તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

181 હેલ્પલાઇન:લગ્નના 30 વર્ષ પછી માતા બનેલી મહિલા પાસેથી નણંદે બાળક આંચકી લીધું

અમદાવાદ24 દિવસ પહેલા
 • કૉપી લિંક
ફાઇલ તસવીર. - Divya Bhaskar
ફાઇલ તસવીર.
 • મહિલા હેલ્પલાઈને બાળક પાછું અપાવ્યું

લગ્નના 30 વર્ષ બાદ જન્મેલા સંતાનને તેની માતા પાસેથી લઇને નણંદ જતી રહેતા 181 મહિલા હેલ્પલાઇનમાં મદદ માગવામાં આવી હતી. હેલ્પલાઇનના કાઉન્સેલરે નણંદના ઘરે જઇને મહિલાનું બાળક પાછંુ આપવા સમજાવ્યા હતા. છેવટે પોલીસ ફરિયાદ કરવાનું કહેતા નણંદે બાળક પાછું આપ્યંુ હતું.

વિરમગામમા રહેતા સુષમાબહેને 181 હેલ્પલાઇનમાં ફોન કર્યો હતો. અને ધ્રૂસકે ધ્રૂસકે રડતા હતા. તેમણે જણાવ્યું હતું કે, તેમના લગ્નના 30 વર્ષ બાદ તેમના ત્યાં સંતાનનો જન્મ થયો હતો. થોડા દિવસ પહેલા તેમના પતિ સાથે ઝઘડો થતા સુષમાબહેનને ખબર ન પડે તે રીતે 4 મહિનાનાં બાળકને લઇને તેમના પતિ જતા રહ્યા હતા. ઘણી શોધખોળ કર્યા બાદ હાટકેશ્વરમાં રહેતા નણંદને શોધવા સુષમાબહેન અમદાવાદ આવ્યા હતા. પરતું તેમના નણંદે બાળકને સંતાડી દીધું હતું. પતિ પણ પાછો નહીં આવતા સુષ્માબહેન બાવરા બની ગયા હતા.

માતા બાળકની કાળજી ન લેતી હોવાનો આરોપ
હેલ્પલાઇનના કાઉન્સેલરે નણંદના ઘરની તપાસ કરતા બાળક મળ્યું હતું. બાળકને જોઇને સુષમાબહેન પાગલ થયા હતા. પિયરપક્ષના લોકો સુષમાને બાળક માટે રખડતા જોઇને દુઃખી થયા હતા. છેવટે હેલ્પલાઇનના કાઉન્સેલરે નણંદને સમજાવતા તેમણે બાળકને પાછું આપ્યું હતું. આવું કેમ કર્યું હતું તે અંગે પૂછતાં તેણે કહ્યું કે, ભાભી બાળકને રાખતી નથી. સ્તનપાન કરાવતી નથી. તેને બાળકને રાખતા આવડતું નથી.

4 માસનું બાળક મા વગર 7 દિવસ રહ્યું
સુષ્માબહેનના પતિ બાળકને તેની બહેનના ઘરે મુકી જતા રહ્યા હતા. પણ તેમનો કોઇ પત્તો નહોતો મળતો. છેવટે હેલ્પલાઇને તેમના પતિને સમજાવીને સુષમાબહેનને બાળક સાથે વિરમગામ મોકલી આપ્યા હતા. બાળક વગર વલખા મારતા હતા ત્યારે રસ્તા પર લોકોને બાળક શોધવા આજીજી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો