તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઝીરો ડસ્ટ પ્રોજેક્ટ:નરોડા જીઆઇડીસી ઝીરો ડસ્ટ પ્રોજેક્ટ પર કામ શરૂ કરશે, ધૂળની ડમરીઓ તથા કારખાનાથી થતા પ્રદૂષણને ડામવાનો પ્રયાસ

અમદાવાદ12 દિવસ પહેલા
 • કૉપી લિંક

નરોડાથી લાખો શહેરીજનો પસાર થાય છે અને ધૂળની ડમરીઓ તથા કારખાનાઓના કારણે થતા પ્રદૂષણની ફરિયાદો કરતા હોય છે. હવે આ ફરિયાદનું નિરાકરણ આવશે. હવે નરોડા જીઆઇડીસી 1200 જેટલા ઔદ્યોગિક એકમો ઝીરો ડસ્ટ પ્રોજેક્ટ ઉપર કામ કરશે. આ રીતે નરોડા જીઆઇડીસીમાં કામ કરતાં 1 લાખ જેટલા લોકોની સ્વાસ્થ્ય સુખાકારી વધશે અને સ્થાનિક રહેવાસીઓની સાથે અહીંથી પસાર થતા લોકોને પણ ડસ્ટની જે ફરિયાદ છે તે નહીં રહે. આ રીતે નરોડા બન્યું નંદનવન પ્રોજેક્ટ અને તેને આગળ પણ વધારશે. હાલમાં અહીં ગટરલાઈનનું કામ ચાલી રહ્યું છે ત્યારે થોડાક સમયમાં જ જીઆઇડીસીમાં 27 કિલોમીટરના રોડની આસપાસ પેવર બ્લોક નાખવામાં આવશે અને ફૂટપાથ બનાવવામાં આવશે. તે સાથે અહીં ગાર્ડન પણ બનશે.

નરોડા નંદનવન પ્રોજેક્ટ આગળ વધશે
નરોડા બન્યું નંદનવન પ્રોજેક્ટ. આ 8 વર્ષથી ચાલે છે તે અંતર્ગત વિવિધ પ્રોજેક્ટ પર કામ થાય છે. અહીં 1200 જેટલા યુનિટ છે. તેની આસપાસ તેમજ 27 કિમીનો જે રોડ એરિયા છે તેની પાસે ફૂટપાથ બનશે. આમ કરવાથી ધૂળની ડમરીઓ ઉડવી કે બીજા પ્રદૂષણની સમસ્યાનો મૂળમાંથી ઉકેલ આવશે. આ ઉપરાંત મોટી ટ્રકો માટે પાર્કિંગની સુવિધા પણ ઉપલબ્ધ કરાવાશે. - ભરત પટેલ, પ્રમુખ, નરોડા જીઆઈડીસી

ખાળકુવાને બદલે ગટર લાઈન હશે
નરોડા ઈન્ડસ્ટ્રીના વિવિધ ઔદ્યોગિક એકમોની 70 કરતાં વધારે વર્ષથી શરૂઆત થઈ છે. અહીં અત્યાર સુધી ખાળકુવા જ ચાલતાં હતાં તેને બદલે ગટરલાઈનનું કામ ચાલે છે. આ કામ પૂર્ણ થઈ જશે એટલે પછી એસ્ટેટમાં ચોરીની સમસ્યા ન રહે તે માટે મોટી વોલ બનાવાશે જેથી સલામતીને લઈને કોઈ ચિંતા ન રહે. - અજય પટેલ, સેક્રેટરી, જીઆઈડીસી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો