તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

AMC કમિટી બેઠક:અમદાવાદના ગ્યાસપુરમાં નાફેડ સંસ્થા 12 એકર જમીનમાં 500 ટન કચરામાંથી બાયોગેસ ઉત્પન્ન કરશે

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ મહાનગરપાલિકા - ફાઇલ તસવીર - Divya Bhaskar
અમદાવાદ મહાનગરપાલિકા - ફાઇલ તસવીર
  • હેલ્થ એન્ડ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ કમિટીમાં શહેરમાં સફાઈને લઇ ફરિયાદો ઉઠી
  • મચ્છરજન્ય રોગચાળો વધ્યો છે તેમ છતાં ફોગીગ કરવામાં આવતું નથી

રાજ્ય સરકારના વાઇબ્રન્ટ સમિટ 2019માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને NAFED(નાફેડ) સંસ્થા વચ્ચે setting up of 500 TDP Bio Fule plant from Municipal Solid Waste મામલે MOU થયા હતા. જે અંતર્ગત અમદાવાદ શહેરની અંદરથી નીકળતા હજારો ટન કચરાનો નિકાલ કરવા માટે નવો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. આજે મળેલી હેલ્થ એન્ડ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ કમિટીમાં આ મામલે મ્યુનિસિપલ કોર્પોરેશન અને NAFEDવચ્ચે Concession Agreement જેમાં કોર્પોરેશનની બાર એકર જમીન 25 વર્ષ માટે ભાડા પેટે આપવામાં આવશે.

નાફેડ સંસ્થા દ્વારા દરરોજ 500 ટન કચરાને પ્રોસેસ કરીને તેમાંથી ગેસ ઉત્પન્ન કરવામાં આવશે. જેને સ્ટેન્ડિગ કમિટીને મંજૂરી માટે મોકલવાની દરખાસ્ત મંજૂર કરાઈ હતી. આ પ્રોજેક્ટથી શહેરનો કચરો દરરોજ ઓછો થશે. 500 ટન કચરાના નિકાલ મારફતે થનારી પ્રોસેસથી ઉત્પન્ન થનાર બાયોગેસ નાફેડ વેચાણ કરશે. આ પ્રોજેકટની કામગીરી થોડા જ દિવસમાં શરૂ કરી દેવામાં આવશે. ઉપરાંત આજે મળેલી કમિટીમાં કમિટી સભ્યો ઘ્વારા સ્વચ્છતાને લઈને અનેક ફરિયાદ કરવામાં આવી હતી.

રાણીપના કોર્પોરેટર વિરલ વ્યાસે ફરિયાદ કરી હતી કે શહેરના રોડ પર આજુબાજુમાં સફાઈ થતી નથી. રોડની સાઈડમાં ધૂળ અને કચરો પડેલો હોય છે જે સાફ નથી થતો. જ્યારે મહિલા કોર્પોરેટરએ ફરિયાદ કરી હતી કે રાત્રી સાફી શહેરમાં થતી નથી. ખાસ કરીને શાકમાર્કેટમાં જ્યાં હોય છે ત્યાં રાતે સફાઈ થતી નથી અને ગંદકી ફેલાય છે. શહેરમાં મચ્છરનો ઉપદ્રવ વધ્યો છે ત્યારે દરેક વોર્ડમાં ફોગીંગ સમયસર ન થતું હોવાનું તેમજ ભરાયેલા પાણી માં દવાનો છટકાવ ન કરતો હોવાના કારણે શહેરમાં રોગચાળો વકર્યો છે. આ બાબતે કાઉન્સિલરોએ અધિકારીની કામગીરીની વાતો માત્ર કાગળ ઉપર હોવાની ફરિયાદો કરી હતી.

અન્ય સમાચારો પણ છે...