સોલાર સિસ્ટમ યોજના:મ્યુનિ. સ્કૂલોમાં સોલાર સિસ્ટમ લગાવવાની યોજના કાગળ પર જ

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • મ્યુનિ.એ 2014-15ના બજેટમાં જાહેરાત કરી હતી
  • 200 સ્કૂલોમાં સિસ્ટમ હોત તો વીજ બિલ પેટે 10 કરોડ બચત

મ્યુનિ.એ 2014-15ના બજેટમાં મ્યુનિ. સંચાલિત સ્કૂલ બોર્ડના 200થી વધારે બિલ્ડિંગ પર સોલર પેનલ લગાવીને તેને સૌર ઊર્જા સંચાલિત બનાવવાની જાહેરાત કરી હતી. તે વાતને 7 વર્ષ થયા પણ હજુ સુધી માત્ર સ્કાઉટ ભવન સિવાય કદાચ એક પણ મ્યુનિ. સ્કુલ સોલર એનર્જીથી વીજ વપરાશ કરતી થઈ નથી.

સ્કૂલ બોર્ડને પ્રતિ બે મહિને 20 થી 30 લાખની રકમ તો વીજ બિલ પેટે ચૂકવવી પડે છે, જો 2014-15ના બજેટમાં આ સ્કૂલો સોલર એનર્જીથી સજ્જ બનાવી દીધી હોત તો 7 વર્ષમાં કદાચ વીજ બિલ પેટે જ મ્યુનિ.ને 10 કરોડની બચત થઇ શકી હોત. સ્કૂલ બોર્ડને મ્યુનિ. બજેટ ફાળવે છે. 2014-15ના બજેટમાં 200થી વધુ સ્કૂલોમાં સોલાર સિસ્ટમ લગાવવા માટે 1 કરોડની ફાળવણી કરાઈ હતી. માત્ર સ્કાઉટ ભવન સિવાય અન્ય કોઈ પણ સ્કૂલ પર સોલાર સિસ્ટમ લગાવાઈ નથી.

દર બે મહિને 20થી 30 લાખ લાઈટ બિલ આવે છે
મ્યુનિ. સ્કૂલ બોર્ડમાં દર બે મહિને રૂ. 20થી 30 લાખનું લાઇટ બિલ આવે છે. તે હિસાબે જોઇએ તો વર્ષે 1.20 કરોડથી 1.50 કરોડનું લાઇટ બિલ આવે છે. હવે જો તે સમયે મ્યુનિ. દ્વારા બજેટમાં દર્શાવ્યા પ્રમાણે 1 કરોડનો ખર્ચ કરીને સોલર પેનલ લગાવી હોત તો 7 વર્ષ સુધી આ લાઇટ બિલની બચતની રકમ જ 9 થી 11 કરોડ જેટલી બચત થઇ ગઇ હોત.

અન્ય સમાચારો પણ છે...