મોર્નિંગ ન્યૂઝ બ્રીફCM ભૂપેન્દ્ર પટેલ ઉમેદવારી ફોર્મ ભરશે:AAPના વધુ ચાર ઉમેદવારનાં નામ જાહેર, MLA લખેલી ગાડીમાં દારૂ ઝડપાયો; બાલીમાં જિનપિંગને મળ્યા PM મોદી

અમદાવાદ3 મહિનો પહેલા

નમસ્કાર,

આજે બુધવાર, તારીખ 16 નવેમ્બર, કારતક વદ આઠમ

આ મહત્ત્વપૂર્ણ ઘટનાઓ પર રહેશે નજર
1) ઘાટલોડિયા બેઠકથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ફોર્મ ભરે પહેલા અમિત શાહની હાજરીમાં કેસરિયા રેલી
2) ઘાટલોડિયા વિધાનસભા મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન
3) વલસાડમાં કેજરીવાલ રોડ શો કરશે, મોટી સંખ્યામાં કાર્યકરો જોડાશે

હવે જોઈએ ગઈકાલના ખાસ સમાચાર
1) AAPની વધુ એક યાદી જાહેર: આમ આદમી પાર્ટીએ ચાર ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી-સચિન પાઈલટ સહિત કોંગ્રેસના 40 સ્ટાર પ્રચારકો

આમ આદમી પાર્ટીએ આજે બાકી રહેલા ચાર ઉમેદવારોની જાહેરાત કરી છે. આમ આદમી પાર્ટીએ આજે પોતાની આખરી યાદી જાહેર કરી દીધી હતી. જેમાં વિસનગર, ખેરાલુ, માણસા અને પાદરા બેઠકો પરના ઉમેદવાર જાહેર કરી દીધા છે.
વાંચો સમાચાર વિગતવાર

2) MLA લખેલી ગાડીમાં દારૂ ઝડપાયો: નવી નકોર ઈનોવામાં લઈ જતાં હતા દારૂની પેટીઓ; 3ની અટકાયત
વિધાનસભાની ચુંટણી જાહેર થતાંજ ઉના પોલીસે કાયદો અને વ્યવસ્થાને જાળવી રાખવા પોલીસે ચેકપોસ્ટ પર દિવ કેન્દ્ર સાશીત પ્રદેશમાંથી વિદેશી દારૂ ગુજરાતમાં આવતો અટકાવવા મોટાપાયે બંદોબસ્ત ગોઠવ્યો હતો. જેમાં દીવ તરફથી આવતી MLA લખેલી કારની તપાસ કરતાં તેમાંથી વિદેશી દારૂ ઝડપાયો હતો.
વાંચો સમાચાર વિગતવાર

3) 'મામા-ભાણેજ'ની ગજબની રાજનીતિ: કોંગ્રેસના વિક્રમ માડમે કહ્યું-'ગઢવીનો દીકરો કોઈ બહેન-દીકરીની આબરૂ ન લૂંટે, ઈસુદાન જીતશે તો ખભે બેસાડીશ'
વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે તમામ પક્ષના નેતાઓ પોતાની સરકાર બનાવવા માટે ગામડે ગામડે ફરીને પ્રચારમાં લાગી ગયા છે. રાજકીય ગરમાગરમીમાં એકબીજા પક્ષ પર આક્ષેપ કરવા તે કંઈ નવી વાત નથી. જોકે રાજકારણમાં કોઈ કોઈનું કાયમી દુશ્મન નથી, એવાં દૃશ્યો ખંભાળિયા બેઠક પરથી સામે આવ્યાં છે.
વાંચો સમાચાર વિગતવાર

4) સમાજની લાગણી વિપુલ ચૌધરી ચૂંટણી લડે: અર્બુદા સેનાની જાહેરસભામાં મંચ પર માથાકૂટ, સરકારને ચીમકી- હારી જાઓ તો અમારી ઉપર ઠીકરું ના ફોડતા
ગાંધીનગર જિલ્લાના ચરાડા ગામે સ્વ. માનસિંહ ચૌધરીની જન્મજયંતીનો ઉત્સવ ઉજવાયો હતો. અર્બુદા સેનાએ આ કાર્યક્રમમાં પોતાની આગામી રાજકીય રણનીતિ જાહેર કરવાની વિચારણા છેલ્લી ઘડીએ બદલી નાખી આખાયે આ કાર્યક્રમને સામાજિક કાર્યક્રમમાં ફેરવી દીધો હતો.
વાંચો સમાચાર વિગતવાર

5) બાલીમાં જિનપિંગને મળ્યા PM મોદી: ડિનર દરમિયાન બંને નેતાઓએ હાથ મિલાવ્યા, G-20 સમિટમાં અલગથી વાતચીત થવાની ઉમ્મીદ
ઇન્ડોનેશિયાના બાલીમાં મંગળવારે G20 સમિટ શરૂ થઈ. પ્રથમ સત્રમાં ખાદ્ય અને ઉર્જા સુરક્ષા અંગે ચર્ચા કરવામાં આવી હતી. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુક્રેન-રશિયા યુદ્ધ રોકવાનો આગ્રહ કર્યો હતો. સાંજે ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ જોકો વિડોડોએ સમિટના તમામ નેતાઓ માટે ડિનરનું આયોજન કર્યું હતું.
વાંચો સમાચાર વિગતવાર

