નોટિસ:અમદાવાદમાં ગંદકી મુદ્દે મ્યુનિ. સોલિડ વેસ્ટ વિભાગે કીટલી-પાનના ગલ્લાવાળાને નોટિસ આપી

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 189 ચાવાળાને નોટિસ
  • પ્રતિબંધિત પ્લાસ્ટિક રાખનારા 117 એકમોમાં તપાસ, 46 પાસેથી દંડ વસૂલ કરાયો
  • ગંદકી બદલ દુકાનમાલિક જોડે સફાઈ કરાવી અધિકારીએ કહ્યું,
  • ધંધો તમારો છે, જગ્યા ચોખ્ખી રાખો, ગ્રાહક પણ ખુશ થઈ જશે

શહેરના સ્વચ્છ બનાવવાના મ્યુનિ. કમિશનરના આદેશ બાદ સોલિડ વેસ્ટ વિભાગે જુદા જુદા વિસ્તારમાં આવેલી 189 ચાની કીટલી અને પાનના ગલ્લાવાળાને ગંદકી મુદ્દે નોટિસ આપી છે. જ્યારે 117 સ્થળેથી પ્રતિબંધિત પ્લાસ્ટિકનો 6.8 કિલોનો જથ્થો જપ્ત કરાયો છે. સાથે જ શહેરના 65 ફ્લાયઓવર અને અંડરપાસને પાણી ધોવામાં આવ્યા હતા. વિવિધ વિસ્તારમાં આવેલી ચાની લારી, પાનના ગલ્લાવાળાને ગંદકી મામલે નોટિસ આપી 56 હજારથી વધુનો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. મ્યુનિ.એ પ્રતિબંધિત પ્લાસ્ટિક રાખનારા 117 એકમો સામે પગલાં લીધા છે. જેમાં સૌથી વધારે 96 જેટલા એકમો પશ્ચિમ વિસ્તારના છે. પ્લાસ્ટિકના 46 એકમો પાસેથી મ્યુનિ.એ 13700નો દંડ વસૂલ્યો છે. જ્યારે અન્ય વિસ્તારમાં માત્ર સિંગલ ડિજિટમાં એકમો સામે પગલાં લેવામાં આવ્યા છે. ગંદકી મામલે મ્યુનિ.એ પશ્ચિમ ઝોનમાં 20 હજારથી વધુ અને મધ્ય ઝોનમાંથી 10,500નો દંડ વસૂલ્યો હતો. ચાની કીટલી સહિત પાનના ગલ્લાવાળા ગંદકી નહીં કરવા સૂચના આપવામાં આવી છે.

મ્યુનિ. સોલિડ વેસ્ટ વિભાગે ગંદકી મુદ્દે યોજેલી ઝુંબેશમાં મ્યુનિ. અધિકારીએ એક દુકાનદાર પાસે કચરો વળાવડાવ્યો હતો. તેમજ ધંધો તમારો છે અને જગ્યા ચોખ્ખી રાખશો તો, ગ્રાહક પણ ખુશ થઈ જશે તેવી પણ ટકોર કરી હતી.

પશ્ચિમ ઝોનમાં 125ને નોટિસ

ઝોનચાનીપાનના
લારીગલ્લા
પૂર્વ187
પશ્ચિમ1205
ઉત્તર910
દક્ષિણ85
મધ્ય215
ઉ.પશ્ચિમ22
દ.પશ્ચિમ116
અન્ય સમાચારો પણ છે...