ઝુંબેશ:અમદાવાદમાં વસ્ત્રાલ, હાથીજણ, નિકોલ અને રામોલમાં મ્યુનિ.એ દબાણ દૂર કર્યા

અમદાવાદ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પૂર્વ ઝોનમાં મ્યુનિ.ની ઝુંબેશ, લારી, ગલ્લા, બોર્ડ હટાવાયા

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા પૂર્વ ઝોનની હદમાં ટી.પી. રસ્તા, જંક્શન પરના મ્યુનિ. રિઝર્વ પ્લોટમાં થયેલા દબાણ, બિન-પરવાનગીના બાંધકામો દૂર કરવાની ઝુંબેશ હાથ ધરાઈ હતી, જેમાં વસ્ત્રાલ વોર્ડ, રામોલ હાથીજણ, નિકોલમાં શનિવારે મ્યુનિ. દ્વારા રસ્તા પરના દબાણ હટાવાયા હતા. કોર્પોરેશને લારીઓ, બાંકડા, ગેસની સગડી તેમ જ માલ-સામાન જપ્ત કર્યો હતો અને તેમના માલિકો સામે કાર્યવાહી કરી હતી.

કોર્પોરેશન દ્વારા વસ્ત્રાલ વોર્ડમાં તક્ષશિલા સ્કૂલ થઈ પાંજરાપોળ ચાર રસ્તાથી આર.એ.એફ. કેમ્પના સર્વિસ રોડ તથા ન્યૂ આર.ટી.ઓ રોડ સુધીના ટી.પી.રસ્તા તથા ફૂટપાથ પરથી માલ-સામાન જપ્ત કરવામાં આવ્યો હતો. તેમ જ રામોલ હાથીજણ વોર્ડમાં જશોદનગર સર્કલ તથા લાલગેબી સર્કલથી એક્સપ્રેસ હાઈવેના સર્વિસ રોડ સુધીના ટી.પી.રસ્તા તથા ફૂટપાથ પરથી માલ-સામાન જપ્ત કરાયો હતો. નિકોલ વોર્ડના ખોડિયાર મંદિરથી દાસ ખમણથી ગંગોત્રી સર્કલ, શુકન ચાર રસ્તા, ભક્તિ સર્કલ સુધીના ટી.પી.રસ્તા અને ફૂટપાથ તથા જંક્શન પરથી નાના-મોટા બોર્ડ તથા રોડ પર કરાયેલા દબાણો મોટી સંખ્યામાં દૂર કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...