6) શ્રદ્ધાનું કપાયેલું માથું રોજ જોતો હતો આફતાબ:જે રૂમમાં લાશના ટૂકડાં કર્યા હતા, ત્યાંજ ઉંઘતો હતો; ઈન્સ્ટા પર હતો ફૂડ બ્લોગર
દિલ્હી પોલીસે મંગળવારે મહેરૌલીનાં જંગલોમાંથી શ્રદ્ધા વોકરના મૃતદેહના 13 ટુકડાઓ કબજે કર્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર, 26 વર્ષની શ્રદ્ધાની હત્યા તેના લિવ-ઈન પાર્ટનર આફતાબ અમીન પૂનાવાલાએ કરી હતી. તેના કહેવા પર મૃતદેહના ટુકડા મળી આવ્યા હતા.
વાંચો સમાચાર વિગતવાર

7) મમતા-શાહે બંગાળમાં શિક્ષકની ભરતીની પરીક્ષા આપી?:TET 2014ની મેરિટ લિસ્ટમાં દીદીને 92 અને શાહને 93 મળ્યા, જાણો શું છે સમગ્ર ઘટના

પશ્ચિમ બંગાળ ટીચર એલિજિબિલિટી ટેસ્ટ (TET 2014)ના પરિણામ યાદી બહાર આવી છે. આશ્ચર્યની વાત એ છે કે આ યાદીમાં સીએમ મમતા બેનર્જી, અમિત શાહ અને પશ્ચિમ બંગાળના વિપક્ષના નેતા શુભેન્દુ અધિકારીના નામ પણ છે. જ્યારે ત્રણેયએ ન તો પરીક્ષા આપી કે ન તો તેઓ પરીક્ષા આપવા માટે લાયક છે.
વાંચો સમાચાર વિગતવાર

8) છૂટાછેડાના સમાચારો વચ્ચે તસવીરમાં એક સાથે:શોએબે એક તસવીર પોસ્ટ કરી સાનિયાને બર્થ-ડે વિશ કર્યું, ટોક શોમાં પણ સાથે જોવા મળશે
છૂટાછેડાના સમાચાર વચ્ચે પાકિસ્તાનના ક્રિકેટર શોએબ મલિકે સાનિયા મિર્ઝાને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. શોએબે સાનિયાની સાથે પોતાની એક તસવીર પણ શેર કરી લખ્યું- તમને જન્મદિવસની શુભકામનાઓ સાનિયા, તમને સ્વસ્થ અને સુખીજીવનની શુભેચ્છા. આજના દિવસનો સંપૂર્ણ આનંદ માણો'.
વાંચો સમાચાર વિગતવાર

મહત્ત્વપૂર્ણ સમાચારો માત્ર હેડલાઈનમાં
1) દાદાએ જ પૌત્રી સાથે હેવાનિયત કરી:હાલોલમાં 4 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ બાદ હત્યા; રોષે ભરાયેલા ગ્રામજનોએ ગોડાઉનમાં આગ ચાંપી
2) મર્ડરના લાઈવ CCTV: પ્રેમિકાના પૂર્વ પતિ પર પ્રેમીએ જીવલેણ હુમલો કર્યો, બચાવવા વચ્ચે પડેલા યુવકનું છરી વાગતાં મોત
3) કનૈયાકુમારના આકરા પ્રહાર: 'પ્રધાનમંત્રી પરિવારવાદનો વિરોધ કરે છે અને તેમના જ ગૃહમંત્રી પોતાના દીકરાને BCCIનો સેક્રેટરી બનાવે છે'
4) પાંડેસરા મિલમાં ભીષણ આગ: કાપડ મિલમાં વિકરાળ આગથી અફરાતફરી, 15થી વધુ ગાડી ઘટના સ્થળ પર; ફાયરે મેજર કોલ જાહેર કર્યો
5) UNGAમાં ઠરાવ- રશિયાએ યુક્રેનને વળતર આપવું જોઈએ:એસેમ્બલીમાં ભારત મતદાનથી દૂર રહ્યું; 94 દેશો યુક્રેનની તરફેણમાં વોટિંગ કર્યું
6) USએ એર ઈન્ડિયા પર કડક કાર્યવાહી કરી:ફ્લાઇટમાં વિલંબ થતાં $1.4 મિલિયનનો દંડ ફટકાર્યો, પેસેન્જર રિફંડ માટે $121.5 મિલિયન ચૂકવવા પણ આદેશ
7) એમેઝોનમાં 10 હજાર કર્મચારીઓની છટણી કરવાની તૈયારી:ખોટને કારણે લેવાયો નિર્ણય; કંપનીમાં માણસોની જગ્યા રોબોટ્સ લઈ રહ્યા છે

આજનો ઇતિહાસ
1995માં ભારતીય મૂળના વાસુદેવ પાંડે ત્રિનિદાદ અને ટોબેગોના વડાપ્રધાન બન્યા.

આજનો સુવિચાર
કરેલો યજ્ઞ, પડેલો વરસાદ અને મેળવેલી વિદ્યા કદી નિષ્ફળ જતાં નથી.

તમારો દિવસ શુભ રહે, કાલે ફરી મળીશું...

અન્ય સમાચારો પણ છે...