વિવાદ:અમદાવાદના વસ્ત્રાપુર તળાવના ગાર્ડનમાં મુસ્લિમ બિરાદરોએ નમાજ પઢી, તો VHPએ ગંગાજળ છાંટી શુદ્ધીકરણ કર્યું

અમદાવાદ2 મહિનો પહેલા
  • તળાવના ગાર્ડનમાં 2 મહિલા અને 4 પુરુષ નમાજ અદા કરતાં વીડિયોમાં દેખાય છે
  • વીએચપીના કાર્યકરોએ નમાજ પઢાવવામાં આવી હતી એ જગ્યાએ હનુમાન ચાલીસા કરી

અમદાવાદના વસ્ત્રાપુર તળાવમાં આવેલા ગાર્ડન ખાતે મુસ્લિમ બિરાદરો નમાજ પઢી રહ્યા હતા. નમાજનો વીડિયો કોઈએ શૂટ કરીને સોશિયલ મીડિયામાં વાઈરલ કર્યો હતો. ત્યારે બીજો એક વીડિયો પણ વાઈરલ થયો છે, જેમાં નમાજ પઢવામાં આવી હતી એ જગ્યાએ વીએચપીના કાર્યકરોએ હનુમાન ચાલીસાના પાઠ કર્યા હતા અને ગંગાજળ છાંટીને શુદ્ધીકરણ કર્યું હતું.

વીડિયોમાં સામૂહિક નમાજનાં દૃશ્યો કેદ
શહેરના ગીચ વિસ્તારમાં આવેલા વસ્ત્રાપુર તળાવ ગાર્ડનમાં એક સામૂહિક નમાજ પઢતો હોય એવો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો. ઘટના ક્યારની છે એ જાણી શકાયું નથી, પરંતુ 2 મહિલા અને 4 પુરુષ નમાજ અદા કરતા જોવા મળ્યા હતા. વસ્ત્રાપુરના કોઈ ઊંચા બિલ્ડિંગથી વીડિયો કોઈએ ઉતારીને સોશિયલ મીડિયામાં વાઈરલ કર્યો હતો. નમાજ બાદ વસ્ત્રાપુર લેકને પણ વીડિયોમાં બતાવવામાં આવ્યું છે. ગાર્ડન પાસે વાહનો પાર્ક કરેલાં દેખાયાં છે. રોડ પર વાહનોની અવરજવર દેખાય છે.

વાઈરલ વીડિયોમાં ગાર્ડનમાં એક સમૂહ નમાજ પઢતો દેખાય છે.
વાઈરલ વીડિયોમાં ગાર્ડનમાં એક સમૂહ નમાજ પઢતો દેખાય છે.

શુદ્ધીકરણના વીડિયો પણ ફરતો થયો
સોશિયલ મીડિયામાં સામૂહિક નમાજનો વીડિયો વાઈરલ થતાં વિશ્વ હિન્દુ પરિષદ (VHP)ના કાર્યકરો ગાર્ડનમાં નમાજ પઢવામાં આવી હતી એ સ્થળે એકઠા થયા હતા. વીએચપીના કાર્યકરોમાં મહિલા પણ સામેલ છે. નમાજ પઢવામાં આવી ત્યાં ગંગાજળ છાંટીને એ જગ્યાનું શુદ્ધીકરણ કરવામાં આવ્યું હતું. જ્યારે ત્યાં વીએચપીના કાર્યકરોએ હનુમાન ચાલીસાના પાઠ કર્યા હતા.

અન્ય વાઈરલ વીડિયોમાં વીએચપી કાર્યકરોએ નમાજવાળી જગ્યાનું શુદ્ધીકરણ કર્યું.
અન્ય વાઈરલ વીડિયોમાં વીએચપી કાર્યકરોએ નમાજવાળી જગ્યાનું શુદ્ધીકરણ કર્યું.