તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મ્યૂઝિક થેરાપી:'વાલમ આવો ને'....સોંગ પર ઝૂમ્યાં કોવિડ દર્દીઓ, PPE કીટ પહેરી સ્ટાફ અને કલાકારોએ હોસ્પિટલનો માહોલ સંગીતમય બનાવ્યો

અમદાવાદ2 મહિનો પહેલા
  • અમદાવાદ પૂર્વની ખાનગી કોવિડ હોસ્પિટલમાં દર્દીઓ ગરબે ઘુમ્યા
  • કોરોનાના કપરા કાળમાં દર્દીઓને મનોસ્થિતિ મજબૂત કરવાનો પ્રયાસ

કોરોનાનાં કારણે હાલ ખુબજ ગમગીની ભર્યો માહોલ છે. જ્યાં જુઓ ત્યાં લોકો માનસિક હતાશ અનુભવે છે તેવા સમયે હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓ ખૂબ પરેશાન છે. આ પરેશાન દર્દીઓને તાત્કાલિક રાહત મળે તેમ નથી પરંતુ ડોક્ટર, સ્ટાફ અને અન્ય લોકો ભેગા મળીને દર્દીઓને સાથે ઝૂમ્યા હતા. જેમાં PPE કીટ પહેરીને મ્યુઝિક વગાડતા ડોક્ટર અને સ્ટાફને જોઈને દર્દીઓ ઝૂમી ઉઠ્યા હતા.

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલી ખાનગી હોસ્પિટલના વીડિયો સામે આવ્યા છે
અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલી ખાનગી હોસ્પિટલના વીડિયો સામે આવ્યા છે

મ્યુઝિક વગાડનાર લોકોએ PPE કીટ પહેરી હતી
અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલી ખાનગી હોસ્પિટલના વીડિયો સામે આવ્યા છે. જે હાલની પરિસ્થિતિમાં આંખને રાહત પહોંચાડે તેવા છે. આ હોસ્પિટલમાં દાખલ દર્દીઓ માટે સ્ટાફ અને મ્યુઝિક વગાડનાર લોકોએ PPE કીટ પહેરી હતી. તેમજ બધા દર્દીઓ પાસે જઈને તેમને આ પરિસ્થિતિમાં બહાર લાવવા માટે ગીત ગાય છે તેની સાથે દર્દીઓ સાથે ઝૂમી ઉઠ્યા હતા.

હોસ્પિટલમાં દાખલ દર્દીઓને માનસિક હતાશામાંથી બહાર લાવવા માટે પ્રયાસ કરવામાં આવ્યો
હોસ્પિટલમાં દાખલ દર્દીઓને માનસિક હતાશામાંથી બહાર લાવવા માટે પ્રયાસ કરવામાં આવ્યો

કોરોના ભૂલી જીવન જીવવા તરફ નવો અભિગમ
આ હોસ્પિટલમાં દાખલ દર્દીઓને માનસિક હતાશામાંથી બહાર લાવવા માટે પ્રયાસ કરવામાં આવ્યો હતો. તેની સાથે દર્દીઓ પણ થોડીવાર માટે આ સ્થિતિ ભૂલીને જીવન જીવવા તરફ નવો અભિગમ અપનાવ્યો હતો. બીજીતરફ જ્યારે આવા દર્દીઓને સાથે લોકો અંતર રાખે છે ત્યારે તેમની નજીક જઈને કોઈ વાત કરે તો ખૂબ જ આનંદ મળે છે.

દર્દીઓએ કોરોનાની સ્થિતિ ભૂલીને જીવન જીવવા તરફ નવો અભિગમ અપનાવ્યો હતો
દર્દીઓએ કોરોનાની સ્થિતિ ભૂલીને જીવન જીવવા તરફ નવો અભિગમ અપનાવ્યો હતો