પત્નીની ફરિયાદ:'મારા ગાયક કલાકાર પતિને તેના મિત્રની પત્ની સાથે પ્રેમસંબંધ છે, એના જ ઘરે પડ્યો રહે છે'

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
આ તસવીર પ્રતિકાત્મક છે - Divya Bhaskar
આ તસવીર પ્રતિકાત્મક છે
  • પત્નીએ મિત્રના ઘરે જવાની ના પાડતા પતિએ મારઝુડ કરી
  • પતિના માનસિક અને શારીરિક ત્રાસથી પરેશાન પત્નીએ પોલીસ ફરિયાદ નોંધાવી

અમદાવાદના રાણીપ વિસ્તારમાં રહેતા ગાયક કલાકર સામે તેની પત્નીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. પત્નીનો આક્ષેપ છે કે મારા ગાયક કલાકાર પતિને તેના મિત્રની પત્ની સાથે પ્રેમ સંબંધ હોય તેવી પુરી શંકા છે. બે મહિનાથી ઘરે આવતો જ નથી. તેના જ ઘરે રહે છે. વધારે પડતો તેના ઘરે જ રહે છે, જેથી પાંચ- છ દિવસ પહેલા અમારે ઝઘડો થયો હતો. તેના મિત્રના ઘરે જવાની ના પાડતા મારઝુડ કરી તેના ઘરે જતો રહેતો હતો. માનસિક અને શારીરિક ત્રાસ આપતા રાણીપ પોલીસ સ્ટેશનમાં મહિલાએ પતિ સામે ફરિયાદ નોંધાવી છે.

મહિલાએ 2020માં પ્રેમ લગ્ન કર્યા હતા
રાણીપ વિસ્તારમાં આવેલી રાજદીપ સોસાયટીમાં પ્રિયંકા (નામ બદલ્યું છે) ભાડેથી રહે છે. 19 માર્ચ 2020ના રોજ પ્રિયંકાએ ગાયક કલાકાર રાજુ (નામ બદલ્યું છે) સાથે પ્રેમલગ્ન કર્યા હતા. લગ્ન બાદ બંને પતિ-પત્ની રાજુના મિત્ર અને તેની પત્ની સાથે રહેતા હતા. ત્રણ મહિના સાથે રહ્યા બાદ બંને આઠ મહિના બનાસકાંઠા ખાતે વતનમાં રહ્યા હતા. ત્યાંથી રાણીપમાં જ સૂર્યઅમી ફ્લેટમાં અને બે મહિનાથી અત્યારે રાજદીપ સોસાયટીમાં રહેવા આવ્યા હતા.

રાણીપ પોલીસ સ્ટેશનની ફાઈલ તસવીર
રાણીપ પોલીસ સ્ટેશનની ફાઈલ તસવીર

પતિ મિત્રના ઘરે રહેતો હોવાથી રોજ ઝઘડા થતા
જોકે છેલ્લા બે મહિનાથી રાજુ ઘરે આવતો ન હતો અને તેના મિત્રના ઘરે જ રહેતો હતો. જેથી બંને પતિ અને પત્ની વચ્ચે ઝઘડાઓ થતા હતા. આ વાતની જાણ પ્રિયંકાએ તેના માતા અને બહેનને કરતા ઘર સંસાર તૂટે નહિ તે માટે સહન કરતી રહી.

મિત્રના ઘરે જવાની ના પાડતા પત્નીને લાતો મારી
જોકે પ્રિયંકાને પુરી શંકા છે કે પતિ રાજુને તેના મિત્રની સાથે પ્રેમ સંબંધ છે. જેના લીધે વધારે પડતો સમય ત્યાં રહે છે અને તેના લીધે દરરોજ ઝઘડો થાય છે. મિત્રના ઘરે જવાની ના પાડતા પ્રિયંકા મારઝુડ કરી તેના ઘરે જતો રહેતો હતો. ગઈકાલે રાજુએ તમામ હદો વટાવીને પત્નીને લાતો મારી ઝઘડો કર્યો હતો. આવા માનસિક અને શારીરિક ત્રાસ આપતા રાણીપ પોલીસ સ્ટેશનમાં તેણે ફરિયાદ નોંધાવી છે.