ભાજપના કાર્યકર રોનક મહેતાની હત્યા કરનાર મોન્ટુ નામદારને ક્રાઈમ બ્રાંચે કોર્ટમાં રજૂ કરીને 5 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. પોલીસે મોન્ટુની પૂછપરછ કરતા તે રોનકની હત્યા કર્યા બાદ વટવા ગામડી ગામ ખાતેના તેના ફાર્મ હાઉસમાં જ છુપાયો હતો.
ત્યાં 2 દિવસ રોકાયા બાદ મોન્ટુએ રોનકની હત્યા કરી ત્યારે પહેરેલા કપડાં અને હથિયારો સગેવગે કરી દીધા અને કપડાં બદલી પોલીસ સામે હાજર થયો હતો. હત્યામાં સામેલ મોન્ટુના 5 થી 6 સાગરીતો જૂનાગઢ અને સૌરાષ્ટ્રમાં છુપાયા હોવાની બાતમીને આધારે પોલીસની બે ટીમો રવાના કરવામાં આવી છે.
મોન્ટુ વિશે પોળનું કોઈ બોલવા તૈયાર નથી
હજીરાની પોળમાં મોન્ટુનો ખૌફ એટલી હદે છે કે પોળની એક પણ વ્યકિત મોન્ટુ નામદાર વિશે પોલીસને કશું પણ કહેવા તૈયાર નથી. કાર આડી ઉભી કરીને પોળનો રસ્તો બંધ કરીને મોન્ટુ અને તેના સાગરીતોએ રોનક મહેતા ઉપર બેઝબોલની સ્ટિક, લાકડીઓ અને પાઈપોથી તૂટી પડયા હતા. તેમ છતાં રોનકને બચાવવા કોઈ વચ્ચે પડ્યંુ ન હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.