તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેસ્ટમાંથી વીજળી:પીરાણાના કચરાના ડુંગર પાસે મ્યુનિ.એ 13 એકરમાં ‘વેસ્ટ ટુ એનર્જી’ પ્લાન્ટ સ્થાપ્યો, રોજ એક હજાર મેટ્રિક ઘન કચરામાંથી 15 મેગા વોટ વીજળી બનશે

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

મ્યુનિસિપલ કોર્પોરેશને એબેલોન ક્લીન એનર્જી લી. સાથે પીપીપી ધોરણે ઘન કચરામાંથી વિજળી બનાવવા વેસ્ટ ટુ એનર્જી પ્રોજેક્ટ માટે કરાર કર્યો છે. આ પ્લાન્ટ માટે આશરે 13 એકર જમીન ફાળવી છે. 2021 વર્ષના અંત સુધીમાં આ પ્લાન્ટ કાર્યાન્વિત થશે તેમ કોર્પોરેશનનો દાવો છે. પ્લાન્ટ શરૂ થતા અહીં દરરોજ એક હજાર મેટ્રિક ટન ઘન કચરામાંથી 15 મેગા વોટ વીજળી ઉત્પન્ન કરાશે. મ્યુનિ. એ વધુ એક એજન્સીને પણ વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ લગાવવા માટેની કામગીરી સોંપી છે. તેમજ જરૂરિયાત મુજબ વેસ્ટ ટુ એનર્જીની કામગીરી કરતી વધુ એજન્સીઓને આમંત્રણ આપવામાં આવશે તેમ જણાવ્યું છે. વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટના કારણે પીરાણા ખાતે ખડકાયેલા કચરાના ડુંગરનો સદઉપયોગ થઈ શકશે. અત્યાર સુધી પીરાણા સાઈટ પરથી લગભગ 24 લાખ મેટ્રિક ટન કચરાને પ્રોસેસ કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...