હોય છે. રોડ સાંકળો છે અને સ્ટ્રીટ લાઈટ નથી એટલે ગમે તે માણસ વાહનોની અડફેટે ચઢી જાય છે. જો આ માર્ગ પહોળો કરાય અને સ્ટ્રીટ લાઈટો કાર્યરત થાય તો અકસ્માતનું પ્રમાણ પણ ઘટે અને સ્થાનિકો શાંતિથી રહી શકે. -વિનોદ પટેલ, બિઝનેસમેન

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો