તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મોંઘો સોદો:ટેન્ડર બહાર ન પડાતાં મ્યુનિ.એ રૂ.1.23ના થ્રી લેયર માસ્ક રૂ.10 ચૂકવી ખરીદવા પડ્યા

અમદાવાદ7 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઓક્ટોબર-નવેમ્બર 2019માં મુદત પૂરી થયા પછી નવા ટેન્ડર બહાર ન પડાયાં
  • માસ્ક ઉપરાંત ઓટી ગાઉન અને ડ્રેસ માટે પણ વધુ કિંમત ચૂકવવી પડી

કોરોના દરમિયાન મ્યુનિ.એ મેડિકલની અનેક ચીજોની અનેક ગણા ભાવ આપી ખરીદી કરવી પડી હતી. મ્યુનિ.એ નવેસરથી ટેન્ડર બહાર ન પાડતા આ સ્થિતિ સર્જાઈ હતી. આનું પરિણામ એ આવ્યું કે મ્યુનિ.એ કોરોના પહેલા ટેન્ડરથી જે થ્રી લેયર માસ્ક રૂ.1.23માં ખરીદ્યા હતા તેના માટે જ તેણે રૂ.10 સુધી ચૂકવવા પડ્યા. આવી ઘણી વસ્તુ માટે મ્યુનિ.એ વધુ પૈસા ચૂકવ્યા છે.

કોરોના દરમિયાન મેડિકલની અનેક ચીજોની અછત હોવાથી તેમજ તે તત્કાલીક ખરીદવી પડે તેમ હોવાથી જે ભાવે મળે તે ભાવે ખરીદી લેવામાં આવી હતી. જોકે મ્યુનિ. દ્વારા મેડિકલની અનેક ચીજોની ખરીદીના ટેન્ડરની મુદત ઓક્ટોબર, નવેમ્બર 2019માં પુર્ણ થઇ ગયા હોવા છતાં પણ તેને ફરીથી ટેન્ડરીંગ નહી કરવામાં આવતાં આ તમામ ચીજો મ્યુનિ.ને ખુલ્લા બજારમાંથી અનેક ગણાં ઉંચા ભાવે ખરીદવી પડી હતી.

માર્ચમાં કોરોનાના કેસ નોંધાયા પછી પણ ટેન્ડર ન કરાયાં
મેડિકલની કેટલીક વસ્તુઓ જેમકે, ગાઉન, માસ્ક, પીપીઇ કીટ, સહિતની 60થી વધારે વસ્તુઓ મ્યુનિ. દ્વારા ટેન્ડરિંગથી લેવામાં આવે છે. પરંતુ માર્ચમાં કોરોનાની દસ્તક થવાં છતાં પણ ટેન્ડરિંગની કામગીરી થઇ ન હતી. પરિણામે મ્યુનિ.ને કરોડોમાં વધુ કિંમત ચૂકવવી પડી હતી.

કોન્ટ્રાક્ટરની ડિપોઝિટ જપ્ત કરાઈ શકી હોત
જો ટેન્ડરિંગની પ્રક્રિયા સમયસર થઇ હોત તો મ્યુનિ.ને આ તમામ ચીજો કોન્ટ્રાક્ટમાં દર્શાવેલા ભાવે મળી શકી હોત. જો આ ભાવે ન મળી હોત તો પણ મ્યુનિ.ને કોન્ટ્રાક્ટરની ડિપોઝિટ જપ્ત કરવાની સત્તા હતી. પરંતુ ટેન્ડર પૂર્ણ થયાના ચાર મહિનાથી વધુ સમય જતાં મુશ્કેલી પડી છે.

આ વસ્તુ આ ભાવે ખરીદાઈ

વસ્તુકોરોના પૂર્વેપછી
થ્રી લેયર માસ્ક1.2310
ઓટી ગાઉન277577
ઓટી ડ્રેસ289551
રીયુઝેબલ માસ્ક1327
એન-95 માસ્ક2240

​​​​​​​નોંધ: વસ્તુના ભાવ કોરોના પહેલા અને પછી થયેલી ખરીદીના છે.

અન્ય સમાચારો પણ છે...