તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ત્રણ ટર્મ કે તેથી વધારે સમયથી ભાજપના બેનર પર ચૂંટાતાં ઉમેદવારોને ટિકિટ નહીં આપવાના નિર્ણયને તમામ નેતાઓએ આવકાર્યો છે. પક્ષના કેટલાક સિનિયર નેતામાં રોષ છે.
પૂર્વ મેયર અને મ્યુનિ. ભાજપના નેતા અમિત શાહે કહ્યું કે, મારો પુત્ર પક્ષ માટે 12 વર્ષથી મહેનત કરે છે. તેને ટિકિટ માગવાનો અધિકાર છે. તેમણે ઉમેર્યું કે, પાર્ટીએ મને તમામ હોદ્દા આપ્યા છે. તમામ નિર્ણય કરવાનો પાર્ટીને અધિકાર છે અને તે નિર્ણય હું સ્વીકારું છું. માત્ર મારા પુત્રના કિસ્સામાં એટલું કહી શકું કે મારો નહીં કોઇનો પણ દીકરો હોય તો તેના ગુણ દોષ જોઇને ટિકિટ ફાળવવી જોઇએ.
બીજી તરફ ખાડિયાના કોર્પોરેટર મયુર દવેએ કહ્યું કે, નવા કોર્પોરટરને અધિકારીઓ ગાંઠશે નહીં, તેમણે બીપીએમસી એક્ટનો અભ્યાસ કરવો પડશે નહી તો પાંચ વર્ષ ક્યાં નીકળી જશે ખબર નહી પડે.
પહેલું ફોર્મ રાણીપમાંથી ભરાયું, અપક્ષની દાવેદારી
અમદાવાદ મ્યુનિસિપિલ કોર્પોરેશનની ચૂંટણી માટે ફોર્મ ભરાવવાની શરૂઆત થઇ ગઇ છે. રાણીપથી અપક્ષ ઉમેદવારનું પ્રમથ ફોર્મ ભરાયું છે. અત્યાર સુધીમાં 400થી વધુ ફોર્મ ઉમેદવારોના પ્રતિનિધિઓ લઇ ગયા છે. આ વખતે ભાજપ, કોંગ્રેસ અને આપ સહિત વિવિધ રાજકીય પાર્ટીઓએ કોર્પોરેશનની ચૂંટણીમાં ઝંપલાવ્યું છે. જેના કારણે ફોર્મ ભરનાર ઉમેદવારોની સંખ્યા વધુ રહેશે. આગામી છ ફેબ્રુઆરી સુધી ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલશે. ફોર્મ ભરવા માટે 16 પેટા કચેરીએ વ્યવસ્થા કરી છે. ઉમેદવારોએ વોર્ડ પ્રમાણે આ સ્થળે ભરેલા ફોર્મ આપવાના રહેશે. 21 ફેબ્રુઆરીએ 48 વોર્ડની 192 બેઠકો માટે મતદાન થશે. જ્યારે પરિણામ 23 ફેબ્રુઆરીએ જાહેર કરવામાં આવશે.
ટિકિટની આશાએ 500એ નો ડ્યૂ સર્ટિફિકેટ કઢાવ્યાં
કોર્પોરેશનની ચૂંટણી માટે ફોર્મ ભરવામાં પણ ઉમેદવારનો મ્યુનિ.માં કોઇ ટેક્સ બાકી ન હોવો જોઇએ તેવી શરતને કારણે છેલ્લા 3 દિવસથી મ્યુનિ. કચેરીએ નો-ડ્યૂ સર્ટિફિકેટ લેવા માટે લોકો લાઇનો લગાવી રહ્યા છે. જેમાં સૌથી વધારે લાઇનો ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને મધ્ય ઝોનમાં સૌથી વધારે ધસારો જોવા મળ્યો છે. આ 4 ઝોનમાં એક જ દિવસમાં 400થી વધારેએ નો-ડ્યૂ સર્ટિફિકેટ મેળવ્યાનું જાણવા મળે છે. તો બાકીના 3 ઝોનમાં 200 લોકોએ નો-ડ્યૂ સર્ટીફીકેટ કઢાવ્યા છે. ઉમેદવારી નોંધાવવા ઇચ્છતાં તમામ ઉમેદવારો પાસે મ્યુનિ.ને કોઇ લેણાં નીકળતાં ન હોવા જોઇએ તે પ્રાથમિક શરત છે. તેને ધ્યાને લેતા મંગળવારે મોટી સંખ્યામાં લોકોએ મ્યુનિ. કચેરીએ જઇને તેમના નો-ડ્યૂ સર્ટિફિકેટ મેળવ્યા હતા.
સ્થાનિક સ્વરાજની ચૂંટણી મુદ્દે હાઇકોર્ટમાં અરજી
સ્થાનિક સ્વરાજની ચૂંટણી એક જ દિવસે રાખવા મામલે હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી કરાઈ છે. હાઇકોર્ટે ચૂંટણીપંચને 4 દિવસમાં જવાબ રજૂ કહેવાયું છે. કોર્પોરેશનની ચૂંટણી પૂર્ણ થયા બાદ જિલ્લા અને તાલુકા સ્તરની ચૂંટણીઓ કરવામાં આવે તો તેની અસર પરિણામો પર પડી શકે છે. ચીફ જસ્ટિસે ચૂંટણીપંચને આ અંગે નીતિ સ્પષ્ટ કરવા આદેશ કર્યો છે. વધુ સુનાવણી છઠ્ઠી ફેબ્રુઆરી પર મુલતવી રખાઈ છે. ચૂંટણીપંચે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો નક્કી કરતા કોગ્રેંસે તેને હાઇકોર્ટમાં પડકારી છે. મ્યુનિ.ની ચૂંટણીઓ પૂર્ણ થયા પછી જિલ્લા પંચાયત, તાલુકાની ચૂંટણી યોજવાનો નિર્ણય લેવાયો છે. તેમાં રજૂઆત કરાઇ છે કે, બધી જ ચૂંટણી એક દિવસે થવી જોઇએ. જેથી પરિણામ પર અસર ન પડે.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.