તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:મારાં સાસુ પતિના રૂમમાં સુવે છે, અમને એકાંત મળતું નથી કહેતી અમદાવાદની યુવતીએ હેલ્પલાઇન 181ની મદદ માગી

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • કાઉન્સેલરોએ સાસુ, પતિને સમજાવ્યાં, પણ ન માન્યાં, અંતે યુવતીને કાયદાનો સહારો લેવા કહ્યું

‘મારી સાસુ મારા પતિની સાથે અમારા બેડરૂમમાં સુવે છે અને મને બહાર હોલમાં સૂઈ જવાનું કહે છે, અમને એકાંત મળતું નથી. પ્લીઝ મને મદદ કરો’ આ પ્રકારનો ફોન મહિલા હેલ્પલાઇનને મળ્યો હતો. 181 મહિલા હેલ્પલાઈનની ટીમે તે યુવતીના ઘેર પહોંચી યુવતીના પતિ અને તેની માતાને આ બાબતે સમજાવવા છતાં તેઓ ન માનતા હેલ્પલાઇને મહિલાને કાયદાનો સહારો લેવા સમજ આપી હતી.

27 વર્ષીય પૂજાને સ્કૂલમાં જ નોકરી કરતા રવિ (બંનેના નામ બદલ્યાં છે) સાથે પ્રેમ લગ્ન કર્યાં હતાં. જોકે થોડા સમય બાદ બંને વચ્ચે ઝઘડા શરૂ થઈ ગયા હતા. દરમિયાન, પતિ-પત્નીના રૂમમાં તેની સાસુ ગમે તે બહાને સૂઈ જતાં હતાં. શરૂઆતમાં પૂજા કંઈ ન બોલી, પછી તો પૂજાને સાસુએ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે, તારે હોલમાં સૂઈ જવાનું હું અને મારો દીકરો સાથે જ સૂઈશું. આ અંગે પૂજાએ હેલ્પલાઈનનો સંપર્ક કરીને મદદ માગી હતી. જો કે કાઉન્સેલરોએ પૂજાના પતિ અને સાસુને આ બાબતે ખૂબ સમજાવતાં તેઓ ટસના મસ ન થયા હતા. રવિએ તેની માતાનો પક્ષ લઈ પૂજાને એકલી પાડી દીધી હતી. આ બાબતે કાયદાકીય સલાહ લઈ કાર્યવાહી કરવાની હેલ્પલાઇને યુવતીને સમજ આપી હતી.

‘અલગ જ્ઞાતિની હોવાનું કહી અપમાનિત કરી’
પૂજાની ફરિયાદ મુજબ, એકાંતમાં મળવાથી રવિ કતરાતો હતો. સાસુની ચઢામણીથી તે પૂજાને ત્રાસ આપતો હતો. સાસુએ પૂજા અને તેના સસરાનું જમવાનું અલગ બનાવવા કહ્યું હતું. રસોઈ બનાવતાં આવડતું નથી કહી ઉતારી પાડતાં હતાં અને અલગ જ્ઞાતિની છું તેમ કહીને અપમાનિત કરતાં હોવાની ફરિયાદ મહિલા હેલ્પલાઈનને કરી હતી.

અન્ય સમાચારો પણ છે...