તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમદાવાદના ડોક્ટરોની ચેતવણી:વાઈરસમાં મ્યુટેશનને લીધે હાલ કોરોનાનો ચેપ ઝડપથી ફેલાઈ રહ્યો છે; 15 દિવસનું લોકડાઉન જરૂરી

અમદાવાદ7 દિવસ પહેલા
 • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

અમદાવાદ મેડિકલ એસોસિએશનનાં પૂર્વ પ્રમુખ ડો. મોના દેસાઇ જણાવે છે કે, કોરોનાનું સંક્રમણ વધવા પાછળ વાઈરસમાં મ્યુટેશન, હાલની સિઝન જવાબદાર છે. પરિવારની એક વ્યક્તિ સંક્રમિત થતા આખો પરિવાર સપડાય છે. લોકો કોરોનાની ગાઇડલાઇનનું પાલન નહીં કરે તો વાઈરસની ચેઇન તોડવા માટે સરકાર પાસે કર્ફ્યૂ કે લોકડાઉન સિવાય કોઇ વિકલ્પ બચશે નહીં.

15 દિવસનું લોકડાઉન જરૂરી
અમદાવાદ મેડિકલ એસોસિએશનના પ્રમુખ ડો. કિરીટ ગઢવી જણાવે છે કે, કોરોનાના વાઈરસમાં મ્યુટેશન થતાં વાઈરસની સંક્રમણ શકિત વધી છે, જેને કારણે કોરોનાના કેસમાં વધારો થયો છે. જો કે, ગત વર્ષ કરતાં આ વર્ષે વાઈરસની મારણ શક્તિ ઘટી છે. લોકો આજેય માસ્ક વગર ફરી રહ્યા છે. વાઈરસની ચેઇન તોડવા 3થી 4 દિવસનાં લોકડાઉનને બદલે 15 દિવસનું લોકડાઉન જરૂરી છે.

કુલ 5.65 લાખને રસી મુકાઈ, એક લાખે બીજો ડોઝ લીધો
​​​​​​​શહેરમાં મ્યુનિ. દ્વારા હાથ ધરવામાં આવેલી કોરોના વેક્સિન અભિયાનમાં અત્યાર સુધીમાં 5.65 લાખ લોકોએ વેક્સિન લઇ લીધી છે. તે ઉપરાંત એક લાખ નાગરીકોએ તો તેમની વેક્સીનનો બીજો ડોઝ પણ મુકાવી દીધો છે. અત્યાર સુધીમાં 90 હજાર હેલ્થ વર્કર, 50 હજાર ફ્રન્ટલાઇન વર્કર, અને 4.5 લાખ નાગરિકોએ કોરોના વેક્સિન લીધી છે. મંગળવારે 11908 પુરુષ અને 10525 મહિલાઓ સહિત 22433એ રસી મુકાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો