તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મ્યુઝિકલ વેક્સિનનું લાઇવ સેશન:કોવિડમાં સ્ટ્રેસ ફ્રી અને પોઝિટિવ રહેવા માટે મ્યુઝિક ખૂબ ઉપયોગી છે

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

એલ. જે. યુનિવર્સિટીના યુથ સેન્ટર દ્વારા વર્લ્ડ મ્યુઝિક ડે નિમિત્તે મ્યુઝિકલ વેક્સિનનું લાઈવ સેશન યોજવામાં આવ્યું હતું. જેમાં જાણીતી પ્લેબેક સિંગર લીપિકા નાગ દ્વારા વિદ્યાર્થીઓ માટે સંગીતના માધ્યમથી સકારાત્મકતાનો સંચાર થાય તેવા મ્યુઝિકની પ્રસ્તુતિ કરવામાં આવી હતી. આ સેશનમાં મિત્રતા અને મોટિવેશનને લગતા ગીતો પર્ફોર્મ કરીને વિદ્યાર્થીઓને મનોરંજન તેમજ મોટિવેશન પૂરું પાડ્યુ હતું. જેમાં તેમણે ગુજરાતી, હિન્દી, અંગ્રેજી ઉપરાંત બંગાળી ભાષામાં ગીતો ગાઈને વિદ્યાર્થીઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા.

આ ઉપરાંત મ્યુઝિક ફીલ્ડમાં રસ ધરાવતા વિદ્યાર્થીઓને લીપિકા નાગ દ્વારા ખાસ માર્ગદર્શન પણ પૂરું પાડતા જણાવ્યું હતું કે, મ્યુઝિક લોકોને આનંદમય રાખવાનું શ્રેષ્ઠ માધ્યમ છે અને આ માધ્યમથી લોકો સ્ટ્રેસ ફ્રી થઈને પોઝિટિવ માહોલમાં રહી શકે છે. મ્યુઝિક માનસિક મનોબળ મજબૂત કરવામાં ખૂબ મદદરૂપ થાય છે. કોરોનાના સમયમાં લોકોનું માનસિક સ્વાસ્થ્ય સારું રહે તે ખૂબ જરૂરી છે. લોકોમાં મ્યુઝિકની મદદથી પોઝિટિવિટી લાવી શકાય છે. મ્યુઝિક થેરાપીની મદદથી ઘણા સિંગર અને મ્યુઝિશિયનો કોરોનાના દર્દીઓને મદદરૂપ પણ થઈ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...