હાઈકોર્ટની મનાઇ છતાં ડ્રાફ્ટ ટીપીમાં ફેરફાર કરનાર સુરતના મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલે હાઇકોર્ટ સમક્ષ હાજર થઇને બિનશરતી માફી માગી હતી. જસ્ટિસ નિર્ઝર દેસાઇએ કમિશનરને ટકોર કરી હતી કે, મેડમ હવે પછી આવી ઘટનાનું પુનરાવર્તન ન થાય તેનું ધ્યાન રાખજો. મ્યુનિસિપલ કમિશનર તરફથી એડવોકેટ જનરલ હાજર થતા કોર્ટે એવી ટકોર કરી હતી કે, તમે બાંયધરી આપો છો એટલે અમને વિશ્વાસ છે. વધુ સુનાવણી મંગળવાર પર મુકરર કરી છે.
હસમુખ પટેલ નામના અરજદાર તરફથી એડવોકેટ દિગંત પોપટે હાઇકોર્ટમાં એવી રજૂઆત કરી હતી કે, હાઇકોર્ટનો આદેશ હોવા છતાં સુરતના મ્યુનિસિપલ કમિશનરે તેની ઉપરવટ જઇને ડ્રાફટ ટીપીમાં ફેરફાર કરીને ખાનગી પક્ષકારને લાભ થાયે તેમ કબજો સોંપી દીધો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.