EXHIBITION:વોશ ટેક્નિકથી તૈયાર થયેલા પૌરાણિક ચિત્રો 100 વર્ષ બાદ પણ ફ્રેશ લાગશે

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સ્વ. જવાહરભાઈ સોલંકીના ચિત્રોનું પ્રદર્શન શરૂ થયું

વોશ ટેક્નિકથી તૈયાર થયેલા ચિત્રો જે 100 વર્ષ સુધી એવા જ ફ્રેશ લાગે છે. પેન્સિલથી ડ્રોઈંગ કર્યા પછી તેમાં વોટર કલર પૂરવામાં આવ્યા બાદ પછી આ ચિત્રો સુકાયા બાદ તેને પાણીની ધોઈ નખાય છે. આ પ્રોસેસ 3થી 4 વખત કર્યા બાદ આ ચિત્ર તૈયાર થયા છે. આ ચિત્રોમાં ચિત્રકારે ગ્રામ્ય જીવન, શકંુતલા અને રામાયણના પૌરાણિક પાત્રો આગામી પેઢી 100 વર્ષ સુધી જોઈ શકે તે માટે આ ટેક્નિકના ચિત્રો કરવાનો પ્રયાસ કર્યો છે. આ ચિત્રકાર એટલે સ્વ.જવાહર સોલંકી કે જેમના ચિત્રોનું એક્ઝિબિશન લલિતકલા અકાદમી દ્વારા રવિશંકર રાવળ કલા ભવનમાં શરૂ થયું છે.

આ એક્ઝિબિશન અંગે વાત કરતા કૌશિક પટેલે કહ્યું કે, 'આજે જવાહરભાઈ સોલંકી આપણી વચ્ચે નથી, પણ તેમનું કલાક્ષેત્રનું યોગદાન આજીવન આપણી વચ્ચે જીવંત રહેશે. બધાજ માધ્યમમાં ચિત્રકામ કરવામાં માહીર એવા જવાહરભાઈ વોટર કલરમાં કામ કરવામાં ખુબ જ નિપુણ હતા. વોટર કલરની વોશમેથડ પદ્ધતિથી ચિત્રો સર્જન કરવાની તેમની આવડત અનોખી હતી. પૌરાણિક અને ગ્રામ્યજીવનના દ્રશ્યો ખૂબ જ અનોખી રીતે પેપેર પર કંડારતા હતા.

અન્ય સમાચારો પણ છે...