નવીનીકરણ:ટ્રાફિક સમસ્યા નિવારવા મ્યુનિ.એ 362 કરોડનું બજેટ ઓવરબ્રિજ માટે ફાળવ્યું; ​​​​​​​શારદાબેન, એલજી હોસ્પિટલને વિસ્તારાશે

અમદાવાદ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • વસ્ત્રાલમાં લેટેસ્ટ ટેક્નોલોજીથી સજ્જ મોડલ સ્કૂલો તૈયાર કરાશે
 • પાણી, ગટર, મ્યુનિ. સ્કૂલો, બગીચા, રમત સંકુલનાં વિકાસકાર્યો થશે​​​​​​​

પૂર્વ અમદાવાદમાં ટ્રાફિકની ખૂબ મોટી સમસ્યા છે. આ સમસ્યાના નિવારણ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ઓવર બ્રિજ પ્રોજેક્ટ હાથ ધર્યા છે. પૂર્વ અમદાવાદને ટ્રાફિકરહિત બનાવવા મ્યુનિ.એ 362 કરોડથી વધુનું બજેટ ફાળવ્યું છે, જેમાં 6 જેટલા વિસ્તારમાં જ્યાં દિવસ દરમિયાન સખત ટ્રાફિક રહેતો હોય છે ત્યાં ઓવર બ્રિજ તૈયાર કરવાની શરૂઆત થઈ છે અથવા નજીકના ભવિષ્યમાં ત્યાં બ્રિજ બનવાની કામગીરી શરૂ કરાશે.

ટ્રાફિકની સમસ્યાની સાથેસાથે પાણી, ગટર, મ્યુનિ. સ્કૂલો, બગીચા, રમત સંકુલ વગેરેનો પણ વિકાસ કરવા મ્યુનિ.એ કટીબદ્ધતા દર્શાવી છે. પૂર્વ ઝોનમાં રામોલ-હાથીજણ અને વિનોબાભાવે નગર પાસે સ્કૂલ તથા વસ્ત્રાલ વોર્ડમાં મોડલ સ્કૂલો તૈયાર કરવાનું આયોજન છે. આ મોડલ સ્કૂલોને ટેક્નોલોજીથી સજ્જ કરાશે ત્યારબાદ અન્ય શહેરો અથવા રાજ્યોમાં પણ તેનો અમલ કરવામાં આવશે.

નાગરિકોને મ્યુનિ. સંચાલિત હોસ્પિટલમાં પણ શ્રેષ્ઠ કક્ષાની સારવાર મળી શકે તે માટે મણિનગરની એલ.જી. હોસ્પિટલનું 115 કરોડના ખર્ચે ડેવલપમેન્ટ કાર્ય શરૂ થવા જઈ રહ્યું છે. જૂની એલ.જી. હોસ્પિટલને જમીનદોસ્ત કરી 10 માળની સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ તૈયાર કરવામાં આવશે. બીજી તરફ રખિયાલ સ્થિત શારદાબેન હોસ્પિટલ માટે પણ વિશાળ જગ્યા ફાળવવામાં આવી છે. શારદાબેનના નવિનીકરણ માટે 95 કરોડનું બજેટ ફાળવાયું છે. લોકોને પીવાનું શુદ્ધ પાણી મળી રહે તે માટે વોટર પ્રોજેક્ટ્સ પર પણ મ્યુનિ. કાર્ય કરી રહી છે.

વિંઝોલ પાસે 100 એમએલડીનો સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ

 • કોતરપુર વોટર વર્કસ પાસે 60 એમએલડી પ્લાન્ટ
 • વિંઝોલ પાસે 100 એમએલડી પ્લાન્ટ
 • પીરાણા ખાતે 155 એમએલડી પ્લાન્ટ
 • શાહીબાગ કેન્ટોનમેન્ટ ખાતે 25 એમએલડી પ્લાન્ટ
 • બાપુનગર મલેક સાબાન ખાતે 30 એમએલડી પ્લાન્ટ

બ્રિજ પ્રોજેક્ટ

 • વિરાટનગર સ્પ્લિટ ફ્લાયઓવર 50.66 કરોડ
 • અજિત મિલ ફ્લાયઓવર 61.19 કરોડ
 • નરોડા રેલવે ઓવરબ્રિજ 102.95 કરોડ
 • અનુપમ-ખોખરા રેલવે ઓવરબ્રિજ 38.42
 • જગતપુર રેલવે ઓવરબ્રિજ 76.41
 • વિવેકાનંદનગર રિવર બ્રિજ 32.63
 • કુલ 362.26 કરોડ રૂપિયા

હાઉસિંગ ફોર ઓલ 2022 પ્રોજેક્ટ

 • એલઆઈજી અને ઈડબ્લ્યુએસના 17,908 આવાસ બન્યા
 • 17 સ્લમ માટે ISSR હેઠળ 2,332 આવાસ બન્યા
 • પ્રાઇવેટ ડેવલપર દ્વારા 35,099 એફોર્ડેબલ આવાસ બન્યા
 • ઈડબ્લ્યુએસ-1 (30 ચો.મી. સુધી) ના 23,307 આવાસ હજૂ નિર્માણાધીન
 • 54 સ્લમ માટે ISSR હેઠળ 17,521 આવાસ બનશે
 • પ્રાઇવેટ ડેવલપર દ્વારા 70,058 આવાસ બનવાની તૈયારી શરૂ
 • જાહેર આવાસ યોજના 2016ની પોલિસી અંતર્ગત 3874 આવાસ બનાવવાની કામગીરી પ્રગતિશીલ

વોટર ડિસ્ટ્રિબ્યુશન સ્ટેશન, ડ્રેનેજ ટ્રેન્ચલેસ માઇક્રો ટનલ

 • સૈજપુર વૌર્ડમાં ઉમા સ્કૂલ સામે
 • નરોડા મુઠિયા વિસ્તાર
 • નિકોલ વોર્ડમાં ભક્તિ સર્કલ પાસે
 • વસ્ત્રાલ વોર્ડમાં રાધે ચેમ્બર પાસે
 • રામોલ-હાથીજણ વોર્ડમાં
 • કઠવાડા ખાતે
 • વટવા વોર્ડ ભમરિયા વિસ્તારમાં ફિઝિબિલિટી રિપોર્ટના આધારે
 • લાંભા વોર્ડમાં નારોલ કોર્ટ વિસ્તારની પાછળ
 • લાંભામાં બચુભાઈના કુવા પાસે અથવા વટવા વોર્ડમાં નવા વિંઝોલ વિસ્તારમાં જામિયા પીરના ટેકરા પાસે
 • નારોલ નરોડા રોડ પર કેડિલા બ્રિજથી કોઝી હોટેલ સુધી ટ્રેન્ચલેસ માઇક્રો ટનલિંગ પદ્ધતિથી ડ્રેનેજ ટ્રન્ક લાઇન તૈયાર થશે. યુરોપની ટેક્નોલોજી મુજબ અંડર રોડ ડ્રેનેજ ટ્રન્ક લાઇન બની રહી છે.
અન્ય સમાચારો પણ છે...