તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાકાળમાં સેવા:અમદાવાદમાં નાગલધામ ગ્રુપ લોકોને મફતમાં ઓક્સિજન રિફિલ કરી માનવતાનું ઉદાહરણ પૂરું પાડી રહ્યું છે

અમદાવાદ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
કોરોના મહામારીમાં નાગલધામ ગ્રુપ મફતમાં ઓક્સિજન સિલિન્ડર રિફિલ કરી આપે છે - Divya Bhaskar
કોરોના મહામારીમાં નાગલધામ ગ્રુપ મફતમાં ઓક્સિજન સિલિન્ડર રિફિલ કરી આપે છે
  • શરૂઆતમાં અમે 100 જેટલા સિલિન્ડર લાવી રિફિલ કરી જરૂરિયાતમંદ લોકોને આપ્યા
  • એક સિલિન્ડર રિફિલ કરવાનો ચાર્જ 500 હોય પંરતુ પ્લાન્ટ માલિક નાગલધામ ગ્રુપ પાસે 300 જ લે છે
  • વટવા જીઆઈડીસી ઓક્સિજન પ્લાન્ટ પર દરરોજના 30 લોકોને મફતમાં ઓક્સિજન ભરી આપે છે

અમદાવાદ શહેરમાં ઓક્સિજનની અત્યારે અછત વર્તાઈ રહી છે. ઓક્સિજન માટે લોકો અનેક જગ્યાએ ભટકી રહ્યા છે. ત્યારે અમદાવાદમાં નાગલધામ ગ્રુપ દ્વારા લોકોને મફત ઓક્સિજનના સિલિન્ડર ભરાવી આપી મદદ પૂરી પાડી રહ્યા છે. જે પણ દર્દીના સગા સિલિન્ડર અને કોરોનાનો રિપોર્ટ લઈને આવે છે, તેઓને ઓક્સિજન રિફિલ કરાવી આપે છે.

જરૂરિયાતમંદ લોકોએ 3 મોબાઈલ નંબર પર સંપર્ક કરવો
નાગલઘામ ગ્રુપ દ્વારા લોકોને મદદરૂપ થવા માટે ઓક્સિજન સિલિન્ડર રિફિલ કરી આપે છે. ત્યારે જરૂરિયાતમંદ લોકોએ નાગલઘામ ગ્રુપના પ્રમુખ નવઘણ મુંઘવાએ 3 લોકોનો સંપર્ક કરવા માટે નંબર જાહેર કર્યા છે. જેમાં રાજેશ જેપાળ મોબાઈલ નંબર 7600586852, ભરત પાંસિયા મોબાઈલ નંબર 9879605524 અને રાજુ મુંઘવા મોબાઈલ નંબર 9825446730 પર અમદાવાદ શહેરમાં ઓક્સિજન સિલિન્ડર રિફિલ ફ્રીમાં કરી આપશે તો જરૂરિયાતમંદ લોકોએ નાગલધામ ગ્રુપનો સંપર્ક કરવો.

હવે રિફિલ કરી આપે છે
નાગલધામ ગ્રુપના નવઘણ મુઘવાએ DivyaBhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, છેલ્લા 15 વર્ષથી અમે સેવાનું કાર્ય કરીએ છીએ, ત્યારે કોરોનાની મહામારીમાં ઓક્સિજનની અછત જોતા અમે લોકોને ઓક્સિજન ફ્રીમાં પુરો પાડી સેવા કરીએ છીએ. શરૂઆતમાં અમે 100 જેટલા સિલિન્ડર લાવી રિફિલ કરી જરૂરિયાતમંદ લોકોને આપ્યા હતા. જો કે હાલમાં સિલિન્ડર પરત ન આવતા હવે ઓક્સિજન રિફિલ કરી આપીએ છીએ.

ઓક્સિજન પ્લાન્ટ ખાતે સવારથી સાંજ સુધી 3 માણસો આ કામગીરીમાં જોતરાય છે
ઓક્સિજન પ્લાન્ટ ખાતે સવારથી સાંજ સુધી 3 માણસો આ કામગીરીમાં જોતરાય છે

સિલિન્ડર અને કોરોના રિપોર્ટ લઈ આવે એટલે ભરી આપે છે
વટવા જીઆઇડીસી ખાતે ઓક્સિજન પ્લાન્ટમાં અમે ઓક્સિજન રિફિલ કરી આપીએ છીએ. જે પણ દર્દીના સગા ઓક્સિજનનો બાટલો અને કોરોનાનો રિપોર્ટ લઈને આવે છે તેમને અમે ઓક્સિજન ભરી આપીએ છીએ અને તેમની પાસેથી કોઈ ચાર્જ લેતા નથી. રોજના 30થી 35 લોકોને અમે ઓક્સિજન રિફિલ કરી આપીએ છીએ. અમારી ટીમ દ્વારા આ પ્રકારની સેવા લોકો માટે કરવામાં આવે છે.

સવારથી સાંજ સુધી પ્લાન્ટ પરથી ઓક્સિજન ભરી આપે છે
એક બોટલ રિફિલ કરવાના 500 રૂપિયા હોય છે પરંતુ પ્લાન્ટના માલિકે પણ નાગલધામ ગ્રુપ કોરોના મહામારીમાં માનવતાનું કામ કરતું હોવાથી દરરોજના 300 રૂપિયા જ લેવાનું નક્કી કરી નાગલધામ સાથે મળી સેવા કરે છે. લોકો પાસેથી એકપણ રૂપિયો લીધા વિના ત્રણ માણસોને સવારે 10થી 5 ઓક્સિજન પ્લાન્ટ પર બેસાડી માનવતાનું કામ કરે છે જે ખરેખર બિરદાવવા લાયક છે

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

વધુ વાંચો