હત્યા:મણિનગરની ગણપત ગલીમાં નાનાભાઈએ મોટાભાઈના માથામાં અને છાતીમાં ગેસની બોટલ મારતા મોત, આરોપી ભાઈની ધરપકડ

અમદાવાદ2 મહિનો પહેલા
નાનાભાઈએ માથમાં ગેસનો બાટલો મારતા મોટોભાઈ લોહીલુહાણ થઈ ગયો હતો અને દમ તોડ્યો હતો

અમદાવાદના મણિનગર વિસ્તારમાં દક્ષિણી સોસાયટી પાસે ગણપત ગલીમાં નાનાભાઈએ મોટાભાઈની હત્યા કરી હોવાની ઘટના બની છે. મળતી માહિતી પ્રમાણે ઝઘડામાં બંને ભાઈઓ વચ્ચે બોલાચાલી થઈ હતી અને તેમાં જ ઉશ્કેરાઈને નાનાભાઈએ ગેસનો બાટલો ઊંચકી મોટાભાઈને માથામાં મારી દીધો હતો. આ ઉપરાંત છાતીમાં પણ ગેસનો બાટલો મારતા ઘટનાસ્થળે જ ભાઈનું મોત નીપજ્યું હતું. આ ઘટનાની જાણ થતા જ મણિનગર પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

હત્યા કરનાર નાનોભાઈ
હત્યા કરનાર નાનોભાઈ

મણિનગર વિસ્તારમાં ગણપત ગલીમાં રહેતા સુભાષ મધુકર ગોગવલે (ઉ.વ 36) રવિવારે બપોરે બે વાગ્યાના સુમારે ઘરે આવીને તેના નાના ભાઈ નિલેશ મધુકર ગોગવલે સાથે ઝઘડો અને માથાકૂટ કરવા લાગ્યો હતો. ત્યારે ગેસનો બાટલો (રીફીલ) ઉપાડીને મારવા નાન ભાઈને મારવા ગયો હતો. તે વખતે જ નાનાભાઈ નિલેશ મધુકર ગોગબલેએ મોટાભાઈ સુભાષ મધુકર ગોગવલેના હાથમાંથી ગેસનો બાટલો (રીફીલ) લઈને તેના જ માથાના ભાગમાં તથા છાતીના ભાગમાં માર્યો હતો. જેના કારણે તેનું મોત નીપજ્યું હતું. આ ઘટનાની જાણ થતાં મણિનગર પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...