NSUI અને યુથ કોંગ્રેસના પ્રમુખે ટીકીટ માંગી:નરેન્દ્ર સોલંકી અને હરપાલસિંહ ચુડાસમા આવતીકાલે કારોબારી સાથે બેઠક કરી હોદ્દેદારો સાથે ચર્ચા કરશે

અમદાવાદ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
નરેન્દ્ર સોલંકી - Divya Bhaskar
નરેન્દ્ર સોલંકી

કોંગ્રેસે વિધાનસભાની ચૂંટણી માટે બે યાદી જાહેર કરી છે. હવે કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ અને યુથ કોંગ્રેસના પ્રમુખે પણ ટીકિટની માંગ કરી છે. કોંગ્રેસે અત્યાર સુધીમાં કુલ 89 ઉમેદવાર જાહેર કર્યાં છે. હજી અનેક દાવેદારો રજુઆત કરી રહ્યાં છે. પરંતુ પક્ષ દ્વારા ચર્ચા વિચારણા કરવામાં આવી રહી છે. ગુજરાતNSUIના પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકી અને યુથ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ હરપાલસિંહ ચુડાસમા દ્વારા ટિકિટની માંગણી કરવામાં આવી છે.

બંને નેતાઓ કોંગ્રેસના જ કાર્યકરી પ્રમુખના અંગત
NSUIના પ્રમુખ માટે કોડીનાર અને યુથ કોંગ્રેસના પ્રમુખ માટે ધંધુકા બેઠક પરથી ટીકીટની માંગણી કરવામાં આવી છે. જોકે બંને યુવા નેતાઓએ અગાઉ પણ માંગણી કરી હતી. પરંતુ પક્ષે ધ્યાન ન આપતા ફરીથી ચૂંટણી અગાઉ જ ટીકીટની માંગણી કરી છે. આવતીકાલે NSUI અને યુથ કોંગ્રેસની કારોબારી બેઠક પણ કોંગ્રેસ કાર્યલાય પર મળશે. જેમાં અનેક ચર્ચા કરવામાં આવશે. જોકે આ બંને નેતાઓ કોંગ્રેસના જ કાર્યકરી પ્રમુખના અંગત છે.

જમાલપુર બેઠક પરથી શાહનવાઝ શેખે ટિકીટ માંગી
કાર્યકારી પ્રમુખના માર્ગદર્શન હેઠળ જ બંને યુવા નેતાઓએ ટિકિટની માંગ કરી છે.કાર્યકારી પ્રમુખ પોતે ટિકિટની માંગ ના કરી શકતા તેમને બંને યુવા નેતાઓને ટીકીટ માંગી છે. આ ઉપરાંત જમાલપુર બેઠક પરથી શાહનવાઝ શેખે પણ ટિકિટની માંગણી કરી છે. જમાલપુર બેઠકમાં કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા જીતી ચુક્યા છે. છતાં શાહનવાઝ શેખે ટીકીટ માંગી છે. કોંગ્રેસના યુવા કાર્યકરોએ પણ શાહનવાઝ માટે ટીકીટ માંગી હતી અને સોશિયલ મીડિયા પર શાહનવાઝને ટીકીટ અપાવવા કેમ્પિયન ચલાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...