તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આડા સંબંધો:સાણંદમાં સાળાની પત્નીને નણદોઈ ભગાડી ગયો, પત્નીની યાદ આવી તો તેને બેભાન કરીને કેનાલમાં ફેંકીને મારી નાખી

અમદાવાદ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 2020માં થયેલી હત્યાનો ભેદ ઉકેલી ક્રાઈમ બ્રાંચે આરોપી પતિ પત્નીની ધરપકડ કરી

પારિવારિક સંબંધોમાં પણ પ્રેમ થયાની અનેક ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે સાણંદમાં રહેતા સાળાની પત્ની સાથે સગા નણદોઈને પ્રેમ થયો હતો. બંને જણા એકબીજાના પ્રેમમાં પડ્યાં હતાં. એક વખત નણદોઈ સગા સાળાની પત્નીને ભગાડી ગયો. આ દરમિયાન 6 મહિના સુધી બંને વચ્ચે સારા સંબંધો હતાં. પરંતુ સમયજતાં બંને વચ્ચે ઝગડા થવા માંડ્યા. ત્યારે નણદોઈને પોતાની પત્ની યાદ આવી. બંને મહિલાઓને નણંદોઈ અલગ અલગ ઘરમાં રાખી તેમની સાથે રહેવા લાગ્યો. એકવાર બંને જણાએ ભેગા થઈને સાળાની પત્નીને મારી નાંખવાનો પ્લાન ઘડ્યો. તેમણે સાળાની પત્નીને કેફી પીણું પીવડાવીને બેભાન કરી અને કેનાલમાં નાંખી દીધી હતી. આ સમગ્ર ઘટનાનો પર્દાફાશ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે કર્યો છે.

પત્ની અને પ્રેમિકાને પતિ અલગ અલગ રાખતો
પ્રાપ્ત વિગતો પ્રમાણે સાણંદમાં રહેતા સાળાની પત્ની કોમલને તેના નણદોઈ સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. નણદોઈ કોમલને ભગાડી ગયો હતો. આ દરમિયાન તેઓ 6 મહિના સુધી સાથે રહ્યાં હતાં. પરંતુ અચાનક તેમના જીવનમાં કંકાશ વધ્યો અને ઝગડા થવા માંડ્યા હતાં. એક વખત તેને પોતાની પત્ની યાદ આવી. તેણે પોતાની પત્ની પુનિતાને સમગ્ર બાબત જણાવી. આ ઝગડામાંથી બહાર નીકળવા નણદોઈએ બંને મહિલાઓને અલગ અલગ ઘરમાં રાખી અને તેમની સાથે રહેવા લાગ્યો હતો. પરંતુ કોમલના ઝગડા વધતાં તેનાથી છુટકારો મેળવવવા નણદોઈ અને તેની પત્નીએ પ્લાન ઘડ્યો.

પ્રેમિ પોતાની પત્ની અને પ્રેમિકાને અલગ રાખીને બંને સાથે રહેવા લાગ્યો ( પ્રતિકાત્મક તસવીર)
પ્રેમિ પોતાની પત્ની અને પ્રેમિકાને અલગ રાખીને બંને સાથે રહેવા લાગ્યો ( પ્રતિકાત્મક તસવીર)

સાળાની પત્નીની ચામાં નણદોઈએ ઊંઘની દવા નાંખી દીધી
કોમલ તેનો પ્રેમી બે મહિલાઓ સાથે રહે તે બાબતે નારાજ હતી. એક દિવસ નણદોઈ હિતેન્દ્રએ કોમલની ચામાં ઊંઘની દવા નાંખી દીધી હતી. ચા પીવાથી કોમલ બેફાન થઈ ગઈ હતી. ત્યાર બાદ હિતેન્દ્ર અને તેની પત્નીએ કોમલને ગાડીમાં નાંખીને એક કેનાલ પાસે લઈ ગયાં અને કોમલને કેનાલમાં નાંખી દીધી હતી. આ દરમિયાન કોમલના મોઢા પર બેગોન સ્પ્રે છાંટીને તેના હાથ પગ દુપટ્ટાથી બાંધી દીધા હતાં. તેમણે કોમલને બેભાન હાલતમાં જ કેનાલમાં નાંખી દીધી હતી.

પતિ પત્નીએ ભેગા થઈ પ્રેમિકાને પતાવી દીધી ( પ્રતિકાત્મક તસવીર)
પતિ પત્નીએ ભેગા થઈ પ્રેમિકાને પતાવી દીધી ( પ્રતિકાત્મક તસવીર)

2020માં પોલીસને કેનાલમાંથી લાશ મળી હતી
કોમલની હત્યા 2020માં થઈ હતી. પોલીસને હત્યાના કેસની તપાસમાં કોમલની લાશ કેનાલમાંથી મળી હતી. પોલીસ તપાસ દરમિયાન હિતેન્દ્ર અને પુનિતા પોલીસથી છુપાતા ફરતા હતાં. અમદાવાદ ક્રાઈમ બ્રાંચને આરોપીઓની બાતમી મળી હતી. બાતમીના આધારે બંને આરોપીઓની ધરપકડ કરી પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...