તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ગુજરાત યુનિવર્સિટીમાં સતત પાંચ સેમેસ્ટરમાં ગોલ્ડ મેડાલિસ્ટ રહેનારી મુસ્લિમ વિદ્યાર્થિનીએ પોતાના છઠ્ઠા સેમેસ્ટરના ગુણની માહિતી આરટીઆઇથી માંગી તો ગુજરાત યુનિવર્સિટીના આરટીઆઇ સેલ દ્વારા જવાબ મળ્યો કે, તમે ભારતીય નાગરિક છો તેવી માહિતી આપો. આ સમગ્ર મુદ્દે ગુજરાત યુનિવર્સિટીના પરીક્ષા નિયામક, રજિસ્ટાર અને વાઇસ ચાન્સેલરનો ફોન-મેસેજથી સંપર્ક કરવાનો પ્રયત્ન કરાયો હતો. પરંતુ કોઇ અધિકારી તરફથી પ્રત્યુત્તર મળ્યો ન હતો.
RTIમાં સંવેદનશીલ માહિતી માગી નથીઃ વિદ્યાર્થિની
યુનિવર્સિટી સંલગ્ન ગાંધીનગરની સિધ્ધાર્થ લો કોલેજના છઠ્ઠા સેમેસ્ટરમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીએ નામ ન આપવાની શરતે જણાવ્યું કે, હું છેલ્લા પાંચ સેમેસ્ટરમાં ગોલ્ડ મેડાલિસ્ટ રહી છું. આ વર્ષે કોરોનાને કારણે વાઇવા લેવામાં આવ્યા ન હતા. તેથી પરિણામ બાદ મેં મારા જ પેપરની ફોટો કોપી અને ઇન્ટર્નલ માર્ક્સની માહિતી માંગી હતી. રજૂઆતથી માહિતી ન આપતા મેં 18 ઓક્ટોબરે આરટીઆઇ ફાઇલ કરી, 45 દિવસ બાદ યુનિવર્સિટીએ જવાબ આપ્યો કે, હું પહેલાં ભારતીય છું તે સાબિત કરું, ત્યારબાદ તેઓ માહિતી આપશે. મેં આરટીઆઇમાં કોઇ અન્ય લોકોની માહિતી માગી નથી કે સંવેદનશીલ માહિતી પણ માગી નથી. મેં માત્ર મારા પરિણામની માહિતી માગી છે. મારા દાદાનો જન્મ આઝાદી પહેલાના ભારતમાં થયો છે. આજ સુધી મેં અન્ય કોઇ બાબતમાં રસ લીધો નથી. મેં હંમેશા મારા પુસ્તકો અને અભ્યાસને જ સર્વસ્વ માન્યા છે.
યુનિવર્સિટીએ વિદ્યાર્થિનીને પાઠવેલો જવાબ અક્ષરશ:
માહિતી અધિકાર અધિનિયમ-2005 અંતર્ગત માગેલી માહિતી કલમ-6 હેઠળ ભારતીય નાગરિકોને માહિતી મેળવવાનો અધિકાર અપાયો છે. આપને ભારતીય નાગરિકતા અંગેનો પુરાવો આપવા અનુરોધ છે. નાગરિકતા અંગેનો પુરાવો મળ્યા બાદ માહિતી આપવા અંગેની કાર્યવાહી ધ્યાન પર લેવાશે.(અગત્યની નોંધ-ભારતીય નાગરિકતા અંગેનો પુરાવો ઉપરોક્ત જણાવેલ કેસ નંબર દર્શાવી આપ સૂચિત સરનામા પર રૂબરૂ કે પત્ર દ્વારા મોકલી શકશો. પરીક્ષા નિયામકશ્રી, રૂમ નંબર 42, ગુજરાત યુનિવર્સિટી નવરંગપુરા, અમદાવાદ-380009)
નાગરિકતા પુરવાર થાય પછી માહિતી આપવાનો કાયદો નથી
આ સમગ્ર મુદ્દે દરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે મુખ્યમંત્રીને પત્ર લખીને વિરોધ નોંધાવ્યો હતો. જેમાં તેમણે માગ કરી હતી કે, માહિતી અધિકારના કાયદામાં ભારતીય નાગરિકતા પુરવાર કર્યા પછી જ માહિતી આપી શકાય તેવી કોઇ જોગવાઇ નથી. ગુજરાત યુનિવર્સિટીના તમામ સત્તાધીશો સામે તાત્કાલિક કાયદેસરના પગલાં લઇ વિદ્યાર્થિનીને ન્યાય આપવો જોઇએ, સાથે જ જાહેર માહિતી અધિકારની સામે ફોજદારી રાહે પગલાં લેવા જોઇએ. આ સાથે જ આ સમગ્ર મામલે યુથ કોંગ્રેસે પણ વિરોધ નોંધાવ્યો છે.
કાયદા નિષ્ણાંતો શું કહે છે
કાયદાના નિષ્ણાતના મતે, જાહેર માહિતી અધિકારીનું કામ આરટીઆઈનો જવાબ આપવાનો હોય છે કે, તે માહિતી આપી શકશે કે નહીં. જાહેર માહિતી અધિકારી આરટીઆઈ કરનારને ક્યારેય તેની નાગરિકતાના પુરાવા રજૂ કરવા અંગે કહી શકે નહીં. એક્ઝિક્યુટિવ ઓફિસરનું આ કામ જ નથી.
પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.