તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ના હોય!:ચોમાસા પહેલા મ્યુનિ. ભાજપના હોદ્દેદારો અને AMC અધિકારીઓ વચ્ચે પ્રિ- મોન્સૂન બેઠક, મ્યુનિ. હોદ્દેદારો ત્રણ ચેરમેનોને બોલાવવાનું ભૂલી ગયા

અમદાવાદ6 દિવસ પહેલા
પાલડી ખાતે પ્રિ- મોનસૂન બેઠક યોજાઈ
  • ચાલુ બેઠકમાં સ્ટેન્ડિંગ ચેરમેન હિતેશ બારોટે વોટર કમિટિ, રોડ બિલ્ડિંગ અને હેલ્થમાં ચેરમેનને ફોન કરી જાણ કરી
  • વોટર સપ્લાય કમિટિના ચેરમેન જતીન પટેલ પાછળથી હાજર રહ્યા પરંતુ અન્ય બે કમિટિના ચેરમેન બેઠકમાં ન આવ્યા

ચોમાસા પહેલા મેયર, ડેપ્યુટી મેયર સહિત હોદ્દેદારો અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓ સાથે આજે પાલડી ખાતે પ્રિ- મોનસૂન બેઠક યોજાઈ હતી. શહેરમાં ચોમાસા દરમિયાન વરસાદી પાણીના નિકાલ અને અન્ય સમસ્યાઓના ઉકેલ માટે મળેલી બેઠકમાં કોર્પોરેશનના ભાજપના હોદ્દેદારો વોટર સપ્લાય કમિટી, રોડ એન્ડ બિલ્ડિંગ અને હેલ્થ કમિટિના ચેરમેનને બોલાવવાનું ભૂલી ગયા હતા. જો કે, સ્ટેન્ડિંગ ચેરમેને ચાલુ બેઠકમાં ચેરમેનોને ફોન કરી જાણ કરી હતી. જો કે બેઠકમાં માત્ર વોટર સપ્લાય કમિટિના ચેરમેન જતીન પટેલ પાછળથી હાજર રહ્યા હતા. અન્ય બે કમિટિના ચેરમેન બેઠકમાં આવ્યા ન હતા.

આજે 24 મુદ્દાઓ તારવામાં આવ્યા
ચોમાસામાં શહેરમાં વરસાદી પાણી કઈ રીતે ભરાય અને વધુ પાણી ભરાય છે, તેવા સ્પોટ નક્કી કરી અને ત્યાં ઝડપથી પાણીના નિકાલ અંગે તેમજ અલગ અલગ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. જેમાં આજે 24 મુદ્દાઓ તારવામાં આવ્યા છે અને તેના પર આજે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આજે બેઠકમાં મહત્વનો મુદ્દો હતો કે, શહેરમાં જે પણ જગ્યાએ પાણી ભરાય છે તેનો નિકાલ કેવી રીતે કરવો. સાથે સાથે હોર્ડિંગ અને વીજ થાંભલાની ચકાસણી, જર્જરિત મકાનો અને ધરાસાયી થાય તેવા વૃક્ષોનું તાત્કાલિક નિકાલ કરવો, મકાન માલિકોને નોટિસ આપી અને તેની કામગીરી કરાવી, રસ્તે રખડતા ઢોર અને બહાર ફુટપાથ પર રહેતા લોકોને રેનબસેરામાં યોગ્ય વ્યવસ્થા કરાવી જેવા અનેક મુદ્દા પર આજે ચર્ચા કરવામાં આવી હતી.

મેયર, ડેપ્યુટી મેયર સહિત હોદ્દેદારો અને AMCના ઉચ્ચ અધિકારીઓ પ્રિ- મોનસૂન બેઠકમાં જોડાયા
મેયર, ડેપ્યુટી મેયર સહિત હોદ્દેદારો અને AMCના ઉચ્ચ અધિકારીઓ પ્રિ- મોનસૂન બેઠકમાં જોડાયા

કોર્પોરેશનનો કંટ્રોલ રૂમ શરૂ કરી દેવાયો
દર ચોમાસાની સીઝનમાં ભુવા પડવાની સમસ્યાઓ વધારે હોય છે. રોડ ધોવાઈ જવા જેવી પણ તકલીફો આવતી હોય છે. ત્યારે આ વરસાદની સીઝનમાં આવી તકલીફો જનતાને ન પડે તેના માટે આગોતરું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. આજે પણ અમદાવાદમાં ખોદકામ ચાલુ છે. અને કામ અધૂરા છે તેમને તાકીદે પુરા કરી દેવા માટે પણ આજે ચર્ચા કરવામાં આવી હતી. ચોમાસામાં ખાસ કંટ્રોલ રૂમમાંથી કામ થતાં હોય છે. ત્યારે આ વર્ષે પણ કોર્પોરેશનનો કંટ્રોલ રૂમ તૈયાર કરી દેવામાં આવ્યો છે.

ચોમાસામાંપાણી ભરાવા અને અંડર બ્રિજ બંધ થવાની સમસ્યા રહે છે
ઉલ્લેખનીય છે કે, આજે મળેલી બેઠકમા અલગ અલગ કામો માટે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. પરંતુ કોર્પોરેશને કરેલી તમામ તૈયારીઓ વરસાદ પડતાં જ પાણીમાં જાય છે. અનેક જગ્યાઓ પર પાણી ભરાવાની સમસ્યા હોય કે અંડર બ્રિજ બંધ કરવાની સમસ્યાઓ ઉભી જ રહે છે. અત્યારે કરેલી કોર્પોરેશનની તૈયારીઓની પોલ પહેલા વરસાદમાં જ ખુલી જવાની છે.

અન્ય સમાચારો પણ છે...