દાવો:અઢી મહિનામાં રોડ પર 25 હજાર ખાડા પુરી દીધાનો મ્યુનિ.નો દાવો

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • અઢી મહિનામાં રોડ પર 25 હજાર ખાડા પુરી દીધાનો મ્યુનિ.નો દાવો
  • વરસાદ બાદ પૂર્વ ઝોન, દક્ષિણ ઝોનના રોડ સૌથી વધુ તૂટ્યા

શહેરમાં વરસાદમાં ખરાબ થઇ ગયેલા રસ્તાઓના ખાડા પુરવામાં મ્યુનિ. દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી રહી છે. ત્યારે છેલ્લા અઢી મહિનામાં જ મ્યુનિ. તંત્ર દ્વારા 25623 જેટલા ખાડા પુરી દીધી છે. જેમાં ખાડા પુરવા માટે મ્યુનિ. દ્વારા 39588 મેટ્રિક ટન જેટલો હોટમિક્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ત્યારે છેલ્લા 10 દિવસમાં જ આ પૈકીનો 24770 મેટ્રિક ટન હોટમિક્સનો ઉપયોગ થયો છે.

શહેરમાં વરસાદ દરમિયાન લગભગ મોટાભાગના રસ્તાઓ ખરાબ થઇ ગયા છે. મ્યુનિ. દ્વારા એવો બચાવ કરવામાં આવે છે કે, સામાન્ય રીતે શહેરના 800થી 1000 કિ.મીના રસ્તાઓ અંડરગ્રાઉન્ડ જરૂરિયાત માટે ખોદવામાં આવે છે. તેને કારણે રસ્તાઓ ખરાબ થઇ જાય છે. ત્યારે શહેરના સૌથી વધુ ખરાબ રસ્તાઓ પુર્વ ઝોન, ઉત્તર પશ્ચિમ ઝોન અને દક્ષિણ ઝોનમાં જોવા મળ્યો છે. જ્યાં સૌથી વધારે રસ્તાઓના ખાડા પર પેચવર્ક કરવામાં આવ્યા છે. જ્યારે સૌથી ઓછા ખાડા મધ્યઝોનમાં નોંધાયા છે.

મ્યુનિ. દ્વારા તમામ ખાડા પુરવા માટે વેટમિક્ષ, કોલ્ડ મિક્ષ અને હોટમિક્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો સાથે જ અત્યાધુનિક કોલ્ડ ઇમલ્ઝન પેચિંગ મશીનરીથી પણ પેચવર્કની કામગીરી કરવામાં આવી હતી. આ ખાડા પુરવા માટે વેટમિક્ષનો 12516 ખાડા, કોલ્ડ મિક્સનો 6532 ખાડા, અને હોટમિક્સનો 4454 ખાડા પુરવામાં આવ્યા છે, જ્યારે અત્યાધુનિક પધ્ધતિ અને મશીનરી મારફતે 2121 જેટલા ખાડા પુરવામાં આવ્યા છે. આ ઉપરાંત મ્યુનિ. દ્વારા 6 જેટલા રસ્તાઓને પેવર મારફતે પૂર્ણ રીતે રિસર્ફેસ કરી દેવામાં આવ્યા હોવાનો મ્યુનિ. દ્વારા દાવો કરવામાં આવ્યો હતો.

આ ઝોનમાં આટલા ખાડા પુરાયા

ઝોનખાડા પુરાયા
પશ્ચિમ3983
ઉ.પશ્ચિમ4333
દ.પશ્ચિમ3098
પૂર્વ4369
દક્ષિણ4201
મધ્ય1962
ઉત્તર3677
કુલ25623

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...