તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્પેશિયલ ટ્રેન:રાજકોટથી ‘નમામી ગંગે’ સ્પેશિયલ ટૂરિસ્ટ ટ્રેન 27મી ફેબ્રુઆરીથી ઉપડશે, 5 દિવસની મુસાફરી

અમદાવાદ18 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • ટૂરિસ્ટ ટ્રેનમાં કોઈ મુસાફર અસ્વસ્થ હોય તો તેના માટે એક અલગ કોચની પણ વ્યવસ્થા કરાશે

ભારતીય રેલવે કેટરિંગ અને ટૂરિઝમ કોર્પોરેશન (IRCTC) યાત્રીઓની માંગને કારણે રિજનલ ઓફિસ અમદાવાદ દ્વારા બીજી પિલગ્રીમ સ્પેશિયલ નમામી ગંગે ટૂરિસ્ટ ટ્રેન ચલાવવાની ઓફર કરવામાં આવી છે. જે 27 ફેબ્રુઆરી 2021 ના ​​રોજ રાજકોટથી ઉપડશે. આમાં, મુસાફરો દ્વારા ખૂબ જ ઉત્સાહથી સ્ટાન્ડર્ડ કોચ (સ્લીપર) બુક કરાવવામાં આવ્યું છે. કમ્ફર્ટ ક્લાસ (3 એસી) માં થોડીક જ બેઠકો બાકી છે.

14 ફેબ્રુઆરીએ 5 જ્યોતિર્લિંગની યાત્રા માટે ટ્રેન શરૂ કરાઈ
રેલવે મંત્રાલયના સહયોગથી, પ્રાદેશિક કચેરી અમદાવાદ દ્વારા વિશેષ તીર્થ યાત્રા ટ્રેન, 14 ફેબ્રુઆરી 2021ના ​​રોજ, 5 જ્યોતિર્લિંગ યાત્રા માટે તમામ પોસ્ટ કોવિડ ધોરણોને ધ્યાનમાં રાખીને, 600 મુસાફરોની સાથે યાત્રા પ્રારંભ કરી ચૂકી છે.

ટિકિટ ઓનલાઇન બુકિંગ સુવિધા ઉપલબ્ધ
IRCTCના રિજનલ ગ્રૂપના જનરલ મેનેજર, રાહુલ હિમાલયને માહિતી આપી હતી કે, IRCTC 27 ફેબ્રુઆરી 2021 ના ​​રોજ નમામી ગંગે પિલગ્રીમ સ્પેશિયલ ટૂરિસ્ટ ટ્રેન અને માર્ચ 2021 માં ભારત દર્શન ટ્રેન ચલાવે છે. આ તમામ ટ્રેનો રાજકોટથી શરૂ થઈને રાજકોટ પરત આવશે. જેમાં ટ્રેન મુસાફરી, ભોજન (નાસ્તો, બપોરના ભોજન અને રાત્રિભોજન), માર્ગ પરિવહન માટેની બસની વ્યવસ્થા, ધર્મશાલા આવાસ અને ટૂર એસ્કોર્ટ, કોચ સુરક્ષા ગાર્ડની સુવિધા, સફાઈ કર્મચારી, સુરક્ષા અને અનાઉન્સમેન્ટની સુવિધા ઉપલબ્ધ રહેશે. www.irctctourism.com પર તેની માહિતી અને ટિકિટ ઓનલાઇન બુકિંગ સુવિધા ઉપલબ્ધ છે અને મુસાફરો અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ ઓફિસ અને અધિકૃત એજન્ટો પાસેથી પણ બુક કરાવી શકાશે.

કોવિડના કારણે થર્મલ સ્ક્રિનિંગ કરાશે
રાહુલ હિમાલયન એ એમ પણ કહ્યું હતું કે, ઉપરોક્ત બધી ટ્રેનોમાં કોવિડ રોગચાળાને ધ્યાનમાં રાખીને, મુસાફરી શરૂ કરતા પહેલા તમામ મુસાફરોની સલામતી માટે થર્મલ સ્ક્રિનિંગ કરવામાં આવશે. ટ્રેનના કોચ અને મુસાફરોના સામાનને સેનેટાઈઝ કરવામાં આવશે. જો કોઈ મુસાફર અસ્વસ્થ હોય તો એક અલગ કોચની પણ વ્યવસ્થા કરવામાં આવશે.

3 સ્પેશિયલ ટ્રેનના પેકેજ ટેરિફ

નમામી ગંગે પિલગ્રીમ વિશેષ ટ્રેન
27.02.2021થી 08.03.2021 સુધી વારાણસી, ગયા,કોલકાતા, ગંગા સાગર, પુરી, માટે દોડાવાશે જેમાં ભાડું સ્ટાન્ડર્ડ (SL) રૂ.9,450 અને ઉપલબ્ધ બર્થ - 330 છે. જ્યારે કમ્ફર્ટ (3 AC)નું ભાડું રૂ.15,750 છે અને ઉપલબ્ધ બર્થ - 350 છે

કુંભ હરિદ્વાર ભારત દર્શન
06.03.2021થી 14.03.2021 સુધી મથુરા, હરિદ્વાર, ઋષિકેશ, અમૃતસર, વૈષ્ણોદેવી માટે દોડાવાશે જેમાંસ્ટાન્ડર્ડ (SL)નું ભાડું રૂ. 8,505 છે અને ઉપલબ્ધ બર્થ - 800 છે. જ્યારે કમ્ફર્ટ (3 AC)નું ભાડું રૂ. 10,395 છે અને ઉપલબ્ધ બર્થ -64 છે

દક્ષિણ ભારત દર્શન
20.03.2021થી 31.03.2021 સુધી રામેશ્વરમ, મદુરાઇ, કન્યાકુમારી, ત્રિવેન્દ્રમ, ગુરુવાયુર, તિરૂપતિ, મૈસુર માટે ટ્રેન દોડાવાશે. જેમાં સ્ટાન્ડર્ડ (SL)નું ભાડું રૂ. 11,340 છે અને ઉપલબ્ધ બર્થ- 800 છે. જ્યારે કમ્ફર્ટ (3 AC)નું ભાડું રૂ. 13,860 છે અને ઉપલબ્ધ બર્થ -64 છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો