ડોક્ટર સાથે ગેરવર્તણૂકનો મામલો:ભાજપના કોર્પોરેટને બચાવવા મ્યુનિ. ભાજપ સતાધીશોના હવાતિયાં, વિપુલ પટેલે ખુલાસો આપ્યો કે, પાર્ટી જે નિર્ણય લેશે તે માન્ય રહેશે

અમદાવાદ14 દિવસ પહેલા
  • કૉપી લિંક

અમદાવાદના નરોડા વોર્ડના ભાજપના કોર્પોરેટર વિપુલ પટેલ ઉર્ફે સોમભાઈ પટેલ સામે મહિલા પોલીસ વર્તણુક કરવા બદલ નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપના નેતા ભાસ્કર ભટ્ટ દ્વારા કોર્પોરેટર પાસે તેમને સસ્પેન્ડ કેમ ન કરવા મામલે ખુલાસો પૂછવામાં આવ્યો હતો. જેમાં વિપુલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, તેઓ ની સામે જે પોલીસ ફરિયાદ નોંધાઇ છે. તેઓને ફસાવવામાં આવ્યા છે અને તેઓએ મહિલાને પાણી પીવડાવ્યું હોયને તેવા પ્રકારનું કોઈ કૃત્ય કર્યું નથી. પાર્ટી દ્વારા જે પણ નિર્ણય લેવામાં આવશે એ મંજૂર રહેશે.

મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપના સત્તાધીશો તેમના કોર્પોરેટરને બચાવવાના પુરા પ્રયાસ કરી રહ્યા છે. કોર્પોરેટર સામે શું કાર્યવાહી તેમજ તેમને સસ્પેન્ડ કરવામાં આવશે કે કેમ? તેને છુપાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપના સત્તાધીશો દ્વારા આજે ફરી એકવાર કોર્પોરેટર વિપુલ પટેલના ખુલાસા બાદ બેઠક યોજવામાં આવી હતી. જેમાં કોર્પોરેશન પ્રભારી ધર્મેન્દ્ર શાહ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટ તેમજ પક્ષના નેતા ભાસ્કર ભટ્ટ હાજર રહ્યા હતા.

આ સમગ્ર બેઠક પૂર્ણ થઈ હતી જોકે, ત્યારબાદ આ મામલે શું નિર્ણય લેવામાં આવ્યો છે તેની કોઈ પણ પ્રકારની જાણકારી આપવી તેઓને યોગ્ય જણાય ન હતી. આમ ભાજપના સત્તાધીશો કોર્પોરેટર વિપુલ પટેલ ને બચાવવાના પ્રયાસ કરી રહ્યા છે. આજે કોંગ્રેસના નેતાઓ મેયરને જ્યારે રજૂઆત કરવા માટે તેઓની પાસે ગયા ત્યારે મેયર દ્વારા પત્રકારોને બહાર રોકી રાખવામાં આવ્યા હતા. બીજી તરફ ભાજપના સત્તાધીશો અને કોર્પોરેટરોમાં ચર્ચા થઈ રહી છે કે, આ સમગ્ર વિવાદ ભાજપના જ આંતરિક જૂથવાદ અને વિવાદના કારણે થયો છે.

નરોડા વિસ્તારમાં કોર્પોરેટર વિપુલ પટેલ ઉર્ફે સોમભાઈ પટેલની કામગીરી અંગે લોકોમાં ધીરે ધીરે ચર્ચાઓ અને વ્યાપ વધતા નરોડા વોર્ડના જ ભાજપના પૂર્વ કોર્પોરેટરને આ કમ્યુન હતું અને જેના કારણે આ સમગ્ર વિવાદ ઊભો કરવામાં આવ્યો હોવાનું ચર્ચા રહ્યું છે. નરોડા વોર્ડના જ પૂર્વ કોર્પોરેટરના ઈશારે થયું હોવાની ખુદ ભાજપમાં ચર્ચા ચાલી રહી છે. જોકે, સમગ્ર હકીકત શું છે તે ભાજપના સત્તાધીશો અને અધિકારીઓ વચ્ચે મળેલી બેઠકમાં જે તપાસ કમિટીની રચના કરવામાં આવી હતી તેઓના રિપોર્ટના આધારે બહાર આવશે.

અન્ય સમાચારો પણ છે...