સવારે બેસાણાંમાં 4 કલાક માટે જો હોલ બુક હોય તો મ્યુનિ.ની વેબસાઇટમાં તે આખો દિવસ બુક દર્શાવે છે, જોકે તેના સોફ્ટવેરમાં સુધારો કરી સવારે 4 કલાક માટે બુક થયેલો હોલ જો સાંજે ખાલી હોય અને કોઇને તે રિસેપ્શન કે અન્ય પ્રસંગ માટે ભાડે જોઇતો હોય તો આપી શકાય તેમ કરવા ટી.પી. કમિટીમાં સૂચના આપવામાં આવી છે.
ટીપી કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, ગત નાણાકીય વર્ષમાં મ્યુનિ.ના 60 હોલ, પાર્ટીપ્લોટ દ્વારા 5.56 કરોડની આવક થઇ છે. બીજી તરફ સોફ્ટવેરની કેટલીક ખામીઓ સુધારી જ્યાં શક્યતા હોય ત્યાં બે અલગ અલગ અલગ અલગ પાર્ટીને હોલ કે પાર્ટી પ્લોટ ભાડે આપી શકાય તેવી વ્યવસ્થા ગોઠવવા સૂચના આપવામાં આવી છે.
ઉપરાંત મ્યુનિ. એસ્ટેટ - ટીડીઓ વિભાગ દ્વારા શહેરમાં 20 જેટલા પ્લોટમાં દબાણો દૂર કરીને 121 કરોડના પ્લોટ ખુલ્લા કર્યા છે. તથા 7 ઝોનના લગભગ 9 કિમીના ટીપી રોડ ખુલ્લા કર્યા છે. જેમાં ઉ.પશ્ચિમઝોનમં 2 કિ.મી., પૂર્વઝોનમાં 2 કિમી, ઉત્તરઝો અને દક્ષિણઝોનમાં દોઢ કિ.મી.ના રસ્તાઓ ખુલ્લા કરવામાં આવ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.