તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખેડૂતો માટે ખુશ ખબર:નર્મદાની નહેરો, ફતેવાડી, સુજલામ સુફલામ અને સૌની યોજનામાં નર્મદાનું પાણી છોડવામાં આવશે

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

રાજ્ય સરકારે ઉનાળાને ધ્યાનમાં ખેડૂતોના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. સરકારે ઉનાળાની સીઝનમાં પાણીની જરૂરીયાત સંતોષવા માટે નર્મદાની નહેરો, ફતેવાડી, સુજલામ સુફલામ, ખારી કટ કેનાલ અને સૌની યોજનામાં 30 જૂન 2021 સુધી જરૂરીયાત મુજબ નર્મદાનુ પાણી આપવામાં આવશે.

30 જૂન સુધી પાણી અપાશે
આ અંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યુ છે કે, આગામી ઉનાળાની સીઝનમાં ખેડૂતો અને પશુપાલકોને જરુરિયાત મુજબ પાણી મળી રહે એ માટે નર્મદાની નહેરો, ફતેવાડી, સુજલામ સુફલામ, ખારી કટ કેનાલ અને સૌની યોજના દ્વારા નર્મદાનુ પાણી તા.30.06.2021 સુધી આપવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે.

નર્મદામાં 123.38 મીટર લેવલ પાણી
નાયબ મુખ્યમંત્રીએ આજે આ જાહેરાત કરતા જણાવ્યુ છે કે, રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા બંધમાં આજે તારીખ 13 મે 2021 ની સ્થિતિએ 123.38 મીટર લેવલ પાણીના જથ્થાનો સંગ્રહ થયેલો છે. આ પાણીનો રાજ્યના નાગરિકોને ઉનાળાની સિઝનમાં પીવાનુ પાણી પૂરૂ પાડવા અને ખેડૂતો-પશુપાલકો માટે યોગ્ય વપરાશ કરવા સમયબધ્ધ આયોજન કરાયુ છે.

પશુ પાલકોની જરૂરિયાત સંતોષાશે
નીતિન પટેલે ઉમેર્યુ કે, ઉનાળાની સીઝનમાં ખેડૂતો અને પશુપાલકોની પાણીની જરૂરીયાત સંતોષવા માટે નર્મદા કેનાલ દ્વારા નર્મદાના નીર થકી ખેડૂતો અને પશુપાલકો માટે પાણી પૂરું પાડવાના આશયથી નર્મદા કેનાલ, સુજલામ સુફલામ, ફતેવાડી , ખારી કટ તથા સૌની યોજનામાં સિંચાઇ વિભાગની જરૂરિયાત પ્રમાણે નર્મદા યોજનાનું પાણી આપવામાં આવશે. સિંચાઇ વિભાગ દ્વારા આ પાણી સુજલામ સુફલામ અને સૌની યોજના દ્વારા રાજ્યભરમાં જરૂર હશે ત્યાં આપવામાં આવશે જેનો લાખો ખેડૂતો તથા પશુપાલકોને લાભ થશે.