ટેક્સની આવક ઉપરાંત અન્ય નોન રેવન્યૂ આવકમાં પણ હાલ કેટલાક સુધારા કરવામાં આવે તો મ્યુનિ.ની આવકમાં વધારો થઇ શકે છે, તે સાથે ટી.પી. કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ મ્યુનિ. કમિશનરને પત્ર પાઠવી શહેરના 10 હજારથી વધારે લાઇટના થાંભલા પર કિયોસ્ક દ્વારા થતી જાહેરખબર છેલ્લા 3 વર્ષથી બંધ થઇ ગઇ હોવાથી તે ફરી શરૂ કરવા રજૂઆત કરી છે.
આ સાથે સ્વીગી, ઉબેર, ઓલા જેવી ખાનગી કંપનીઓ પાસે લાઇસન્સ ફી જનરેટ કરી તેમની પાસેથી પણ રેવન્યૂ મેળવી શકાય તેવી ભલામણ કરી છે. ટી.પી. વિભાગમાં સર્વેયર સહિતની વિવિધ પોસ્ટ પર ભરતી કરવા પણ તેમણે ભલામણ કરી છે.
આ બાબતે તેમણે મ્યુનિ. કમિશનરને લખેલા પત્ર પ્રમાણે શહેરમાં એડવર્ટાઈઝિંગનું સર્વેલન્સ થવું ખૂબ જરૂરી છે. 2016થી એડવર્ટાઇઝિંગનું સર્વેલન્સ બંધ છે. છેલ્લા 2014માં સર્વેલન્સ થયું ત્યારે 4 કરોડનો ફાયદો થયો હતો જેથી હાલ મ્યુનિ.એ સર્વેલન્સ દ્વારા એક ચોક્કસ પોલિસી પણ બનવી જોઇએ તેવું તેમણે જણાવ્યું હતું.
તે ઉપરાંત ઓડિટ પણ એનકોડના બદલે ગુજરાત ઇન્ફોમેટ્રિક પેટ્રો લી. દ્વારા કરરાવવું જોઇએ. કોર્પોરેશનના 4500 જેટલા પ્લોટમાં પણ જાહેરખબર લાગે તે આવશ્યક છે. જાહેરખબરના ટેન્ડર એસ્ટેટ વિભાગ મારફતે જ જનરેટ થવા જોઇએ. એટલું જ નહી પણ ટી.પી. વિભાગમાં સર્વેયર, ઇન્સ્પેક્ટર, સબ ઇન્સ્પેક્ટરની ખાલી જગ્યાઓ પર ભરતી થવી જોઇએ જેથી રેવન્યૂ લોસ ઓછો થાય.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.